• Home
  • Dvb
  • Dbv
  • 10 year old innocent nailed to tree tied to tree|બિહારમાં 10 વર્ષના બાળકને નગ્ન કરીને બાંધ્યો ઝાડના થડ સાથે

બિહારમાં 10 વર્ષના બાળકને નગ્ન કરીને બાંધ્યો ઝાડના થડ સાથે, ઢોરમાર મારીને શરીર પર રેડ્યું ખાંડવાળું ગરમ પાણી

10-year-old innocent nailed to tree tied to tree|બિહારમાં 10 વર્ષના બાળકને નગ્ન કરીને બાંધ્યો ઝાડના થડ સાથે

Divyabhaskar.co.in

Sep 23, 2018, 05:35 PM IST

બિહારના ફૂલવારીશરીફની એક ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે જેમાં ભોગ બનનાર એક બાળક છે જેની ઉંમર આશરે દસ વર્ષ જેટલી છે. માસૂમ એવા આ બાળક પર ચોરીનો આરોપ મૂકીને જે અત્યાચાર કરવામાં આવ્યો હતો તે જોઈને ભલભલાનું કાળજું કંપી જાય. મોબાઈલની ચોરીના આરોપસર આ બાળકને નગ્ન કરીને એક ઝાડના થાળ સાથે બાંધવામાં આવ્યો હતો. આતો માત્ર શરૂઆત હતી બાદમાં તેને ઢોરમાર પણ માર્યો હતો.આ બાળક પાસે જાણે કે ગુનો જ કબૂલ કરાવવા માટે સજા આપતા હોય તેમ ગરમ પાણી કરીને તેમાં ખાંડ નાખીને તે મિશ્રણ તેના શરીર પાર પણ રેડ્યું હતું. આ ગરમ ખાંડનું પાણી તેના શરીર પાર કીડી, મંકોડા પણ ખેંચી લાવ્યું હતું જેથી તેને કરડી કરડીને અડધો કરી નાખે. આ બાજુ માસૂમ દયાની ભીખ માગતો હતો પણ લોકો તો જાણે કે કોઈ ખેલ ચાલતો હોય તેમ તાળીઓ પાડતા હતા. વીડિયો વાઈરલ થતાં જ પોલીસે પણ આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરી હતી.

ઉત્તરપ્રદેશની આ ઘટનામાં બહાર આવી જીવ બચાવનાર 'બેવફા દિલ'ની મહેરબાની

વકીલ આગળ હોંશિયારી મારતી હતી નોકરાણી, એક દિવસ રંગેહાથ પકડી જ લીધી

મુકેશ અંબાણીનો હાથ પકડીને સગાઈ માટે પહોંચી ઈશા અંબાણી, પછી પ્રિન્સેસનો હાથ પિતાએ સોંપ્યો આનંદને

X
10-year-old innocent nailed to tree tied to tree|બિહારમાં 10 વર્ષના બાળકને નગ્ન કરીને બાંધ્યો ઝાડના થડ સાથે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી