• Home
  • Dvb
  • Dbv
  • 5 year old daughter brutally beaten by mother, know, truth of video going viral in Gujarat, Delhi

નો ફેક ન્યૂઝ / 5  વર્ષની દીકરીને માતાએ નિષ્ઠુરતાથી માર માર્યો, જાણો, ગુજરાત, દિલ્હી કે પાકિસ્તાનના નામે વાઈરલ થનાર વીડિયોનું સત્ય 

Divyabhaskar.com

Nov 18, 2019, 06:13 PM IST

ગુજરાતીમાં એક કહેવત છે કે છોરૂં કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. જો કે, અહીં તો જે દૃશ્ય જોવા મળે છે તે સાવ જ ઉલટું છે. ભલભલાનું કાળજું કંપાવી દે તેવો આ વીડિયો અનેક પ્રકારના દાવાઓ સાથે સોશિયલ મીડિયામાં હલચલ મચાવી રહ્યો છે. જો કે, વાઈરલ થઈ રહેલા આ વીડિયોને લઈને જે જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે તો આ ઘટના કરતાં પણ વધુ આંચકાજનક કહી શકાય તેવા છે. જાણતાં અજાણતાં પણ અનેક લોકો સગી જનેતાના આવા અત્યાચારના વીડિયોને પોતપોતાના રાજ્ય કે શહેરનો બતાવીને દે ધના ધન ફોરવર્ડ કરી રહ્યા છે. વાઈરલ થઈ રહેલા આ વીડિયોની ગુજરાતથી જ વાત કરીએ તો વીડિયોમાં પાપા બચાવો પાપા બચાવોની બૂમો પાડતી આ માસૂમના શબ્દો સાંભળીને અનેક લોકોએ આ ઘટના ગુજરાતની હોવાનું સમજીને તેને શેર પણ કર્યો હતો. જો કે, એવું પણ નહોતું કે માત્ર અહીં જ આ વીડિયોએ સનસની મચાવી હતી. કાળજું કંપી જાય તેવી ઘટનાના આ વીડિયોને દિલ્હી જેવા શહેરનો બતાવીને પણ શેર કરાયો છે. તો જાણી લો રાજ્યની લઈને દેશના ખૂણે ખૂણે વાઈરલ થનાર નિષ્ઠુરતાની બધી હદો વટાવતી માતાના આ વીડિયોનું સત્ય.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી