જાણવું જરૂરી છે / ઇન્દ્રિયમાં બિલકુલ ઉત્થાન થતું નથી

There is no erection in the body

ડૉ. પારસ શાહ

May 02, 2019, 02:43 PM IST

સમસ્યા: મારી ઉંમર 25 વર્ષની છે. મારાં લગ્નને 6 મહિના થયા છે. લગ્ન પછીના બે મહિના અમે બરાબર સેક્સ માણ્યું હતું. પછી એકાદ મહિનો અમે એકબીજાથી દૂર રહ્યા હતા. પછી આ સમસ્યા સર્જાઈ છે. અત્યારે મારી ઇન્દ્રિયમાં બિલકુલ ઉત્થાન થતું નથી. જો ભૂલેચૂકે પણ ઉત્થાન થાય તો તરત જ સ્ખલન થઈ જાય છે. ફેમિલી ડોક્ટરે મને દેશી વાયેગ્રા 50 મિલીની આપેલી છે. શરૂઆતમાં આ ગોળી પણ અસર કરતી નથી. સેક્સ પાવરની ગોળી વધુુ લેવાથી પુરુષ નપુંસક થઈ જાય? મારા એક ડોક્ટરમિત્રનું કહેવું છે કે આ ગોળીઓના સેવનથી પત્નીને ગર્ભ રહેવામાં મુશ્કેલી પડતી હોય છે. તેણે મને દવા લેવાની ના પાડી છે. તો શું હવે મને બાળક રહેશે કે નહીં? મારાં પત્નીને માસિક મોડંુ આવે છે.
ઉકેલ: જો કોઈ પુરુષને આજે, કાલે કે છેલ્લા ત્રણ મહિનામાં, જાગતા, સૂતા કે કોઈપણ અવસ્થામાં એક પણ વાર ઇન્દ્રિયમાં પૂરું ઉત્થાન આવે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બે-ચાર વારની ઇન્દ્રિયમાં ઉત્થાનની નિષ્ફળતાને કાયમી નપુંસકતા જેવી ગંભીર બીમારી ગણી લેવી ન જોઈએ. કેટલાક નવપરિણીત યુગલોમાં જરૂરી સ્પર્શના અભાવને કારણે ઇન્દ્રિયમાં ઉત્થાનની તકલીફ ઊભી થઈ શકે છે. યુગલોમાં મુક્ત વાતચીતનો અભાવ, સંકોચ વગેરેને કારણે તેઓ સંપૂર્ણપણે વસ્ત્રરહિત થવાનું તો ક્યારેક સીધો ઇન્દ્રિય સ્પર્શ કરવાનું ટાળે છે. જે ટેવ જો લાંબા ગાળાની બને તો ઉત્થાનમાં મુશ્કેલી જન્માવી શકે છે. મોટાભાગના પુરુષો તેમના જીવનમાં ક્યારેક તો ઉત્થાનમાં મુશ્કેલી અનુભવતા જ હોય છે, પણ એ પ્રશ્નો અલ્પજીવી હોય છે. જેઓ આવા ક્ષણિક પ્રશ્નને સાહજિકતાથી સ્વીકારી લે છે, તેઓને બહુ ગંભીર તકલીફ થતી નથી, પણ જેઓ ‘આવનારી નપુંસકતા’ના ભયથી પોતાના મનને વિક્ષુબ્ધ કરી નાખે છે, તેઓને તેમના ભયને કારણે જ એ તકલીફ લાંબી ચાલે છે. ઉત્થાન થશે કે નહીં થાય? નહીં થાય તો પત્ની મારા માટે શું વિચારશે? આ ડરના કારણે પુરુષ સેક્સથી દૂર ભાગે છે. લાંબા સમયે સમાગમ કરે ત્યારે શીઘ્રસ્ખલન થઈ જતું હોય છે. નપુંસકતા માટે વાયેગ્રા સિવાયની પણ બીજી હાનિરહિત દવાઓ હવે ઉપલબ્ધ છે. તમારા ડોક્ટરમિત્રની વાત એકદમ સાચી છે. દેશી કે વિદેશી વાયગ્રાના સેવન બાદ શુક્રાણુના મોર્ફોલોજીમાં ફેરફાર જોવા મળેલ છે. જેનાથી ભવિષ્યમાં પિતા બનવામાં મુશ્કેલી જરૂર થઈ શકે છે. વિદેશમાં કોઈપણ દવાની આડઅસર થાય તો એના માટે ડોક્ટર જવાબદાર ગણાય છે. જ્યારે આપણે ત્યાં દર્દીને થતી આડઅસર વિશે ભાગ્યે જ કોઈ વિચારે છે. જો આડઅસર વિશે ડોક્ટરને જવાબદાર ગણવામાં આવે તો જ ડોક્ટર સંપૂર્ણ જાણકારી વગર આવી દવાની સલાહ આપતા તેઓ અટકશે અથવા દવા દર્દીને આપતા પૂરતી તપાસ કરશે. જે સ્ત્રીઓમાં માસિક નિયમિત હોય તેમનામાં માસિકના બારમા દિવસથી અઢારમા દિવસે સ્ત્રીબીજ સામાન્ય રીતે છૂટંુ પડતું હોય છે. માટે આ દિવસોમાં ગર્ભનિરોધકના પ્રયોગ વગર સંબંધ રાખવામાં આવે તો બાળક રહેવાની શક્યતા વધી જતી હોય છે. માસિક મોડું આવે છે તે માટે તેમના સ્ત્રીરોગ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
સમસ્યા: મારી ઉંમર 19 વર્ષની છે. હું અઠવાડિયામાં બે-ત્રણવાર હસ્તમૈથુન કરું છું. મને ખૂબ આનંદ આવે છે. વીર્યસ્ખલનમાં સફેદ ચોખા જેવા દાણા વીર્યમાં હોય છે.
ઉકેલ: વીર્યની લેબોરેટરી તપાસ કરાવવી જોઈએ. જો તેમાં ચેપ, લોહી, પરુના પુરાવા મળે તો તેનો ઇલાજ શક્ય છે ને તે કરાવી લેવો જોઈએ. જો સારવાર ન કરાવવામાં આવે તો પિતા બનવામાં તકલીફ થઈશકે છે.

સમસ્યા: હસ્તમૈથુનની કુટેવથી મારી ઇન્દ્રિય ટૂંકી થઈ ગયેલી છે. નસો ઢીલી પડી ગયેલી છે. મેં આ માટે ઘણી દવાઓ કરાવેલી છે, પણ કંઈ ફરક પડતો નથી. છાપામાં આવતી જાહેરાત મુજબ તેલ-ટીકડીઓ-જાપાની યંત્રો વગેરે પાછળ ખૂબ જ પૈસા ખર્ચ કરેલ છે, પણ કોઈ જ ફરક પડ્યો નથી. હું ગામડાનો યુવક છું. ત્યાં મારે ક્યાં ડોક્ટરને મળવું અને ક્યાં મળી શકાય તે જણાવવા વિનંતી છે.
ઉકેલ: હસ્તમૈથુન એક આદત છે, બીમારી નહીં. આપણે આની ચર્ચા ઘણીવાર કરી ચૂક્યા છીએ કે હસ્તમૈથુનથી કોઈ જ કમજોરી, નબળાઈ કે નપુંસકતા આવતી નથી. હસ્તમૈથુન કરવા કે ન કરવાથી ઇન્દ્રિયની લંબાઈમાં કોઈ જ ફરક પડતો નથી. આ માત્ર આપનો ભ્રમ છે. ઇન્દ્રિયમાં નસ ઢીલી પડવા જેવું કાંઈ હોતું નથી. ઇન્દ્રિયમાં માત્ર ખાલી જગ્યાઓ જ હોય છે. જેમાં લોહીનો ભરાવો થવાથી ઇન્દ્રિયમાં કડકાઈ આવે છે અને પુરુષ સમાગમ કરવા કાબેલ બને છે. આમાં નસ ક્યાંથી આવી? બાકી કોઈ તેલ-ટીકડી કે દેશી-વિદેશી યંત્ર-મંત્રથી ઇન્દ્રિયની લંબાઈમાં ફેર ન પડે. ફરક માત્ર આપના ખિસ્સા ઉપર જ પડે.
[email protected]

X
There is no erection in the body

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી