Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1442

રાતના અંધારામાં સડક પર જોવા મળ્યો ફિલ્મી નજારો, ડ્રાઈવરને ઝોકું આવતાં જ BMW ગાડી 23 ફૂટ ઉંચે ઉછળીને સુરંગ સાથે અથડાઈ

  • પ્રકાશન તારીખ24 Dec 2018
  •  

સ્લોવાકિયાના બાર્દેજોવમાં થોડા દિવસ પહેલાં જ એક ગમખ્વાર અકસ્માત થયો હતો જેના સીસીટીવી જોઈને ભલભલા ધ્રુજી ગયા હતા. એકદમ ફિલ્મી સ્ટાઈલમાં પુરપાટ ઝડપે જતી કાર રસ્તામાં રહેલા પથ્થર સાથે અથડાઈને સીઘી જ હવામાં ગુલાંટો મારવા લાગી હતી.અંદાજે રાત્રે 3 વાગ્યાના સુમારે અહીંથી પસાર થઈ રહેલી એક કારના ચાલકને ઝોકું આવી ગયું હતું જેના લીધે સ્પીડમાં જતી આ ગાડીએ તેનું બેલેન્સ ગુમાવ્યું હતું અને સીધી જ રોડ પર સાઈડમાં રહેલા મોટા પથ્થર સાથે ભટકાઈ હતી. ભયાનક ગતિમાં જતી આ કાર જેવી ત્યાં અથડાઈ કે તરત જ હવામાં ઉછળે છે અને અંદાજે 23 ફૂટ સુધી હવામાં ઉડીને સીધી જ સામે રહેલી એક સુરંગના ઉપરના ભાગે ફરીથી અથડાય છે.નવાઈની વાત તો એ હતી કે આ ભયાનક અકસ્માતમાં કારના તો ડૂચા નીકળી ગયા હતા પણ તે ગાડી ચલાવનાર વ્યક્તિને સામાન્ય ઈજાઓ જ થઈ હતી. આ વીડિયો જોઈને જ લાગે કે કોઈ ચમત્કારે જ તેને બચાવ્યો હતો. તેનું ચેકઅપ કર્યા બાદ એ પણ જાણવા મળ્યું હતું કે તેણે કોઈ પણ જાતના નશાનું સેવન પણ નહોતું કર્યું,.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP