• Gujarati News
  • National
  • 24 year old Pragnya Mohan Won The National Championship Again By Completing A Triathlon In 3 Hours And 6 Minutes

24 વર્ષીય પ્રજ્ઞા મોહન 3 કલાક 6 મિનિટમાં ટ્રાયથ્લોન પૂર્ણ કરી ફરીવાર નેશનલ ચેમ્પિયનશિપ જીતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રજ્ઞાએ સ્વિમિંગ, એક્વાથલોન, સાઈકલિંગ અને રનિંગમાં 124 મેડલ જીત્યા છે

અમદાવાદ: 24 વર્ષીય પ્રજ્ઞા મોહન કે જેણે એપ્રિલમાં પોખરા, નેપાળ ખાતે સાઉથ એશિયન ટ્રાયથ્લોન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, તેણે કેરળના ત્રિવેન્દ્રમમાં યોજાયેલી નેશનલ ટ્રાયથ્લોન ચેમ્પિયનશિપમાં વધુ એક ગોલ્ડ જીત્યો છે. આ પ્રયાસ સાથે તે સાઉથ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ક્વોલિફાઈ થઈ છે, જે આ વર્ષના અંતમાં યોજાશે. 

પ્રથમ ટ્રાયથ્લેટ ખેલાડી
મે મહિનામાં તે વર્લ્ડ કપમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન મેળવનારી પ્રથમ ટ્રાયથ્લેટ ખેલાડી બની હતી.  નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન ત્રિવેન્દ્રમમાં કરવામાં આવ્યું હતું, જેમાં તળાવમાં 1.5 કિલોમીટર સ્વિમિંગ બાદ બાદ 43 કિમી. સાયકલિંગ અને 14 કિમી. રનિંગ કરવાનું હતું. સિલ્વર મેડલ વિજેતાથી 7 મિનિટ પહેલાં પૂર્ણ કરવાનો તેમનો સમય 3 કલાક 6 મિનિટનો હતો. ટ્રાયથ્લોનને એક જ રેસમાં સ્વિમિંગ, સાઈકલિંગ અને રનિંગમાં ભાગ લેવા માટેનું અલ્ટીમેટ એન્ડયોરન્સ સપોર્ટ ગણવામાં આવે છે. 

ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં પણ મેડલ જીત્યાં છે
પ્રજ્ઞાએ 2014માં નેશનલ ચેમ્પિયનશિપ જીતી હતી. તેણી કેરળમાં 2015માં યોજાયેલા નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા માટે ગાલા વધી હતી. તેણીએ ઈન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં ઘણાં મેડલ્સ જીતીને ભારતના ધ્વજને સતત ઊંચો રાખ્યો છે. 

એકલવ્ય એવોર્ડ (સિનિયર)ની વિજેતા
પ્રજ્ઞાની કોમ્પિટિટિવ સ્પોર્ટમાં શરૂઆત 8 વર્ષની ઉંમરે થઇ કે જ્યારે તેએ પ્રથમવાર સ્ટેટ સ્વિમિંગ મીટમાં ભાગ લીધો. ત્યારથી તેણી સ્વિમિંગ, એક્વાથલોન, સાઈકલિંગ અને રનિંગમાં 124 સ્ટેટ ચેમ્પિયનશિપ મેડલ જીતી ચૂકી છે. પ્રજ્ઞાએ તેની હાઈસ્કુલના વર્ષ દરમિયાન રનિંગની શરૂઆત કરી અને ત્યારબાદ એક્વાથલોનમાં સબ જુનિયર નેશનલ (સ્વિમિંગ અને રનિંગનું મલ્ટી સ્પોર્ટ)માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ત્યારબાદ તેણીએ સાઈકલિંગનો પણ ઉમેરો કર્યો અને સ્પર્ધાત્મક ટ્રાયથ્લોનમાં ભાગ લેવાનો પ્રારંભ કર્યો. તેમની સિધ્ધિઓને માન્યતા આપતાં, તેને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા 2015માં ટોચનો સ્પોર્ટ એવોર્ડ એકલવ્ય અવોર્ડ (સિનિયર) એનાયત કરાયો હતો. 

સીએની સ્ટુડન્ટ છે
પ્રજ્ઞા 2017માં સીએનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી તે ટ્રાયથ્લોનમાં સંપૂર્ણ વ્યસ્ત રહી. તે વર્ષનો મોટા ભાગનો સમય ઓસ્ટ્રેલિયા કે યુરોપમાં ઇન્ટરનેશનલ લેવલના કોચ સાથે ટ્રેનિંગ લેવામાં અને વિભિન્ન ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવામાં પસાર કરે છે .