• Home
  • Dvb
  • Dbv
  • 50 Year Old Lihas Trivedi From Ahmedabad Run 300 Km In 50 Hours

ભડવીર / અમદાવાદના 50 વર્ષીય ભડવીર 50 કલાકમાં 300 કિ.મી દોડી રેકૉર્ડ સ્થાપશે

લિહાસ ત્રિવેદી 50 વર્ષે 50 કલાક દોડી લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ લાવવા ઈચ્છે છે.

Divyabhaskar.com

Nov 16, 2019, 08:04 PM IST
વીડિયો ડેસ્કઃ સમાજમાં સ્વાસ્થ્યને લઈ જાગૃતિ આવે તે માટે અમદાવાદના 50 વર્ષીય લિહાસ ત્રિવેદી 50 કલાક દોડશે.તેઓ 275-300 કિ.મી દોડશે તેવો એક અંદાજ છે.રાજપથ ક્લબમાં ખાતે 16 નવેમ્બરથી સવારથી શરૂ થયેલી તેમની આ દોડ 18 નવેમ્બરે પુરી થશે.લિહાસ ત્રિવેદી દોડ પુરી કરી લીમકા બુક ઓફ રેકૉર્ડ સ્થાપિત કરે તેવી આશા છે.કોલેજકાળથી જ સ્પોર્ટસમાં રસ ધરાવતા લિહાસ ત્રિવેદીએ 2003માં પ્રથમ વખત મુંબઈ મેરેથોનમાં ભાગ લીધો હતો.તે પછી તેઓએ ક્યારેય પાછું વળીને જોયું નથી ત્યારે 2012માં સતત 24 કલાક દોડીને 184 કિ.મી અંતર કાપી રેકૉર્ડ સ્થાપ્યો હતો.2015માં અમદાવાદ ખાતે ટ્રેડમિલ પર 25 કલાક દોડીને લીમકા બુક ઓફ રેકૉર્ડમાં સ્થાન મેળવ્યું હતું.1989માં અકસ્માત નડયો ત્યારે ડોકટરે જે માણસને દોડવાની મનાઈ ફરવી હતી તે લિહાસ ત્રિવેદી 50 વર્ષે પણ દોડીને યુવાનોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી