Back કથા સરિતા

(પ્રકરણ - 76)
પ્રકરણ-2

જે દિવસે પત્નીને બાળક થવાનું હતું તે જ દિવસે થયું પતિનું મોત, 18 કલાક પછી મૃત દીકરાને આપ્યો જન્મ, ઘરમાંથી એકસાથે ઉઠી બાર-દીકરાની અરથી

  • પ્રકાશન તારીખ30 Oct 2018
  •  
દરેક આંખમાં હતા આંસૂ જ્યારે ઘરમાંથી એકસાથે નીકળી બાપ-દીકરાની અરથી

દરભંગા (બિહાર): શનિવારની રાતે બદમાશો દ્વારા કમ્પાઉન્ડરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. રવિવારે રેયાઝનું શબ પોસ્ટમોર્ટમ પછી જેવું ગામ પહોંચ્યુ તો તેના ઘરે હોબાળો મચી ગયો. તે પછી હૃદયને કંપાવે તેવી ઘટના ઘટી. રેયાઝની પત્નીને બાળક થવાનું હતું. પતિની મોતના સમાચાર સાંભળીને તે બેભાન થઈ ગઈ. લગભગ 18 કલાક પછી તેણે દીકરાને જન્મ આપ્યો. તે પણ મૃત હાલતમાં જ હતો. ઘરેથી એકસાથે બાપ અને દીકરાની અર્થી ઉઠી તો ત્યાં હાજર તમામની આંખોમાં આંસૂ આવી ગયા.

રેયાઝના ભાઈ અસરાર અહમદે જણાવ્યું કે તેમના પિતાનો આઠ વર્ષ પહેલા દેહાંત થયો હતો. તેનો ભાઈ પોતાના બનેવી હોમિયોપેથી ડોક્ટર ઝકીરૂલ્લાહ રહમાનીના ક્લિનિકમાં કમ્પાઉન્ડરનું કામ કરતો હતો. તેણે જણાવ્યું કે રેયાઝના લગ્ન 15 વર્ષ પહેલા યુપીમાં થયા હતા. ઘટનાની જાણ થતાં મૃતકના સંબંધીઓ ઉપરાંત આસપાસના ગામોમાંથી સેંકડો લોકો માતમ માટે તેના ઘરે પહોંચ્યા. આજુબાજુની મહિલાઓ મૃતકના પરિવારજનોને આશ્વાસન આપવામાં લાગી હતી. મુખિયા મહેશ મહતોએ કબીર અંત્યેષ્ટિ હેઠળ પરિવારજનોને ત્રણ હજારની રકમ આપી છે અને 20 હજારનો ચેક આપ્યો છે.

પૂછપરછ માટે ત્રણ લોકોની કરવામાં આવી છે અટકાયત, ગામમાં છે ડરનો માહોલ

- રવિવારે અસ્રની નમાજ પછી રેયાઝ તેમજ તેના નવજાત દીકરાને ગામના જ કબ્રસ્તાનમાં આંસૂભરી આંખો સાથે સુપુર્દ-એ-ખાક (દફનાવવામાં) કરવામાં આવ્યા. ઘટના પછી આખા વિસ્તારમાં ડરનો માહોલ છે.

- બીજી બાજુ મૃતકના બનેવીની ફરિયાદના આધારે સિંહવાડા પોલીસ સ્ટેશનમાં કાંડ સંખ્યા 210/18 નોંધવામાં આવી છે. બનેવીની લેખિત ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે દસ મહિના પહેલા તે જ ગામના મોહમ્મદ સાબિરના પુત્ર અબ્દુલ કાદિર અને એક યુવતી વચ્ચે પ્રેમપ્રસંગ ચાલી રહ્યો હતો, જેની જાણકારી થવા પર પરિવારજનોએ પંચાયત બોલાવી.
- જેમાં પંચોએ પ્રેમી પર એક લાખનો દંડ કરી દીધો. આ દરમિયાન પાંચ મહિના પહેલા તે યુવતીના લગ્ન ગામના જ મોહમ્મદ શોએબના પુત્ર દાનિશ સાથે થઈ ગયા. લગ્નના થોડાક જ દિવસો પછી યુવતી પોતાના પૂર્વ પ્રેમી સાથે ફરાર થઈ ગઈ.
- યુવતીના પિતાએ ફરી પંચાયત બોલાવી. જેમાં છોકરીએ પોતાના પ્રેમીની સાથે જ રહેવાની વાત કરી. ત્યારબાદ તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા. ગામના જ પંચ દ્વારા પંચાયતની અધ્યક્ષતા કરવામાં આવી હતી. તેમના દ્વારા જ યુવતીના પ્રેમી પર એક લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો.
- આ નિર્ણયનો ઝકીરૂલ્લાહે વિરોધ કર્યો જે તેમને ગમ્યું નહીં. ફરિયાદ કરનારે દાવો કર્યો છે કે એ જ વાતનું વેર ઘોળીને તેમણે કોઈ અજાણી વ્યક્તિને મોકલીને મારી હત્યા કરાવવાનું ઇચ્છ્યું, પરંતુ સંજોગવશાત્ બદમાશે ઝકીરૂલ્લાહની જગ્યાએ તેમના સાળા રેયાઝને ગોળી મારી દીધી. પોલીસ સ્ટેશનના અધ્યક્ષ સત્યપ્રકાશ ઝાએ જણાવ્યું કે પૂછપરછ માટે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ ઘણા એંગલથી તપાસ કરી રહી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP