• Home
  • Dvb
  • Dbv
  • 101 Feet Tall Hanumanji Statue Faridabad Gurugram Highway

મૂર્તિ / ફરિદાબાદ-ગુરુગ્રામ હાઇવે પર હનુમાજીની વિરાટ પ્રતિમા બનાવાઈ, ડ્રોન વીડિયો વાઇરલ

101 Feet Tall Hanumanji Statue Faridabad Gurugram Highway

DivyaBhaskar.com

Jan 05, 2019, 07:05 PM IST
વીડિયો ડેસ્કઃ હરિયાણાના ફરિદાબાદ-ગુરુગ્રામ હાઇવે પર હનુમાનજીની વિશાળકાય મૂર્તિ બનાવવામાં આવી છે. જેનું લોકાર્પણ આ વર્ષે કરવામાં આવશે. હનુમાનજીના બાળ સ્વરૂપવાળી આ મૂર્તિ 101 ફૂટ ઊંચી છે. તેનું બાંધકામ વર્ષ 2011માં શરૂ કરાયું જે આ વર્ષે 2019માં પૂરું થશે. આ મૂર્તિ હાઇવે પર બનાવવા પાછળ પણ એક રોચક કારણ છે. અહીંના પૂજારી અને લોકોની માન્યતા મુજબ હાઇવે પર આ જગ્યાએ ખૂબ જ એક્સિડન્ટ થતાં હોવાથી નાની હનુમાનજીની મૂર્તિ પ્રસ્થાપિત કરતાં એક્સિડન્ટની સંખ્યામાં ઘટાડો થયો અને તે પછી અહીં હનુમાનજીની વિરાટ પ્રતિમા બનાવવાનું નક્કી કરાયું. હવે હનુમાનજીની આ વિરાટ મૂર્તિના લોકાર્પણ પહેલા તેના ડ્રોન વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં ફરતા થયાં છે.

X
101 Feet Tall Hanumanji Statue Faridabad Gurugram Highway

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી