• Home
  • Dvb
  • Dbv
  • airline passenger screams after flights engines falls off

હવામાં જ તૂટ્યું પ્લૅનનું એન્જિન ને ટુકડાઓ પડવા લાગ્યા ધડાધડ નીચે, બારીમાંથી આ ડરામણું દૃશ્ય જોઈને મુસાફરોના હોશ ઉડી ગયા

airline-passenger-screams-after-flights-engines-falls-off

Divyabhaskar.com

Dec 02, 2018, 08:23 PM IST

લાસ વેગસથી ઉડાન ભરવાવાળી ફ્રન્ટિયર એરલાઈનની એક ફ્લાઈટમાં જે ઘટના ઘટી હતી તે ખરેખર શૉકિંગ હતી. આ વીડિયો કે પછી આ નજારો નજરોનજર જોઈને તેમાં સવાર મુસાફરો જ નહીં કોઈ પણ વ્યક્તિ ડરી જાય. વાત જાણે એમ હતી કે ફ્લોરિડા જતા એ વિમાનમાં અચાનક જ ઉડાન ભર્યા બાદ અજીબ પ્રકારનો અવાજ આવવા લાગ્યો હતો. સાથે જ અંદર પણ એક વિચિત્ર પ્રકારની ગંધ આવતી હતી. ત્યાં જ આખું વિમાન જોરથી હલવા લાગ્યું હતું અને જમણી બાજુનો ભાગ તૂટીને પડવા લાગ્યો હતો. આ જોઈને તેમાં બેઠેલા મુસાફરોએ ચીસાચીસ કરી મૂકી હતી. ત્યાં બારી પાસે બેઠેલા અન્ય એક મુસાફરે આખી ઘટનાને રેકોર્ડ કરી હતી. ટેકઑફની 15 મિનિટ બાદ જ થયેલી આ દુર્ઘટનાનો વીડિયો વાઈરલ થયો હતો. આ સમયે મુસાફરો સાથેનું આ વિમાન 20 હજાર ફૂટ ઊંચે હતું.સદનસીબે ફ્લાઈટનું કરવામાં આવ્યું સફળ લેન્ડિંગ જેના કારણે મુસાફરોનો જીવ પણ બચી ગયો હતો.

ભલભલાને ધ્રુજાવી દે તેવા CCTV, ટ્રેન ગયા બાદ પાટા ક્રોસ કરતા સાઈકલસવારની સામે ધસમસતી આવી બીજી ટ્રેન, બાદમાં જે થયું તે અકલ્પનીય હતું

ડુક્કરની દર્દનાક દાસ્તાન;મિત્રને કસાઈઓના હાથે કપાતું બચાવવા ડુક્કરે ખેલ્યો જીવ સટોસટનો ખેલ

X
airline-passenger-screams-after-flights-engines-falls-off

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી