Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3208

26મા માળેથી નીચે પડી બાળકી, ઉભી થઈને શાંતિથી ડ્રેસ ખંખેરીને ચાલી નીકળી

  • પ્રકાશન તારીખ08 Apr 2019
  •  
ચીનમાં આવેલ ચોંગ્કિંગની એક બિલ્ડિંગના સીસીટીવીમાં જે અકસ્માત કેદ થયો હતો તે કોઈ ચમત્કાર કરતાં સહેજ પણ ઉણો ઉતરે તેમ નહોતો. બહુમાળી ઈમારતના 26મા માળે રમતી એક બાળકી અચાનક જ બાલ્કનીમાંથી નીચે પટકાઈ હતી. તે પડતી હોય તેવા દૃશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા હતા. માત્ર 6 વર્ષની આ બાળકી સાથે પછી જે થયું હતું તે સૌ કોઈને આશ્ચર્યચકિત કરી ગયું હતું. સ્વાભાવિક છે કે આટલે ઉંચેથી કોઈ પણ પટકાય તો તેના બેઠા થવાની તો ઠીક જીવતા રહેવાની પણ આશા ઠગારી નીવડે. સુખદ વાત એ હતી કે તે ઉપરથી સીધી નીચે પટકાવાની જગ્યાએ પહેલાં એક કાચના શેડ પર પડી હતી જેના લીધે તેની ગતિમાં ઘટાડો થયો હતો. નીચે પડીને થોડીક જ ક્ષણોમાં તો તે પોતાનો ડ્રેસ સરખો કરીને ચાલી નીકળી હતી. જો કે જેણે પણ આ નજારો જોયો હતો તેઓ પણ માનવા લાગ્યા હતા કે ખરેખર કોઈ અજ્ઞાત શક્તિ જ બાળકીની મદદે આવી હશે નહિંતર આ રીતે કોઈનો બચાવ ના જ થાય. મળતી માહિતી મુજબ તેના હાથમાં ફ્રેક્ચર થવાથી તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. આ બધામાં સૌથી વધુ આંચકાજનક વાત એ બહાર આવી હતી કે તેના માબાપ તેને ઘરની અંદર બંધ કરીને કોઈ કામ માટે બહાર ગયા હતા ત્યારે જ આ દુર્ઘટના ઘટી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP