• Home
  • Dvb
  • Dbv
  • Angry elephant charges jeep even as tourist tries to take selfie

ઉત્તરાખંડ / નજીકથી સેલ્ફી લેવાં જતાં હાથી ગુસ્સે થયો, જીપ પાછળ દોડતાં ટૂરિસ્ટે ભાગવું ભારે પડ્યું

DivyaBhaskar.com

May 02, 2019, 03:45 PM IST
વીડિયો ડેસ્કઃ ઉત્તરાખંડના રામનગર ફોરેસ્ટ ડિવિઝનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. હાથી પાસે સેલ્ફી લેવા જતાં હાથી ગુસ્સે થઈ ટૂરિસ્ટ પાછળ દોડે છે. જોત જોતાંમાં હાથી ટૂરિસ્ટની જીપ પાસે પહોંચી જતાં મહિલાઓ બૂમાબૂમ કરવા લાગે છે. જો કે ડ્રાઇવરે જીપ ભગાવતા ટૂરિસ્ટનો બચાવ થાય છે. દિલ્હીના ટૂરિસ્ટનો આ વીડિયો સામે આવતાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ મુજબ, ટૂરિસ્ટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી