• Home
  • Dvb
  • Dbv
  • big attraction of vibrant gujarat summit is pal V FLYING CAR

ફ્લાઇંગ કાર / વાઇબ્રન્ટ સમિટમાં વિશ્વની પ્રથમ ઊડતી કાર રજૂ થશે, રોડ પર ચાલતી આ ગાડી માત્ર 5 મિનિટમાં જ બની જશે ઊડતી કાર

big attraction of vibrant gujarat summit is pal V FLYING CAR

Divyabhaskar

Jan 13, 2019, 05:09 PM IST

ગુજરાતના નવમા વાયબ્રન્ટ સમિટનું મુખ્ય આકર્ષણ ફ્લાઇંગ કાર એટલે કે ઊડતી કાર જ છે. વાઇબ્રન્ટ સમિટ દરમ્યાન નેધરલેન્ડ્સની કંપની પાલ-V વિશ્વની પ્રથમ ઊડતી કાર રજૂ કરશે. આ કાર રસ્તા પર ડ્રાઇવ કરતી વખતે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે તથા આકાશમાં 180 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. નેધરલેન્ડ્સના નાણા મંત્રી મેનો સ્નેલના વડપણ હેઠળના ડેલિગેશનમાં પાલ-Vના પ્રતિનિધિઓ સામેલ રહેશે. PAL-V કંપની વર્ષ 2020 સુધીમાં નોર્થ અમેરિકા અને યુરોપિયન માર્કેટમાં તેમની કાર લોન્ચ કરવાનું આયોજન ધરાવે છે. તમને જણાવી દઈએ કે આ કંપનીએ જિનીવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ મોટર શોમાં ગત વર્ષે એપ્રિલમાં જ તેમની આ ઊડતી કારને લોંચ કરી હતી.જેમાં બે લોકો બેસી શકશે. ગુજરાત સરકાર વતી ડેલિગેશન દ્વારા આ કંપનીને આમંત્રણ આપવામાં આવ્યા બાદ હવે આ કંપની તેની અનોખી ઊડતી કાર લઇને તેનું પ્રમોશન કરવા ગુજરાત આવી રહી છે.

X
big attraction of vibrant gujarat summit is pal V FLYING CAR

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી