તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Vidhan Sabha Speaker Rajendra Trivedi Compared Premal Modi To Narendra Modi

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રેમલ મોદીની સરખામણી નરેન્દ્ર મોદી સાથે કરતાં ભાજપમાં ભડકો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના જ લોકપ્રતિનિધિઓને હરાવવા રાજેન્દ્ર ત્રિવેદીએ હાકલ કરી 
  • કાર્યક્રમમાં સ્થાનિક કાઉન્સિલરો ચંદ્રકાંત ઠક્કર અને વિજય પવારની બાદબાકી
  • ફેસબુક લાઈવ બંધ કરાવી રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેરમાં શું વાતો કરી?  

વડોદરા: ગત રવિવારે લાડવાડા ખાતે આયોજિત જાહેર કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સ્થાનિક ભાજપી કાઉન્સિલરોના વિરોધમાં કરેલાં નિવેદનો તેમજ હિન્દુ વિસ્તારના મકાનો ખાલી કરાવવા 17 લાખ લેવા સહિત કેસમાં સંડોવાયેલા પ્રેમલ મોદીની સરખામણી નરેન્દ્ર મોદી સાથે કરતાં ભાજપ મોરચે ભડકો થયો હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનિય છે કે જાહેર કાર્યક્રમના FB લાઈવ વિડીયો રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબના પેજ પર જોવા મળે છે.

ચૂંટણી વોર્ડ 14માં આવતાં લાડવાડા વિસ્તારમાં વરસાદી ગટર તેમજ પીવાના પાણી સમસ્યાઓ હોવા અંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા વિવિધ ગ્રાન્ટમાંથી પાણીની લાઈન નાખવાનું કામ 12,98,000 અને ડ્રેનેજ લાઈન નાંખવાનું કામ 14,67,400માં ફાળવ્યું હતું. જેના ઉપલક્ષમાં ગત રવિવારે તા. 2 જૂનના રોજ રાત્રે 8 વાગે લાડવાડા વિસ્તારમાં જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંગેના હોર્ડિંગમાં સ્થાનિક ભાજપી કાઉન્સિલર ચંદ્રકાંત ઠક્કર અને વિજય પવારની બાદબાકી કરાઈ હોવાનું જાણવા મળે છે. 

કાર્યક્રમમાં સંબોધન કરતાં રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સવારે ગણેશનગર ખાતે પ્રેમલભાઈએ આયોજન ગોઠવી નાંખ્યું, અમારા માટે નરેન્દ્ર મોદી હવે અત્યારે અહીંયા પ્રેમલ મોદી છે. વિધાનસભાના અધ્યક્ષના આ નિવેદનને પગલે ભાજપા કાર્યકરોમાં નારાજગી વ્યાપી હોવાનું જાણવા મળે છે. પ્રેમલ મોદી સામે હિન્દુ વિસ્તારના મકાનો ખાલી કરાવવા 17 લાખ લેવા સહિતના કેસ ચાલે છે. ત્યારે આવા ગુનાઈત ભૂતકાળ ધરાવતાં કાર્યકરની નરેન્દ્ર મોદી સાથે સરખામણી કરી રાજેન્દ્ર ત્રિવેદીએ ભાજપા કાર્યકરોને નારાજ કર્યા છે. 

આ કાર્યક્રમનું રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબ નામના ફેસબુક પેજ પર કરવામાં આવ્યું છે. જેમાં પહેલો વિડીયો રાત્રે 8.36 વાગ્યે શરૂ થયો છે. અને લગભગ 21 મીનીટનો લાઈવ વિડીયો પૂરો થયા બાદ તરત જ રાત્રે 8. 57 વાગ્યે બીજો લાઈવ વિડીયો શરૂ થયો છે. જે અંદાજે  6.30 મીનીટનો છે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી લાઈવ વિડીયો બંધ કરવાની સૂચના આપે છે તેથી બંધ કરવામાં આવ્યો છે. અને ત્યારબાદ રાત્રે 9.13 વાગ્યે ત્રીજો લાઈવ વિડીયો શરૂ થાય છે. 1.47 મીનીટના આ વિડીયોમાં રાજેન્દ્ર ત્રિવેદી કહે છે કે ‘નક્કામા માણસોના બાકડાં લોકો મુકી જતાં હશે. આ મકાન ગેરકાયદે છે એમ કહી નાણાં પડાવે છે, હેરાન કરવા વોર્ડ ઓફિસના માણસોને મોકલે. ટાઉન પ્લાનિંગના લોકોને મોકલે... જરૂર છે આવા પ્રતિનિધિઓને હરાવવાની.’ 

રાજેન્દ્ર ત્રિવેદીએ 9.03 થી 9.13 વાગ્યા દરમિયાનની 10 મીનીટમાં લાઈવ વિડીયો બંધ કરાવીને જાહેરમાં શું વાતો કરી? તે અંગે ભાત ભાતની ચર્ચાઓ થઈ રહી છે. તેમાં સ્થાનિક ભાજપી કાઉન્સિલરોની બુરાઈ કરી હોવાની ચર્ચા પણ છે જોકે, આ અંગે કોઈ પુષ્ટી થતી નથી. એકંદરે, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવેદનોને પગલે ભાજપામાં છુપો રોષ વ્યાપ્યો હોવાનું જાણવા મળે છે.
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser