• Home
  • Dvb
  • Dbv
  • 700 year old idol of dhroupathi amman found concealed in wall of an old house

આશ્ચર્ય / 100 વર્ષ અગાઉ દાદાએ ચોરી હતી દ્રૌપદીની પૌરાણિક મૂર્તિ, પૌત્રએ દિવાલની અંદરથી કાઢીને મંદિરમાં સ્થાપના કરાવી

700 year old idol of dhroupathi amman found concealed in wall of an old house

Divyabhaskar

Apr 30, 2019, 03:23 PM IST

તમિલનાડુના મદુરાઈમાં એક આશ્ચર્યજનક મામલો પ્રકાશમાં આવ્યો હતો.જ્યાં મેલુરના એક મંદિરમાં 1915માં ચોરાયેલી એક મૂર્તિ દિવાલની અંદરથી હવે 104 વર્ષ બાદ હાથ લાગી છે. એવું કહેવાય છે કે આ મૂર્તિ તે સમયના પૂજારી એવા કરુપ્પાસામીએ ચોરી હતી, બાદમાં તેને દુનિયાથી સંતાડવા માટે જ આ રીતે દિવાલમાં ચણી લીધી હતી. તેમના પરિવારે આજે 104 વર્ષ બાદ આ મૂર્તિ બહાર નીકાળીને મંદિર પ્રશાસનને સોંપી દીધી હતી. પોલીસ પણ આ વાત જાણીને ચમકી હતી કેમ કે આ આખી ઘટના પણ બ્રિટિશ શાસનકાળ સમયની હતી. જેથી પોલીસે પણ આ મુદ્દે લેખિતમાં ફરિયાદ લઈને જ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગામલોકો અને પોલીસ માટે એક સમસ્યા બીજી પણ એ હતી કે કરુપ્પાસામીનું એ ઘર હવે કોઈ અન્ય વ્યક્તિએ ખરીદ્યું લીધું હોવાથી તેમની રજા વગર દિવાલમાં પણ તોડફોડ કરી શકાય એમ નહોતી. જો કે, બાદમાં એ પરમિશન મળતાં પૂજારીના પૌત્રએ આપેલી માહિતી મુજબ જ દિવાલ તોડતાં જ તેમાંથી દોઢ ફૂટ લાંબી દ્રૌપદી અમ્માની આ મૂર્તિ પણ મળી હતી. પૂજારીના પૌત્ર એવા મુરુગેસનના કહ્યા મુજબ તેણે તેના પિતા અને દાદા એમ બંનેને આ દિવાલે આ પૂજા કરતા પણ જોયા હતા. જો કે કેટલાક સમયથી તેના પરિવારમાં અનેક લોકોનાં કમોતે મૃત્યુ થવાથી તેણે આ દિવાલની અંદર રહેલી મૂર્તિનું રહસ્ય લોકો સમક્ષ મૂકીને તેને બહાર નીકાળી હતી. મુરુગેસનની વાત સાંભળીને જ ગામના લોકોએ 700 વર્ષ પૌરાણિક એવી મૂર્તિને બહાર નીકાળવા તે ઘર તરફ દોટ મૂકી હતી. આખા તમિલનાડુમાં આ ઘટનાએ લોકોમાં કૂતુહલ જગાડવાની સાથે જ દેવી પ્રત્યેની આસ્થામાં પણ વધારો કર્યો છે.

X
700 year old idol of dhroupathi amman found concealed in wall of an old house

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી