Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1424

બરાક ઓબામાનો સાન્તા ક્લોઝ અવતાર, હોસ્પિટલમાં જઈને બાળ દર્દીઓ ભેટીને, તેમની સાથે પોતાના દુ:ખ-દર્દ વહેંચ્યાં, તો આપી ગિફ્ટ્સ

  • પ્રકાશન તારીખ22 Dec 2018
  •  

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ અચાનક વોશિંગ્ટનના ચિલ્ડ્રન્સ નેશનલ મેડિકલ સેન્ટરની મુલાકાતે પહોંચીને ત્યાં સૌને સરપ્રાઇઝ આપ્યું. ખાસ વાત એ રહી કે તેઓ સાન્તા ક્લોઝ બનીને ગિફ્ટ્સથી ભરેલી એક મોટી બેગ ખભે લટકાવીને પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં ગ્રાન્ડ એન્ટ્રી લીધી. તેઓ ડાન્સ કરતાં કરતાં હોસ્પિટલમાં પ્રવેશ્યા ત્યારે તેમને જોઇને ભીડ જામી ગઇ અને લોકોએ હરખભેર તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું. બાળ દર્દીઓ તેમને ભેટીને, તેમની સાથે પોતાના દુ:ખ-દર્દ વહેંચીને તથા તેમની પાસેથી ક્રિસમસ ગિફ્ટ્સ મેળવીને ભાવવિભોર થઇ ગયા. આ લાગણીસભર પળોનો એક વીડિયો હોસ્પિટલના ટિ્વટર એકાઉન્ટ પર શૅર કરાયો છે, જેને લાખો લોકો જોઇ ચૂક્યા છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP