ગજબની પ્રતિભા / કેલક્યૂલેટરથી પણ ફાસ્ટ ગણતરી કરે છે આ અભણ યુવાન, ગુણાકાર-ભાગાકાર કરવા ડાબા હાથનો ખેલ, વર્ષોના દિવસો અને કલાકોનો હિસાબ તો ચપટી વગાડતાં કરી નાખે

A man speedy counted mathematical, video viral

Divyabhaskar.com

Jan 23, 2019, 07:10 PM IST
વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયામાં 22 વર્ષીય ઈરફાન નામના યુવકનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ઈરફાન એક પણ ચોપડી ભણ્યો નથી પણ તેને ગણતરી કરતાં જોઈ લોકો ચોંકી જાય છે. ઈરફાનને તમે તમારી ઉંમરનાં વર્ષ કહો તો એ ચપટીમાં વર્ષના દિવસો કહી બતાવે છે. એટલું જ નહીં વર્ષના કેટલા કલાકો થાય એ પણ કહી બતાવે છે. લોકો ઈરફાનને ગુણાકાર અને ભાગાકાર માટે રકમ આપે તો તેના પણ સેકન્ડોમાં જવાબો આપે છે. યુવાનની પ્રતિભા જોઈ લોકો કહે છે કે તેના મગજમાં જાણે કે કેલક્યૂલેટર ફિટ કરેલું છે.
X
A man speedy counted mathematical, video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી