Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-3589

પાઈલટ બનવાનું સપનું સાકાર ના થતાં કર્યો જુગાડ, લાખેણી નેનો કારમાંથી બનાવી દીધું હેલિકોપ્ટર

  • પ્રકાશન તારીખ13 Aug 2019
  •  

બિહારના મિથિલેશ પ્રસાદ નામના 24 વર્ષીય યુવકે તેના સપનાને જે રીતે મોડિફાઈ કર્યું હતું તે જોઈને હવે તે દેશ-દુનિયામાં ચર્ચાઓમાં આવી ગયો છે. છપરા ગામના આ યુવકનું બાળપણથી સ્વપ્ન હતું કે તે પાઈલટ બને. જો કે, આર્થિક નબળી પરિસ્થિતીના કારણે તેનું આ સપનું સાકાર જ ના થઈ શક્યું. અનેક સમસ્યાઓ હોવા છતાં પણ તેણે પોતાના મજબૂત મનોબળ દ્વારા હેલિકોપ્ટરના પાઈલટ બનવાનું સપનું સાકાર કરી જ લીધું હતું. તેની લાખેણી નેનો કારને જ આ ધૂની યુવકે હેલિકોપ્ટરમાં બદલી નાખી હતી.

તેની કારને અદલોઅદલ હેલિકોપ્ટર જેવી બનાવવામાં તેણે કોઈ પણ જાતની બાંધછોડ કરી નહોતી. લાખ રૂપિયાની આ કારમાં તેણે બીજા સાત લાખનો ખર્ચો કરીને હેલિકોપ્ટર આકાર આપી દીધો છે. જુગાડુ ટેકનોલોજી દ્વારા તેણે તેની ઉપરના બે ફરતા પંખા, પાછળની ભાગમાં ફરતો આડો પંખો અને પાઈલટ સીટમાં જ હોય તેવી દરેક સુવિધા સાથેનું ઈન્ટિરિયર પણ બનાવ્યું છે. રનવે પર ભલે આ હેલિકોપ્ટર ઉડાન ના ભરી શકે પણ જ્યારે તે રોડ પર હંકારતો હંકારતો નીકળે છે ત્યારે આખું ગામ તેની આ કારીગરી જોઈ રહે છે. તેના અનોખા રોડ પર ચાલતા ચોપરની ખ્યાતિ પણ હવે દુનિયાભરમાં પહોંચી ગઈ છે. કારની સાથે પ્રયોગો કરીને બનાવેલા આ ચોપરના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થવા લાગ્યા છે.

x
રદ કરો

કલમ

TOP