ક્રાઇમ સિક્રેટ / કુહાડીથી માથું વાઢી ધડના બે ટુકડા કરીને દાટી દીધા

With a scrape of the head, the two pieces of the torso were clipped

જહાંગીર કાળ કોટડીમાં બંધ હતો. ઈન્સ્પેકટર નરેન્દ્ર સહિત બીજા બે કોન્સ્ટેબલ હાથમાં ચમકતા ડંડા લઈને અંદર આવ્યા

રાજ ભાસ્કર

May 08, 2019, 04:18 PM IST

(ગતાંકથી ચાલુ)
ઉત્તર
પ્રદેશના રામપુર મહોલ્લામાં રહેતા શાહનવાજ અને ગઝાલા ખાનની બેટી પાયલ ઉર્ફે જૈનબ એક દિવસ ગાયબ થઈ જાય છે. ગઝાલાનો ભાઈ માહિતી આપે છે કે બે વર્ષ પહેલાં જહાંગીર નામના એક માથા ફરેલ સાથે પાયલની મંગની થઈ હતી. પછી બે મહિના પહેલાં જહાંગીરને બીજી પૈસાદાર છોકરી મળી જતાં એણે સગાઈ તોડી નાંખી હતી. કદાચ એણે જ પાયલનું અપહરણ કર્યુ હશે.
ઉપરાંત પોલીસને પાયલની કોલ ડિટેઈલમાંથી એક નંબર મળે છે. જે ઈમરાનના નામે રજિસ્ટર્ડ હોય છે. શાહનવાજ ખાન શહેરનું ખૂબ મોટુ માથુ હોય છે. આથી ખુદ એડીજી પ્રેમપ્રકાશ અને રામપુરના એસ.પી શિવહરિ મીણા પોલીસને ઝડપી કાર્યવાહીની સુચના આપે છે. ઈન્સ્પેકટર નરેન્દ્ર ત્યાગી ઈમરોજના પરીવારવાળાને દબોચી લે છે. એ જોઈને ઈમરોજ એક દિવસ સરન્ડર કરે છે અને માહિતી આપે છે કે, ‘જહાંગીરના કહેવા પર એણે જ પાયલને ફોન કરી મળવા બોલાવી હતી. પણ એણે પાયલને જહાંગીરના ફાર્મ હાઉસ પર ઉતારી પછી એનું શું થયું એ એને ખબર નથી.’ ઈમરોજ વધારાની માહિતી આપે છે કે, ‘આ ઘટનામાં જહાંગીરનો એક મિત્ર પ્રભજીત પણ સામેલ છે. એ પાયલને ફાર્મ હાઉસ પર મુકવા ગયો ત્યારે એ પણ ત્યાં હતો.’
અપહરણમાં સાથ આપવાના ગુનામાં પોલીસ ઈમરોજને જેલમાં મોકલી દે છે અને પ્રભજીત અને જહાંગીરને પકડવા માટે કમર કસે છે.
પોલીસની એક ટૂકડી કોસી નદી પાસે આવેલા જહાંગીરના ફાર્મ હાઉસ પર પહોંચે છે. પણ સ્વાભાવિક જ ત્યાં કોઈ હોતું નથી. જહાંગીરના પિતા તાહીર ખાન પર પણ પોલીસની ઘણા દિવસથી નજર હોય છે પણ ત્યાંથી પણ કોઈ કડી મળતી નથી. દરમિયાન પોલીસે આ કેસના બીજા આરોપી પ્રભજીતનો મોબાઈલ નંબર શોધીને એને ટ્રેસ પર નાંખી લોકેશનને આધારે પોલીસે એને બે જ દિવસમાં એક ચીલા ચાલુ હોટેલના કમરામાંથી પકડી પાડ્યો.
પોલીસ સ્ટેશને લાવીને પ્રભજીતના હાડકા ખોખરાં કરી નાંખ્યા. એણે પણ કબુલ્યુ કે, ‘ઈમરોજ, પાયલને લઈને આવ્યો ત્યારે એ ત્યાં જ હતો. પછી જહાંગીરે મને કહ્યું કે એને પાયલ સાથે અંગત વાત કરવી છે. એટલે હું પણ ત્યાંથી ચાલ્યો ગયો. આ સિવાય હું કશું જ જાણતો નથી.’
ઈમરોજ અને પ્રભજીત બંને આ એકનું એક જ વાક્ય રટી રહ્યાં હતા. પોલીસને લાગ્યુ એમની ધરપકડથી જોઈએ તેવો સુરાગ પ્રાપ્ત ના થયો. ઈમરોજ અને પ્રભજીતે પોલીસને અધૂરી માહિતી જ આપી હતી. પણ છુપાઈને બેઠેલાં જહાંગીરને લાગ્યુ ઈમરોજ અને પ્રભજીતે પોલીસને બધી જ હકીકત જણાવી દીધી હશે. એ ડરી ગયો હતો. જહાંગીર પર બીજો પણ એક કેસ ચાલતો હતો. એની કોર્ટની તારીખ નજીકમાં જ હતી. જહાંગીરે વિચાર્યુ કે જો હું એ કેસમાં કોર્ટમાં હાજર થઈ જાઉં અને મને જેલ થઈ જાય તો પાયલના કેસમાં મને કશું નહીં થાય. આવી અધુરી સમજથી એ ૧૪ નવેમ્બર- ૨૦૧૮ના રોજ અદાલતમાં હાજર થઈ ગયો. એ કેસમાં એને જેલમાં પણ મોકલી આપવામાં આવ્યો.
ગંજ પોલીસને આ વાતની ખબર પડતાં તેમણે ૨૨મી નવેમ્બર - ૨૦૧૮ના રોજ અદાલતમાં અરજી કરીને પાયલ કેસના આરોપી જહાંગીરના રિમાન્ડ માંગ્યા. ઉપરાંત પાયલના પરીવારે પણ બે દિવસ અદાલતની બહાર ધરણા કરીને માંગ કરી કે પાયલ કેસના આરોપીને જલ્દીથી રીમાન્ડ માટે સોંપવામાં આવે. બીજા જ દિવસે અદાલતે એને ૨૫મી નવેમ્બરથી ચાર દિવસના રીમાન્ડ માટે મોકલવાનો આદેશ આપ્યો.
ઘણા દિવસોથી નાસતો ફરતો આરોપી અત્યારે પોલીસની કસ્ટડીમાં હતો. ઈન્સ્પેકટર નરેન્દ્ર ત્યાગીએ પહેલો જ સવાલ કર્યો, ‘પાયલ કયાં છે જહાંગીર ?’
‘સર, મેં એને અજમેરમાં એક જગાએ છુપાવી રાખી છે.’
એ જ દિવસે પોલીસ ટીમ જહાંગીરને લઈને અજમેર ગઈ. જહાંગીર સૌને એક ખાલી કિલ્લા પર લઈ ગયો અને કહ્યું, ‘સર, મેં પાયલને અહીં જ બાંધીને રાખી હતી. લાગે છે કે એ ભાગી ગઈ છે. આમા મારો કોઈ વાંક નથી.’ પણ એ કિલ્લા પાસે કોઈને બાંધી રખાયાના કે અવર-જવરના કોઈ નિશાન નહોતા. પોલીસ સમજી ગઈ કે જહાંગીર ઉલ્લુ બનાવી રહ્યો છે. એટલે તેઓ ચુપચાપ પાછા રામપુર આવી ગયા.
રાતનો સમય હતો. જહાંગીર એક કાળ કોટડીમાં બંધ હતો. ઈન્સ્પેકટર નરેન્દ્ર ત્યાગી સહિત બીજા બે કોન્સ્ટેબલો હાથમાં ચમકતા ડંડા લઈને અંદર આવ્યા. ઈન્સ્પેકટર ખૂબ ગુસ્સે હતા. એમણે કહ્યું, ‘જહાંગીર, બેટા! તેં અમને બહું ઉલ્લુ બનાવ્યા. આ કેસમાં અમારા પર માછલા ધોવાઈ રહ્યાં છે. હવે તું એક શબ્દ પણ ખોટો બોલીશ તો યાદ રાખજે હાથ - પગ ભાંગી નાંખીશ. એટલું જ નહીં તારા અમ્મી-અબ્બુની ધરપકડના વોરંટ પણ ઈસ્યુ થઈ ગયા છે. સાંભળ્યુ છે કે તું અમ્મી-અબ્બુને ખૂબ મહોબ્બત કરે છે. એમને તારી સામે, અહીં જ લાવીને રીમાન્ડ લેવાનો છું અને રિમાન્ડમાં શું હોય એ તો તું જાણે જ છે.’
ઈન્સ્પેકટર ત્યાગીનો અવાજ અને કડપ જોઈ જહાંગીરના છક્કા છૂટી ગયા. એ થથરી ગયો. આખરે એણે કહ્યું, ‘સર, મને મારશો નહીં અને મારા અમ્મી-અબ્બુને જેલમાં ના લાવશો પ્લીઝ ! બધું જ સાચે સાચું કહી દઉં છું.’
‘જલ્દી બોલવા માંડ. જો એક શબ્દ પણ ખોટો હશે તો એક એક અંગ તૂટશે યાદ રાખજે.’
અને જહાંગીર નીચી મુંડી કરી બોલવા માંડ્યો, ‘સર, સાચી વાત એ છે કે મેં પૈસા માટે જ પાયલ સાથે મંગની કરી હતી. પણ મને એના કરતાં પણ વધારે પૈસાદાર યુવતી મળતા મેં એની સાથેનો સંબંધ તોડી નાંખ્યો. પણ પાયલ મારો પીછો જ નહોતી છોડતી. મારી બીજી મંગની રામનગરની એક પૈસાદાર યુવતી જ્હાનવી સાથે થઈ હતી. એક દિવસ પાયલ એની પાસે પહોંચી ગઈ અને મારા વિશે એલફેલ બોલવા માંડી. હું એક નંબરનો લાલચુ છું, મારા અનેક છોકરીઓ સાથે લફરા છે અને મેં પાયલ સાથેની મંગની તોડ્યા વિના જ જ્હાનવી સાથે મંગની કરી છે એવી અનેક વાતો એણે જ્હાનવીના પરીવારવાળાને કહી. અમારી મંગનીના ફોટા પણ બતાવ્યા અને જ્હાનવીના પરીવારવાળાને ભડકાવ્યા. આથી એ લોકોએ મારી સાથેની મંગની તોડી નાંખી.
મને ખૂબ ગુસ્સો ચડ્યો. મને વિશ્વાસ થઈ ગયો કે જ્યાં સુધી પાયલ મને નહીં છોડે ત્યાં સુધી હું આમ જ હેરાન થતો રહીશ. આથી પહેલી નવેમ્બરે- ૨૦૧૮ના દિવસે મેં ઈમરોજ દ્વારા ફોન કરી પાયલને ફાર્મ હાઉસ બોલાવી. ત્યાં એને ખૂબ સમજાવી પણ એ મને છોડવા તૈયાર નહોતી. એ જીદ કરી રહી હતી કે હું ફકત એની સાથે જ શાદી કરું. આથી મેં એનું ગળુ દબાવી એને મારી નાંખી. એ પછી મારા દોસ્ત ઈમરોજ, પ્રભજીત અને મારા નોકર નિસાર સાથે મળીને એનો નિકાલ કરી દીધો.
અમે સાથે મળીને પહેલાં પાયલનું માથું કુહાડી વડે વાઢી નાખ્યું અને પછી એના ધડના પણ બે જુદા જુદા ટુકડા કરી દીધા. એ પછી અમે ચારેએ ભેગા મળીને પાયલના શરીરના ટૂકડા કોસી નદીના કિનારે ખાડો ખોદીને દાટી દીધા. પછી મેં મારા અબ્બુને પણ આ સમાચાર આપી દીધા. અને પોત પોતાનો મોબાઈલ બંદ કરી અલગ અલગ સ્થળે છુપાઈ ગયા.’
પાયલની હત્યા થઈ ચુકી હતી એ જાણીને ઈન્સ્પેક્ટર નરેન્દ્ર ત્યાગીનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો. એમણે ફરી જહાંગીર, ઈમરોજ અને પ્રભજીતને બરાબર મેથીપાક ચખાડ્યો અને નિસારની ધરપકડ કરી.
પાયલના પરીવારને અને શહેરને આ સમાચાર મળ્યા ત્યારે હાહાકાર મચી ગયો. પોલીસ સાથે ઘટનાસ્થળ પર શાહનવાજ ખાન અને પાયલનો ભાઈ રાહિલ પણ ગયા. ત્યાં જહાંગીરે બતાવેલા સ્થાને ખાડા ખોદી પાયલના કોહવાઈ ગયેલા શરીરના ટૂકડાં એકઠાં કર્યા અને ફાર્મ હાઉસમાંથી શરીર કાપવામાં વપરાયેલી કુહાડી અને પાવડો પણ કબજે કરાયો. એ પછી પાયલના શરીરના ટૂકડાંને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા. પોસ્ટમોર્ટમ સ્થળે એ દિવસે ભારે ભીડ જમા થઈ હતી. સપાના નેતા અને પૂર્વ મંત્રી મોહમ્મદ આઝમ ખાન પણ પાયલના પરીવારને સાંત્વના આપવા માટે આવ્યા હતા. એ ઉપરાંત અનેક રાજકારણીઓ, મીડિયા અને ઉધોગપતિઓ હાજર હતા. પાયલે ખોટા માણસમાં વિશ્વાસ મુક્યો અને એની ફિતરત ખબર પડી ગયા પછી પણ એની સાથે જ પરણવાની જીદ કરી એ જ એના મોતનું કારણ બન્યુ. પાયલનો આ કિસ્સો આપણને સતર્ક કરે છે કે, ખોટી જીદ ક્યારેક જીવલેણ ક્રાઈમને જન્મ આપતી હોય.{સમાપ્ત[email protected]

X
With a scrape of the head, the two pieces of the torso were clipped

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી