ક્રાઇમ સિક્રેટ / માસૂમ આકાશની પથ્થરો સાથે બાંધેલી લાશ નાળામાંથી મળી

Masum found a body with sky-high stones found in the nullah

એણે તરત જ પાડોશમાં રહેતાં ઘરોમાં તપાસ કરી, પણ આકાશ ક્યાંય મળ્યો નહીં. રાની અને તેની દીકરી હાંફળાંફાંફળાં જેઠના ઘરે પહોંચ્યાં

રાજ ભાસ્કર

May 16, 2019, 05:16 PM IST

આકાશે સ્કૂલથી આવતાંવેંત દફતરનો ઘા કર્યો અને બહાર ઉપડ્યો. રાનીએ રાડ પાડી, ‘બેટા, ક્યાં જાય છે? પાણી તો પીતો જા!’
‘હું રમવા જાઉં છું મમ્મી! મારે પાણી નથી પીવું. મમ્મી કંઈ ‘હા’ ‘ના’ કરે એ પહેલાં જ એ દોડીને અદૃશ્ય થઈ ગયો. રોજ સ્કૂલેથી આવતાંવેંત આકાશ દફતરનો ઘા કરીને દોડી જતો, મમ્મી રોકતી પણ એ રોકાતો નહીં, પણ દરરોજની આ ઘટના આજે એક જુદો વળાંક લાવવાની હતી એ આકાશ કે એની મમ્મી કોઈને ખબર નહોતી.
આ ઘટના છે ઉત્તર પ્રદેશના કાનપુરના એક નાનકડા કસ્બા રાજપુરની. કસ્બામાં ગરીબ-નિમ્ન મધ્યમવર્ગના લોકો રહે. નાની મોટી ખેતી, વ્યવસાય કે નોકરી કરીને ગુજરાન ચલાવે. કસ્બાના છેવાડે દૂર એક મોટું નાળું પસાર થાય, ચારે તરફ લીલાંછમ ખેતરો. 21મી સપ્ટેમ્બર, 2018ના દિવસે સાંજે ચાર વાગ્યે આકાશ રોજિંદા ક્રમ જેમ મિત્રો સાથે રમવા ગયો, પણ રોજિંદા ક્રમ પ્રમાણે પાછો ન આવ્યો. બે કલાક સુધી એ પાછો ન આવ્યો એટલે રાની અને બહેન રાધા એને શોધવા નીકળ્યાં. કસ્બાના મેદાનમાં રમતા મિત્રોને આકાશ વિશે પૂછ્યું. મિત્રોએ કહ્યું, ‘માસી, આકાશ આવ્યો હતો ખરો, પણ રોજની જેમ પાંચ વાગ્યે જતો રહ્યો હતો.’
મમ્મીને ફાળ પડી. એણે તરત જ પાડોશમાં રહેતાં ઘરોમાં તપાસ કરી, પણ આકાશ ક્યાંય મળ્યો નહીં. એના જેઠ વિનોદકુમાર વિશ્નોઈ એમની જ લાઈનમાં ત્રણ ઘર છોડીને રહેતા હતા. રાની અને રાધા હાંફળાંફાંફળાં એમના ઘરે પહોંચ્યાં. એ વખતે શિવમ મોટરસાઈકલ સાફ કરી રહ્યો હતો અને એની બહેન મીરાં આંગણું વાળી રહી હતી. કાકી અને પિતરાઈ બહેનને ગભરાયેલા જોઈને શિવમે પૂછ્યું, ‘કાકી, આમ હાંફળાંફાંફળાં કેમ દોડી રહ્યાં છો? શું થયું છે?’
‘બેટા, આકાશ ગુમ થયો છે. એ અહીં આવ્યો હતો?’ બોલતાં બોલતાં રાનીની આંખમાં આંસુ તરી આવ્યાં.
‘ના, કાકી એ અહીં તો નહોતો આવ્યો, પણ તમે ચિંતા ન કરો! રમતો હશે એના મિત્રો જોડે. ચાલો હું શોધવામાં મદદ કરું.’ શિવમે કાકીને સધિયારો આપ્યો. બહેન મીરાંએ પણ કાકી અને બહેનને સંભાળ્યાં. એટલીવારમાં રાનીનાં જેઠ-જેઠાણી વિનાેદકુમાર અને મંજુલાબહેન ઘરમાંથી બહાર આવ્યાં. આખી વાત જાણી એમણે દીકરાને સૂચના આપી, ‘બેટા શિવમ, તું કાકી સાથે જા અને જલદીથી તપાસ કર.
આખરે શિવમ, મીરાં, રાની અને રાધા ત્રણેયે આખાયે કસ્બામાં શોધખોળ કરી, પણ આકાશ ક્યાંય ન મળ્યો. હવે શિવમને પણ ટેન્શન આવી રહ્યું હતું. એણે કાકીને કહ્યું, ‘કાકી, કંઈક ગંભીર બની ગયું લાગે છે. તમે કાકાને ફોન કરો.’
રાનીએ પતિ સુનીલ વિશ્નોઈને ફોન કરીને રડતાં રડતાં આકાશના ગાયબ થવાની ખબર આપી. એ વખતે સુનીલ માર્કેટમાં જ હતો. એ તરત જ ઘરે દોડી આવ્યો. એણેય થોડી શોધખોળ કરી, પણ આકાશ ન મળ્યો એટલે આખરે સો નંબર ડાયલ કરીને પોલીસને ખબર આપી.
કંટ્રોલરૂમ તરફથી સૂચના મળતાં જ પોલીસ ઈન્સ્પેેેક્ટર નવીનકુમારસિંહ, ઈન્સ્પેક્ટર દેશરાજસિંહ અને હેડ કોન્સટેબલ સુરેશચંદ્ર સુનીલના ઘરે આવી પહોંચ્યાં. એ વખતે રાતના દસ વાગી રહ્યા હતા. આકાશને ગાયબ થયે છ કલાક જેટલો સમય વીતી ગયો હતો. ઈન્સ્પેેેક્ટર નવીને આખી ઘટના જાણી લીધા પછી આકાશનો ફોટો અને એની શાળાની વિગતો લઈ સુનીલની પૂછપરછ શરૂ કરી, ‘સુનીલ, તું શું કરે છે?’
‘સાહેબ, મારો બીડી, તમાકુનો ધંધો છે. જિલ્લેથી લાવી અહીંના નાના વેપારીઓને આપું છું.’
‘પરિવારમાં કોણ કોણ છે ?’
‘સાહેબ, મારી પત્ની રાની, બે દીકરીઓ રાધા અને મીના તથા એક દીકરો આકાશ. એ 14 વર્ષનો છે સાહેબ! મને બહુ ચિંતા થાય છે. તમે એને શોધી આપો.’
‘ચિંતા ન કરો. અમે ગુનેગારને છટકવા નહીં દઈએ. અમારાથી કંઈ જ છુપાવશો નહીં.’
‘ઠીક છે સાહેબ !’
‘એ કહો કે તમને કોઈના પર શંકા છે?’
‘ના, સાહેબ! એવું તો કશું યાદ નથી આવતું.’
‘પછી યાદ આવે તો કહેજો. અત્યારે મને તમારા ઘરમાં જેટલા મોબાઈલ નંબર હોય એ બધા આપી દો.’
ઈન્સ્પેેેક્ટર નવીનકુમારે બધા નંબરો લઈને પછી બાજુમાં ઊભેલા વિનોદકુમારની પૂછપરછ કરી, ‘તમે શું થાવ છો સુનીલના? તમારા પરિવારમાં કોણ કોણ છે? તમને કોઈના પર શંકા?’ એવા અનેક પ્રશ્ર્નો પૂછી લીધા.
‘સાહેબ, સુનીલ મારો સગો નાનો ભાઈ છે. પરિવારમાં મારી પત્ની મંજુલા, કોલેજમાં ભણતો દીકરો શિવમ અને દીકરી મીરાં છે. આકાશ અમારા સૌનો લાડકો છે સાહેબ. તમે જલદી એને શોધી કાઢો.
‘ઠીક છે. તમારા બધાના મોબાઈલ નંબર પણ અમને આપી દો.’
પોલીસની સૂચના મુજબ બધાના નંબરો એમણે આપી દીધા. બીજી પ્રાથમિક પૂછપરછ કરી આકાશના અપહરણનો કેસ નોંધી પોલીસ રવાના થઈ ગઈ.
***
ઈન્સ્પેક્ટર નવીનકુમાર બાહોશ પોલીસ અધિકારી હતા. તેમણે પોલીસ સ્ટેશને આવતાંવેંત જોરશોરથી ઈન્વેસ્ટિગેશન શરૂ કર્યું. આકાશનો ફોટો આસપાસનાં તમામ પોલીસ સ્ટેશનો પર મોકલાવી દીધો. તાત્કાલિક સૌને એલર્ટ કરી દીધા. એક વિશેષ ટીમ બનાવી આસપાસના રેલ્વે સ્ટેશનો અને બસ સ્ટેશનો પર તપાસ કરવા મોકલી. એના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરાવ્યા. રાજપુર કસ્બાથી તાલુકા મથકે લઈ જતા બધા જ પ્રાઈવેટ વાહનોવાળા લોકોને પોલીસ સ્ટેશને બોલાવ્યા અને પૂછપરછ કરી. આકાશની સ્કૂલે પણ એક ટીમ દ્વારા ઈન્વેસ્ટિગેશન થયું, પણ કોઈ સુરાગ મળ્યો નહીં.
બીજા દિવસે સાંજે સાથી ઈન્સ્પેક્ટર દેશરાજસિંહે કહ્યું, ‘સાહેબ, પૈસા માટે કોઈક ગેંગે આકાશનું અપહરણ કર્યું હોય તેવું લાગે છે.’ નવીનકુમાર બોલ્યા, ‘મને એવું નથી લાગતું, કારણ કે ઘટનાને ચોવીસ કલાક વીતી ગયા છે, પણ પૈસા માટે એક પણ કોલ નથી આવ્યો. મેં સુનીલ અને એની પત્નીનો નંબર સર્વેલન્સ પર મૂકી દીધો છે, તેમ છતાં તમે કહો છો તો આપણે આસપાસનાં ગુંડા તત્ત્વોના રિમાન્ડ લઈએ. કદાચ કંઈક રાહ નીકળે.’ એ જ રાત્રે આસપાસનાં ગુંડા તત્ત્વોને ડંડાપાક સાથે કડક પૂછપરછ થઈ, પણ કોઈ સુરાગ મળ્યો નહીં. એમણે ખબરીઓની ટીમ પણ કામે લગાડી હતી. ત્રણ દિવસ વીતી ગયા હતા, પણ પોલીસને એક પણ સુરાગ મળતો નહોતો. ઈન્સ્પેક્ટર નવીનકુમાર ખુદ ટેન્શનમાં હતા. એ હતાશ હૃદયે પોલીસ સ્ટેશનમાં બેઠા હતા ત્યાં જ એમના મોબાઈલ પર એક ખબરીનો કોલ આવ્યો. ‘બોલ, જિગર શું વાત છે?’ ‘સર, અહીં રાજપુર કસ્બાના છેવાડે આવેલા નાળામાં અત્યારે એક લાશ મળી છે. એ લાશ કોહવાઈ ગયેલી છે, પણ આકાશની જ હોય એવું લાગે છે. અહીં બે ત્રણ લોકો ઊભા છે. પોલીસને જાણ કરવાનું કહેતાં મેં તમને જ સીધો કોલ કર્યો.’
‘ઓહ... વેરી બેડ!’ આકાશની લાશની વાત સાંભળી નવીનકુમારને દુ:ખ થયું. તેઓ તરત જ પોતાની પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા. સુનીલકુમારે જે રીતે આકાશનું વર્ણન કર્યું હતું એવા જ કિશોરની આ લાશ હતી. વર્ણન મુજબ એના હાથમાં કડું પણ હતું અને કાનમાં નાની બુટ્ટી પણ હતી. એમણે તરત જ સુનીલને જાણ કરી. થોડી જ વારમાં સુનીલ, તેની પત્ની રાની, દીકરી રાધા, ભત્રીજો શિવમ અને મોટાભાઈ વિનોદકુમાર ત્યાં આવી પહોંચ્યાં. લાશને જોતાં જ તેઓ ઓળખી ગયાં અને આભ ફાડી નાખે તેવું આક્રંદ કરી મૂક્યું. ઈન્સ્પેેેક્ટર નવીનકુમાર શૂન્યમનસ્ક સામે ઊભા હતા. એક માસૂમની હત્યા કરીને એની લાશ પથ્થરો સાથે બાંધીને નાળામાં ફેંકી દેવાઈ હતી. કોણે માર્યો હશે આકાશને? શા માટે? હત્યારો મળશે કે ગાયબ થઈ ગયો હશે? આવા અનેક પ્રશ્ર્નો તેમના મનમાં ઘૂમી રહ્યા હતા. એ પ્રશ્રોના જવાબ અને સનસની ખેજ ક્રાઈમ સિક્રેટ આવતા બુધવારે. ક્રમશ:{[email protected] સ્કૂલથી આવતાંવેંત દફતરનો ઘા કર્યો અને બહાર ઉપડ્યો. રાનીએ રાડ પાડી, ‘બેટા, ક્યાં જાય છે? પાણી તો પીતો જા!’
‘હું રમવા જાઉં છું મમ્મી! મારે પાણી નથી પીવું. મમ્મી કંઈ ‘હા’ ‘ના’ કરે એ પહેલાં જ એ દોડીને અદૃશ્ય થઈ ગયો. રોજ સ્કૂલેથી આવતાંવેંત આકાશ દફતરનો ઘા કરીને દોડી જતો, મમ્મી રોકતી પણ એ રોકાતો નહીં, પણ દરરોજની આ ઘટના આજે એક જુદો વળાંક લાવવાની હતી એ આકાશ કે એની મમ્મી કોઈને ખબર નહોતી.
આ ઘટના છે ઉત્તર પ્રદેશના કાનપુરના એક નાનકડા કસ્બા રાજપુરની. કસ્બામાં ગરીબ-નિમ્ન મધ્યમવર્ગના લોકો રહે. નાની મોટી ખેતી, વ્યવસાય કે નોકરી કરીને ગુજરાન ચલાવે. કસ્બાના છેવાડે દૂર એક મોટું નાળું પસાર થાય, ચારે તરફ લીલાંછમ ખેતરો. 21મી સપ્ટેમ્બર, 2018ના દિવસે સાંજે ચાર વાગ્યે આકાશ રોજિંદા ક્રમ જેમ મિત્રો સાથે રમવા ગયો, પણ રોજિંદા ક્રમ પ્રમાણે પાછો ન આવ્યો. બે કલાક સુધી એ પાછો ન આવ્યો એટલે રાની અને બહેન રાધા એને શોધવા નીકળ્યાં. કસ્બાના મેદાનમાં રમતા મિત્રોને આકાશ વિશે પૂછ્યું. મિત્રોએ કહ્યું, ‘માસી, આકાશ આવ્યો હતો ખરો, પણ રોજની જેમ પાંચ વાગ્યે જતો રહ્યો હતો.’
મમ્મીને ફાળ પડી. એણે તરત જ પાડોશમાં રહેતાં ઘરોમાં તપાસ કરી, પણ આકાશ ક્યાંય મળ્યો નહીં. એના જેઠ વિનોદકુમાર વિશ્નોઈ એમની જ લાઈનમાં ત્રણ ઘર છોડીને રહેતા હતા. રાની અને રાધા હાંફળાંફાંફળાં એમના ઘરે પહોંચ્યાં. એ વખતે શિવમ મોટરસાઈકલ સાફ કરી રહ્યો હતો અને એની બહેન મીરાં આંગણું વાળી રહી હતી. કાકી અને પિતરાઈ બહેનને ગભરાયેલા જોઈને શિવમે પૂછ્યું, ‘કાકી, આમ હાંફળાંફાંફળાં કેમ દોડી રહ્યાં છો? શું થયું છે?’
‘બેટા, આકાશ ગુમ થયો છે. એ અહીં આવ્યો હતો?’ બોલતાં બોલતાં રાનીની આંખમાં આંસુ તરી આવ્યાં.
‘ના, કાકી એ અહીં તો નહોતો આવ્યો, પણ તમે ચિંતા ન કરો! રમતો હશે એના મિત્રો જોડે. ચાલો હું શોધવામાં મદદ કરું.’ શિવમે કાકીને સધિયારો આપ્યો. બહેન મીરાંએ પણ કાકી અને બહેનને સંભાળ્યાં. એટલીવારમાં રાનીનાં જેઠ-જેઠાણી વિનાેદકુમાર અને મંજુલાબહેન ઘરમાંથી બહાર આવ્યાં. આખી વાત જાણી એમણે દીકરાને સૂચના આપી, ‘બેટા શિવમ, તું કાકી સાથે જા અને જલદીથી તપાસ કર.
આખરે શિવમ, મીરાં, રાની અને રાધા ત્રણેયે આખાયે કસ્બામાં શોધખોળ કરી, પણ આકાશ ક્યાંય ન મળ્યો. હવે શિવમને પણ ટેન્શન આવી રહ્યું હતું. એણે કાકીને કહ્યું, ‘કાકી, કંઈક ગંભીર બની ગયું લાગે છે. તમે કાકાને ફોન કરો.’
રાનીએ પતિ સુનીલ વિશ્નોઈને ફોન કરીને રડતાં રડતાં આકાશના ગાયબ થવાની ખબર આપી. એ વખતે સુનીલ માર્કેટમાં જ હતો. એ તરત જ ઘરે દોડી આવ્યો. એણેય થોડી શોધખોળ કરી, પણ આકાશ ન મળ્યો એટલે આખરે સો નંબર ડાયલ કરીને પોલીસને ખબર આપી.
કંટ્રોલરૂમ તરફથી સૂચના મળતાં જ પોલીસ ઈન્સ્પેેેક્ટર નવીનકુમારસિંહ, ઈન્સ્પેક્ટર દેશરાજસિંહ અને હેડ કોન્સટેબલ સુરેશચંદ્ર સુનીલના ઘરે આવી પહોંચ્યાં. એ વખતે રાતના દસ વાગી રહ્યા હતા. આકાશને ગાયબ થયે છ કલાક જેટલો સમય વીતી ગયો હતો. ઈન્સ્પેેેક્ટર નવીને આખી ઘટના જાણી લીધા પછી આકાશનો ફોટો અને એની શાળાની વિગતો લઈ સુનીલની પૂછપરછ શરૂ કરી, ‘સુનીલ, તું શું કરે છે?’
‘સાહેબ, મારો બીડી, તમાકુનો ધંધો છે. જિલ્લેથી લાવી અહીંના નાના વેપારીઓને આપું છું.’
‘પરિવારમાં કોણ કોણ છે ?’
‘સાહેબ, મારી પત્ની રાની, બે દીકરીઓ રાધા અને મીના તથા એક દીકરો આકાશ. એ 14 વર્ષનો છે સાહેબ! મને બહુ ચિંતા થાય છે. તમે એને શોધી આપો.’
‘ચિંતા ન કરો. અમે ગુનેગારને છટકવા નહીં દઈએ. અમારાથી કંઈ જ છુપાવશો નહીં.’
‘ઠીક છે સાહેબ !’
‘એ કહો કે તમને કોઈના પર શંકા છે?’
‘ના, સાહેબ! એવું તો કશું યાદ નથી આવતું.’
‘પછી યાદ આવે તો કહેજો. અત્યારે મને તમારા ઘરમાં જેટલા મોબાઈલ નંબર હોય એ બધા આપી દો.’
ઈન્સ્પેેેક્ટર નવીનકુમારે બધા નંબરો લઈને પછી બાજુમાં ઊભેલા વિનોદકુમારની પૂછપરછ કરી, ‘તમે શું થાવ છો સુનીલના? તમારા પરિવારમાં કોણ કોણ છે? તમને કોઈના પર શંકા?’ એવા અનેક પ્રશ્ર્નો પૂછી લીધા.
‘સાહેબ, સુનીલ મારો સગો નાનો ભાઈ છે. પરિવારમાં મારી પત્ની મંજુલા, કોલેજમાં ભણતો દીકરો શિવમ અને દીકરી મીરાં છે. આકાશ અમારા સૌનો લાડકો છે સાહેબ. તમે જલદી એને શોધી કાઢો.
‘ઠીક છે. તમારા બધાના મોબાઈલ નંબર પણ અમને આપી દો.’
પોલીસની સૂચના મુજબ બધાના નંબરો એમણે આપી દીધા. બીજી પ્રાથમિક પૂછપરછ કરી આકાશના અપહરણનો કેસ નોંધી પોલીસ રવાના થઈ ગઈ.
***
ઈન્સ્પેક્ટર નવીનકુમાર બાહોશ પોલીસ અધિકારી હતા. તેમણે પોલીસ સ્ટેશને આવતાંવેંત જોરશોરથી ઈન્વેસ્ટિગેશન શરૂ કર્યું. આકાશનો ફોટો આસપાસનાં તમામ પોલીસ સ્ટેશનો પર મોકલાવી દીધો. તાત્કાલિક સૌને એલર્ટ કરી દીધા. એક વિશેષ ટીમ બનાવી આસપાસના રેલ્વે સ્ટેશનો અને બસ સ્ટેશનો પર તપાસ કરવા મોકલી. એના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરાવ્યા. રાજપુર કસ્બાથી તાલુકા મથકે લઈ જતા બધા જ પ્રાઈવેટ વાહનોવાળા લોકોને પોલીસ સ્ટેશને બોલાવ્યા અને પૂછપરછ કરી. આકાશની સ્કૂલે પણ એક ટીમ દ્વારા ઈન્વેસ્ટિગેશન થયું, પણ કોઈ સુરાગ મળ્યો નહીં.
બીજા દિવસે સાંજે સાથી ઈન્સ્પેક્ટર દેશરાજસિંહે કહ્યું, ‘સાહેબ, પૈસા માટે કોઈક ગેંગે આકાશનું અપહરણ કર્યું હોય તેવું લાગે છે.’ નવીનકુમાર બોલ્યા, ‘મને એવું નથી લાગતું, કારણ કે ઘટનાને ચોવીસ કલાક વીતી ગયા છે, પણ પૈસા માટે એક પણ કોલ નથી આવ્યો. મેં સુનીલ અને એની પત્નીનો નંબર સર્વેલન્સ પર મૂકી દીધો છે, તેમ છતાં તમે કહો છો તો આપણે આસપાસનાં ગુંડા તત્ત્વોના રિમાન્ડ લઈએ. કદાચ કંઈક રાહ નીકળે.’ એ જ રાત્રે આસપાસનાં ગુંડા તત્ત્વોને ડંડાપાક સાથે કડક પૂછપરછ થઈ, પણ કોઈ સુરાગ મળ્યો નહીં. એમણે ખબરીઓની ટીમ પણ કામે લગાડી હતી. ત્રણ દિવસ વીતી ગયા હતા, પણ પોલીસને એક પણ સુરાગ મળતો નહોતો. ઈન્સ્પેક્ટર નવીનકુમાર ખુદ ટેન્શનમાં હતા. એ હતાશ હૃદયે પોલીસ સ્ટેશનમાં બેઠા હતા ત્યાં જ એમના મોબાઈલ પર એક ખબરીનો કોલ આવ્યો. ‘બોલ, જિગર શું વાત છે?’ ‘સર, અહીં રાજપુર કસ્બાના છેવાડે આવેલા નાળામાં અત્યારે એક લાશ મળી છે. એ લાશ કોહવાઈ ગયેલી છે, પણ આકાશની જ હોય એવું લાગે છે. અહીં બે ત્રણ લોકો ઊભા છે. પોલીસને જાણ કરવાનું કહેતાં મેં તમને જ સીધો કોલ કર્યો.’
‘ઓહ... વેરી બેડ!’ આકાશની લાશની વાત સાંભળી નવીનકુમારને દુ:ખ થયું. તેઓ તરત જ પોતાની પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા. સુનીલકુમારે જે રીતે આકાશનું વર્ણન કર્યું હતું એવા જ કિશોરની આ લાશ હતી. વર્ણન મુજબ એના હાથમાં કડું પણ હતું અને કાનમાં નાની બુટ્ટી પણ હતી. એમણે તરત જ સુનીલને જાણ કરી. થોડી જ વારમાં સુનીલ, તેની પત્ની રાની, દીકરી રાધા, ભત્રીજો શિવમ અને મોટાભાઈ વિનોદકુમાર ત્યાં આવી પહોંચ્યાં. લાશને જોતાં જ તેઓ ઓળખી ગયાં અને આભ ફાડી નાખે તેવું આક્રંદ કરી મૂક્યું. ઈન્સ્પેેેક્ટર નવીનકુમાર શૂન્યમનસ્ક સામે ઊભા હતા. એક માસૂમની હત્યા કરીને એની લાશ પથ્થરો સાથે બાંધીને નાળામાં ફેંકી દેવાઈ હતી. કોણે માર્યો હશે આકાશને? શા માટે? હત્યારો મળશે કે ગાયબ થઈ ગયો હશે? આવા અનેક પ્રશ્ર્નો તેમના મનમાં ઘૂમી રહ્યા હતા. એ પ્રશ્રોના જવાબ અને સનસની ખેજ ક્રાઈમ સિક્રેટ આવતા બુધવારે. ક્રમશ:{[email protected]

X
Masum found a body with sky-high stones found in the nullah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી