Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-460

80 વર્ષનાં વૃદ્ધે 8 વર્ષની બાળકી પર કર્યો દુષ્કર્મનો પ્રયાસ, ગામલોકોએ મોં કાળું કરીને આખા ગામમાં ફેરવ્યો

  • પ્રકાશન તારીખ25 Oct 2018
  •  

ગુજરાતીમાં એક કહેવત છે કે, વાંદરૂ ઘરડું થાય પણ ગુંલાંટ મારવાનું ન ભૂલે, આ કહેવત એકદમ યોગ્ય રીતે ફિટ બેસે તેવી એક શરમજનક ઘટના હાલ રાજસ્થાનનાં હનુમાનગ઼ઢમાં બની છે.અહીં એક 80 વર્ષનાં વૃદ્ધે એક 8 વર્ષની બાળકી પર બળાત્કારનો પ્રયત્ન કર્યો હતો.

વૃદ્ધે બાળકીને ફોસલાવીને પોતાની પાસે બોલાવી ત્યારબાદ તેની સાથે શારિરીક અડપલા કરવાનું શરૂ કર્યું હતું આ દરમ્યાન બાળકીએ ગભરાઈને બૂમાબુમ કરી હતી..બાળકીનો અવાજ સાંભળીને ગામલોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને વૃદ્ધ પાસેથી બાળકીને છોડાવી હતી.

ગામનાં લોકોએ ભેગા મળીને વૃદ્ધને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતુ અને તે વૃદ્ધનું મોઢું કાળુ કરીને આખા ગામમાં ફેરવ્યો હતો. જોકે સંગરિયા થાણા વિસ્તારમાં ઘટના ઘટી હોવા છતાં બાળકીનાં પરિવારજનોએ આ વૃદ્ધ વિરુદ્ધ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

રિપોર્ટ, દિવ્યભાસ્કર.કોમ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP