લોકસભા ઈલેક્શન / ભાષણ આપવા ના મળ્યું તો છલક્યું દર્દ, ભાજપના નેતા સ્ટેજ પર જ રડ્યા

bjp leader ram ratan cried on stage viral video

Divyabhaskar

Apr 15, 2019, 06:19 PM IST
પલવલ, હરિયાણા- કોઈ પણ નેતા હોય તેના માટે જો સૌથી વધુ અગત્યનું હોય તો ભાષણ, અને આ ભાષણ તેમના માટે કેટલું પ્રાણદાયક હોય છે તેનું ઉદાહરણ છે આ ભૂતપૂર્વ ધારાસભ્યનો વીડિયો. હરિયાણાના પલવલમાં આવેલા ઔરંગાબાદ ગામમાં જ્યારે રામરતન નામના એક દલિત Ex.MLAને સ્ટેજ પરથી બોલવવાનો મોકો ના મળ્યો ત્યારે તેમની આંખોએ તેમના દિલની હાલત વ્યક્ત કરી જ દીધી હતી. જાહેરમાં જ તેમની આવી અવગણના જોઈને તેઓ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા હતા. ભલે તેમને ભાજપના અન્ય નેતાઓએ સાથ આપ્યો ના હોય પણ ભાજપના પ્રચાર માટે ખભે ભરાવેલો ખેસ જ તેમના આંસુ લૂંછવાના કામ આવ્યો હતો. તે મંચ પર જ રડતા જતા હતા અને બાદમાં ખેસથી આંસુ લૂંછતા રહેતા હતા. આ સ્ટેજ પર CM મનોહર ખટ્ટર પણ હાજર હતા જેમને આ અંગે સવાલ કરવામાં આવતાં તેમણે પ્રોટોકોલની વાત કરીને કહ્યું હતું કે એકવાર મુખ્યમંત્રી અને સાંસદ ભાષણ આપે પછી ભૂતપૂર્વ ધારાસભ્યના ભાષણનો કોઈ અર્થ હોતો નથી. તમને એ પણ જણાવી દઈએ કે રામરતન એ હસનપુર(હોડલ)ના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
X
bjp leader ram ratan cried on stage viral video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી