Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-331

વકીલ આગળ હોંશિયારી મારતી હતી નોકરાણી, એક દિવસ રંગેહાથ પકડી જ લીધી

  • પ્રકાશન તારીખ23 Sep 2018
  •  

બરેલી ઉત્તરપ્રદેશ: કહેવાય છે કે ચોર ગમે તેટલો ચાલાક કેમ ન હોય પણ કોઈને કોઈ મૂર્ખામી તો કરી જ દે. આવી જ એક નોકરાણી તેના વકીલ મકાનમાલિકને ચૂનો લગાવતાં રંગેહાથ ઝડપાઇ હતી. ઇજ્જતનગર વિસ્તારમાં રહેતા વ્યવસાયે વકીલ એવા રાજેશ ગૌતમ તેમના ઘરમાં અવારનવાર થતી ચોરીથી પરેશાન હતા.ઘરમાં એ હદે ચોરી વધવા માંડી કે મોંઘીદાટ જવેલરી પણ હવે સલામત નહોતી. આ ચોરીઓ માટે તેઓને શંકા તો નોકરાણી પર હતી જ કેમ કે તેને રાખ્યા બાદ જ આ પ્રકારની ઘટનાઓ થવા લાગી હતી. વ્યવસાયે વકીલ એવા આ મકાનમાલિક પણ એમ પુરાવા વગર તો આગળ વધે જ નહીં એન એટલે જ તેમણે સ્થાનિક પોલીસ અને તેમના પુત્રની મદદ લઈને આ નોકરાણીને રંગેહાથ ઝડપવાનો તખ્તો પણ તૈયાર કરી દીધો હતો. પોલીસની સલાહ માનીને તેમણે તેમની ઘરની તિજોરીમાં દસ હજાર રોકડા મૂકી દીધા અને તેમના પુત્રની મદદથી એ રૂમમાં કેમેરો પણ લગાવી દીધો. બસ પછી નોકરાણીએ જે હરકત કરી તે બધી જ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે પણ આ પુરાવા એટલે કે કેમેરાના રેકોર્ડિંગ આધારે તેની ધરપકડ કરીને જેલના હવાલે કરી હતી. જો તમે પણ પોલીસ વેરીફીકેશન વગર જ ઘરમાં નોકર કે અન્ય વ્યક્તિઓને રાખતા હોય તો ચોક્કસ ચેતજો કેમ કે આવો સોદો નુકસાનકારક સાબિત થઈ શકે છે.

કળયુગમાં થયો ચમત્કાર! જળસમાધિ લેવા જતાં જ યુવક બની ગયો યુવતી, માતાજી ગણીને હવે પૂજવા લાગી પબ્લિક

ટ્યૂશન કરાવતા શિક્ષકે વિદ્યાર્થીની માતાને ભણાવ્યા પ્રેમના પાઠ, લોકોએ રંગેહાથ ઝડપી કર્યું આવું

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP