• Home
  • Dvb
  • Dbv
  • 9 months after marriage, women jumped from the fourth floor of the mall and committed suicide in alwar

અલવર / લગ્નના 9 મહિનામાં જ પરણિતાએ મોલના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી, ઘટના સીસીટીવીમાં કેદ

Divyabhaskar.com

Aug 25, 2019, 05:33 PM IST

રાજસ્થાન: ભિવાડી-અલવર બાયપાસ પાસે આવેલા સ્કાયર મોલના ચોથા માળેથી કૂદીને 24 વર્ષની પરણિતાએ આત્મહત્યા કરી હતી. શનિવાર સવારની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. નીચે પટકાયેલી આ મહિલાને તરત જ ત્યાં હાજર લોકોએ સારવાર માટે દવાખાને ખસેડી હતી. જ્યાં તેને ડોક્ટર્સે મૃત જાહેર કરી હતી. લગ્નના માત્ર નવ મહિનામાં જ આ પરણિતાએ મોતને વહાલું કર્યું હોવાનું પણ બહાર આવ્યું હતું. તેના મૃતદેહને અત્યારે ભિવાડીના સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં જ ત્યાં પહોંચેલી પોલીસે પણ તપાસ હાથ ધરી હતી. જ્યાં તેમના હાથે આ સીસીટીવી લાગ્યા હતા જેના આધારે જ પોલીસે આત્મહત્યાની થિયરી પર તપાસ આદરી છે. તેના પર્સમાંથી મળી આવેલા આધાર કાર્ડના આધારે તેની ઓળખ પૂનમ તરીકે કરવામાં આવી હતી. પોલીસે તેના મોબાઈલથી તેના પરિવારને આ ઘટનાની જાણ કરી હતી. પૂનમના માતાપિતાએ પણ તેમની દિકરીની આત્મહત્યા પાછળ સાસરિયાઓને જવાબદાર ગણાવીને તેમની સામે ફરિયાદ નોંધાવી હતી.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી