Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-875

'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' બાદ અહીં બની રહી છે વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ, 20 કિમી દૂરથી પણ કરી શકાશે દર્શન

  • પ્રકાશન તારીખ19 Nov 2018
  •  

નાથદ્વારા,રાજસ્થાન

રાજસ્થાનનાં નાથદ્વારામાં ભગવાન શિવની 351 ફૂટ ઊંચી પ્રતિમા બનવા જઈ રહી છે. આ દુનિયાનીસૌથી ઊંચી શિવ પ્રતિમા હોવાનું કહેવાય છે. આ પ્રતિમા આગામી વર્ષ સુધી બની જશે તેવી શક્યતા છે. ઉદયપુરથી 50 કિલોમીટના અંતરે શ્રીનાથદ્વારાની ગણેશ ટેકરીમાં સિમેન્ટ કોંક્રીટથી બનેલી વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાનું 85 ટકા નિર્માણ કાર્ય પૂરું થઈ ચૂક્યું છે.

આ પ્રોજેક્ટના ચાર્જ સંભાળનાર રાજેશ મહેતાએ 'ભાષા'ને જણાવ્યું કે, 351 ફૂટ ઊંચી સિમેન્ટ કોંક્રીટથી નિર્મિત શિવ પ્રતિમા દુનિયાના ચોથા નંબરની અને ભારતમાં તાજેતરમાં ગુજરાતમાં સ્થાપિત સરદાર પટેલની પ્રતિમા બાદ બીજા નંબરની સૌથી ઊંચી પ્રતિમા હશે. વધુમાં તેમણે કહ્યું કે, મિરાજ ગ્રુપના ડ્રીમ પ્રોજેક્ટનું લગભગ 85 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને માર્ચ 2019 સુધી નિર્માણ કાર્ય પૂર્ણ થવાની શક્યતા છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP