• Home
  • Dvb
  • Dbv
  • 5 yr old drives toy car into busy Vijayawada traffic

શોકિંગ / પાંચ વર્ષનો બાળક રમકડાની કાર ડ્રાઈવ કરીને ઘૂસ્યો ટ્રાફિકથી ધમધમતા રોડ પર

5-yr-old drives toy car into busy Vijayawada traffic

Divyabhaskar

Feb 28, 2019, 02:35 PM IST

આંધ્રપ્રદેશના વિજયવાડામાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર ફરજ બજાવતા ટ્રાફિકકર્મીઓની સામે એક બિહામણું દૃશ્ય સર્જાયું હતું. જો તેમની નજર બેટરી સંચાલિત કાર ડ્રાઈવ કરતા આ પાંચ વર્ષના માસૂમ પર ના પડી હોત તો કદાચ કોઈ મોટી દુર્ઘટના પણ બની શતી હતી. માતાપિતાની નજર ચૂકવીને આ બાળક ઘરેથી તેની આ કાર લઈને ટ્રાફિકથી ધમધમતા રોડ પર મુસાફરી માણવા નીકળી પડ્યો હતો. તેની આ કાર પર એક કિલોમીટર સુધી કોઈની નજર જ નહોતી પડી. જો કે બાદમાં ટ્રાફિક જામ થતાં જ આખી ઘટના બહાર આવી હતી. જે બાદ ત્યાં ફરજ પર હાજર ટ્રાફિક જવાને તેની પાસેથી વધુ માહિતી મેળવીને તેને સહીસલામત ઘરે પહોંચાડ્યો હતો.

X
5-yr-old drives toy car into busy Vijayawada traffic

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી