• Home
  • Dvb
  • Dbv
  • meet to unique indian cricket team fan 87 year old charulata patel

ક્રિકેટ / 87 વર્ષનાં ગુજરાતી બાએ ટીમ ઇન્ડિયાનો જુસ્સો વધાર્યો, બાંગ્લાદેશ સામેની મેચમાં દુનિયાભરમાં છવાયા

Divyabhaskar.com

Jul 03, 2019, 02:58 PM IST

વીડિયો ડેસ્કઃ બર્મિંઘમના એજબેસ્ટન સ્ટેડિયમાં ભારતે બાંગ્લાદેશને હરાવી સતત ત્રીજીવાર વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ મેચ દરમિયાન ભારતીય ફેન્સમાં ઘણો ઉત્સાહ જોવાં મળ્યો હતો. પણ, 87 વર્ષનાં ચારુલતાબહેન પટેલ મેચ દરમિયાન અને પછી સૌથી વધુ ચર્ચામાં રહ્યાં હતાં. તેઓ વ્હીલ ચેર પર બેસી સ્ટેડિયમમાં મેચ જોવા આવ્યાં હતાં. ભારતીય ટીમનાં દરેક ચોગ્ગા-છગ્ગા પર તેઓ તિરંગો લહેરાવી અને પીપૂડું વગાડી ઉષ્માભેર ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરી રહ્યાં હતાં. તેમનો આટલી ઉંમરે ભારતીય ક્રિકેટ ટીમ માટેનો જુસ્સો જોઈ ક્રિકેટ લાઇવ કરતાં કેમેરામેન પણ વારંવાર ચારુલતાબહેન પર કેમેરો ઝૂમ કરતાં હતાં. ભારતે મેચ જીત્યા પછી કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા પણ હોંશે હોંશે ચારુલતાબહેનને મળવાં પહોંચ્યા અને તેમનાં આશીર્વાદ લીધાં હતાં.

કોણ છે ચારુલતા પટેલ?
ચારુલતાબહેન પટેલ મૂળ ગુજરાતનાં છે અને અત્યારે સાઉથ લંડનમાં રહે છે. તેમનાં માતા-પિતા વર્ષો પહેલાં આફ્રિકા ગયાં હતાં, ચારુલતાબહેનનો જન્મ પણ ત્યાં જ થયો હતો. જો કે, વર્ષ 1975થી ચારુલતાબહેન લંડનમાં રહે છે. તેમનો દીકરો ભારતમાં રહે છે અને તે વ્યવસાયે બિલ્ડર છે. ચારુલતાબહેન થોડાં સમય પહેલાં તેમનાં દીકરાનાં ઘરે ભારત આવ્યાં ત્યારે તેઓ પડી ગયાં હતાં. જેમાં તેમનો પગનો ગોળો ફાટી ગયો હતો. આ સાથે જ ચારુલતાબહેન 12 વર્ષ પહેલાં બાયપાસ સર્જરી કરાવેલી છે અને 8 મહિના પહેલાં જ પેસમેકર પણ મૂકાવ્યું છે. ચારુલતાબહેનને ગણેશજી અને માતાજીમાં ખૂબ જ શ્રદ્ધા છે અને તેઓએ કહ્યું કે, ‘આ વર્લ્ડ કપમાં ભારત જ ચેમ્પિયન બનશે.’

ચારુલતા પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘હું 20 વર્ષની હતી ત્યારથી ક્રિકેટ જોવ છું. મેં 1983નો વર્લ્ડ કપ પણ જોયો છે. તે સમયે હું ટીમ ઇન્ડિયાને તાળીઓ પાડીને સપોર્ટ કરતી હતી. જ્યારે કપિલ દેવે વર્લ્ડ કપની ટ્રોફી લોર્ડ્સના મેદાનમાં ઉઠાવી તે ક્ષણની હું સાક્ષી રહી છું.’

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી