• Home
  • Dvb
  • Dbv
  • Bihar Groom Arrested for Celebratory Gun Firing During Wedding After

શોકિંગ / વરમાળા પહેરાવીને તરત જ મુરતિયાએ કર્યું ફાયરિંગ, દૂલ્હનના હાથમાં બંદૂક પકડાવીને તેની પાસે પણ કરાવ્યા ભડાકા

Divyabhaskar

May 01, 2019, 04:04 PM IST
બિહારના રોહતાસના એક દબંગ વરરાજાનો વીડિયો વાઈરલ થયો છે જેમાં તેમણે લગ્નના મંડપમાં હવામાં ફાયરિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા. દયાલગંજ ગામમાં આવેલી જાન વાજતેગાજતે માંડવે પહોંચી હતી, જ્યાં વર-કન્યાએ સાતફેરા લઈને એકબીજાને વરમાળા પણ પહેરાવી દીધી હતી. લગ્ન સંપન્ન થતાં જ ઉત્સાહમાં આવી ગયેલા વરરાજાએ તેની પાસે રહેલી લાયસન્સવાળી બંદૂક નીકાળીને હવામાં ગોળીબાર કર્યો હતો. આટલું ઓછું હોય તેમ બાદમાં તેણે બળજબરીથી દૂલ્હનનો હાથ પકડીને તેની પાસે પણ ફાયરિંગ કરાવ્યું હતું. લગ્નમંડપમાં વરરાજાએ કરેલી આવી હરકતથી ત્યાં પણ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જે બાદ વીડિયો વાઈરલ થતાં જ પોલીસે પણ બંનેની ઓળખ કરીને તેમની સામે કેસ કર્યો હતો. આખી ઘટના વિશે માહિતી આપતાં રોહતાસના એસપી સત્યવીર સિંહે જણાવ્યું હતું કે તેમણે રાજેશ નામના વરરાજા અને પૂજા નામની દૂલ્હન સામે ફરિયાદ નોંધીને ગણતરીના સમયમાં જ તેમની ધરપકડ કરી હતી. પોલીસે વરરાજાની લાયસન્સવાળી ગન પણ કબજે કરી હતી. રાજેશકુમાર કરનાલમાં આર્મીમેન તરીકે ફરજ બજાવતો હોવાની વિગતો પણ મળી હતી.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી