જાણવું જરૂરી છે / તમે સારા જાતીય જીવન માટે શું સલાહ આપો?

What advice do you give for a good sexual life?

ડૉ. પારસ શાહ

May 16, 2019, 05:40 PM IST

સમસ્યા: હું 24 વર્ષનો યુવક છે. આવતા મહિના મારાં લગ્ન છે. છોકરી મારા શહેરની જ છે તેમજ ભણેલી અને સુંદર છે. અમે બંને આપસમાં એકબીજા સાથે ચર્ચા કરીને આ પત્ર લખી રહ્યાં છીએ. અમારા જેવાં યુગલોને સારા જાતીય જીવન જીવવા માટે તમે શું સલાહ આપો છો? જવાબ જરા જલદી આપવા વિનંતી જેથી આ લગ્નગાળાની મોસમમાં અમારા જેવાં યુગલો ગેરમાર્ગે ન દોરાય અને કહેવાતા સેક્સોલોજિસ્ટોથી બચાવ થાય.
ઉકેલ: તમારા સંબંધોની શરૂઆત તમે કેવી રીતે કરો છો તેના ઉપર સમગ્ર દાંપત્યજીવનની મધુરતાનો આધાર હોય છે. પ્રથમ તો જાતીય જ્ઞાન હોવું જોઈએ. દબાણ હેઠળ જાતીય સંબંધ ન બાંધવો કે પ્રતિભાવ ન આપવો જોઇએ. તમે ગમે તેટલી કોમોત્તેજના અનુભવતા હો તોપણ ધીરજ, ગંભીરતા અને કોમળતાથી વર્તન કરવું ખૂબ જ જરૂરી છે. તમારી અને તમારા સાથીદારની દેહરચનાથી પૂરેપૂરા પરિચિત થવું અનિવાર્ય છે. સુખી સેક્સલાઇફ માટે પતિ-પત્ની વચ્ચે વાતચીતનો પણ અનેરો મહિમા હોય છે. બંનેએ એકમેકની જાતીય જરૂરિયાતો અંગે પરસ્પરને માહિતગાર કરવા જોઇએ. પરસ્પરને એકબીજાના ગમા-અણગમા જણાવો. સમાગમની સફળતાનો આધાર સમાગમ પૂર્વેના પ્રેમાલાપ અને પૂર્વક્રીડા પર હોય છે. પૂરતા પ્રમાણમાં પૂર્વક્રીડા અરસપરસના સંતોષ માટે ખૂબ જ જરૂરી છે. દાંપત્યજીવનને જો ખરેખર સુખી બનાવવું હોય તો તેમાં વૈવિધ્યતા ખાસ અગત્યની છે. યાદ રાખો, થાક, ઉજાગરો, મનોવ્યગ્રતા, મતભેદ, સ્થળસંકોચ, પ્રેગ્નન્સીની ચિંતા વગેરે સંજોગોમાં જો સેક્સ્યુઅલ પરફોર્મન્સ બગડે તો તેનાથી ગભરાઇ જવાની જરૂર નથી. અલ્પકાળ માટે આવી તકલીફ ગમે તે વ્યક્તિને થઇ શકે છે. ગાંજો, ચરસ અથવા દારૂથી સંભોગનો સમય વધારી શકાતો નથી. આ બદીઓની અસરમાં એક ક્ષણ એક મિનિટ જેટલી લાંબી લાગે છે. આથી સમાગમ દીર્ધ થઇ શક્યાની કેવળ ભ્રાંતિ જ થાય છે. સમજદાર અને પ્રેમાળ ‘સેક્સ પાર્ટનર’ એ જગતનું એકમાત્ર અને સર્વોત્તમ સેક્સ ટોનિક છે અને છેલ્લી વાત, મિત્રો કે બહેનપણીઓના અનુભવ સાંભળીને એને તમારા અનુભવો સાથે સરખાવો નહીં, મિત્રો કે સખીઓ ક્યારેક અર્ધસત્ય બોલે છે તો ક્યારેક અતિશયોક્તિ કરે છે.
સમસ્યા: મારી ઉંમર 44 વર્ષની છે. મારી જાતીય જિંદગી ખૂબ જ સારી કહી શકાય તેમ છે, પરંતુ મને છેલ્લા ત્રણ મહિનાથી ડાયાબિટીસનું નિદાન થયું છે. આમ તો મને ડાયાબિટીસ વારસાગત છે. મને ખબર છે ડાયાબિટીસના દર્દીઓને નપુંસકતા આવતી હોય છે. તો મારે માત્ર એ જ જાણવું છે કે મારું જાતીય જીવન ન બગડે માટે શી કાળજી લેવી જોઇએ?
ઉકેલ: ઇન્દ્રિયમાં નપુંસકતા આવવા માટે ડાયાબિટીસ એક ખૂબ જ મોટું કારણ છે. ડાયાબિટીસ નહીં ધરાવનાર પુરુષોની સરખામણીએ જોઇએ તો ડાયાબિટીસ ધરાવનાર પુરુષોને નપુંસકતા આવવાની શક્યતા ત્રણ ગણી વધુ રહેલી છે. સેક્સમાં સમસ્યાનો અનુભવ માત્ર પુરુષોને જ થાય તે સત્ય નથી. ડાયાબિટીસને કારણે મહિલાઓના જાતીય જીવનમાં પણ તકલીફ ઉદ્્ભવી શકે છે. ડાયાબિટીસ નહીં, પરંતુ લોહીમાં સુગરના અનિયંત્રિત પ્રમાણને કારણે પુરુષો અને સ્ત્રીઓમાં જાતીય સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. આનો મતલબ એ થયો કે ડાયાબિટીસને જો કાબૂમાં રાખવામાં આવે, કંટ્રોલમાં રાખવામાં આવે તો સેક્સમાં તકલીફ થવાની શક્યતા પચાસ ટકા કરતાં પણ ઓછી થઇ જાય છે. હવે ડાયાબિટીસને કાબૂમાં કેવી રીતે રાખવો? ડાયાબિટીસને કાબૂમાં રાખવો કોઇ અશક્ય વસ્તુ નથી. તમે તેને મિત્ર તરીકે રાખવો કે દુશ્મનની જેમ રાખવો એ તમારા હાથમાં છે. મિત્ર બનાવવા કાંઇ જ ખાસ કરવાનું નથી. સૌ પ્રથમ તો નિયમિત દવા લો. ખાવામાં ચરી પાળો. અને નિયમિત એક પણ દિવસ પાડ્યા વગર દરરોજ પિસ્તાલીસ મિનિટ ચાલવાનું રાખો. જો આ ત્રણેય વસ્તુ નિયમિત કરશો તો ડાયાબિટીસ તમારા શરીરમાં મિત્રની જેમ રહેશે અને ત્રણમાંથી એક પણ વસ્તુની આળસ કરી તો તે તમારો દુશ્મન અને જો દુશ્મન થશે તો તમારા આખા શરીરને નુકસાન કરી શકે છે.
[email protected]

X
What advice do you give for a good sexual life?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી