Back કથા સરિતા
કાંતિ ભટ્ટ

કાંતિ ભટ્ટ

સાંપ્રત, ચિંતન (પ્રકરણ - 32)
પત્રકારત્વની વિદ્યાપીઠ સમા પીઢ પત્રકાર કાંતિ ભટ્ટ ‘દિવ્ય ભાસ્કર’માં ‘આસપાસ’ અને ‘ચેતનાની ક્ષણે’ જેવી લોકપ્રિય કોલમો લખે છે.

જાણો, પ્રાચીન ભારતની ભવ્યતા અને રસશાસ્ત્રનો ઇતિહાસ

  • પ્રકાશન તારીખ28 Apr 2019
  •  

ગતિ મનુષ્ય કી
કહાં! ન ઝીલોં સેં ન સાગર સે, નદી-નાલોં ઔર
પર્વત-કછારોં સે, ન વસન્તી ફૂલોં સે ન પાવસ કી, ફુહારોં સે, ભરેગી યહ, યહ જો ન હૃદય હૈ,
ન સંવેદન, નહીં મૂલ સ્તર કી જિજીવિષા...
પ્યાસી હૈ, પ્યાસી હૈ ગાગર યહ,
માનવ કે પ્યાર કી, જિસકા ન પાના પર્યાપ્ત હૈ,
ન દેના યથેષ્ટ હૈ, પર જિસકી દર્દ કી
અતર્કિત પહચાન, પાના હૈ દેના હૈ, સમાના હૈ, મેરે હર મુખ મે, હર દર્દ મે, હર યત્ન, હર હાર મેં, હર સાહસ, હર આઘાત કે હર પ્રતિકાર મેં,
ઘડકે નારાયણ! તેરી વેદના, જો ગતિ હૈ મનુષ્યમાત્ર કી.- અજ્ઞેય

આજે પ્રાચીનકાળના ભારતની ભવ્યતા અને પુરાણા સમયના જોગીઓ, ભોગીઓ, રસશાસ્ત્રીઓ, સોનીઓ, કારીગરો, જાદુગરો અને જોગીઓ, કીમિયાગરો અને રસાયણશાસ્ત્રની ઊંડી-પુરાણી વાતો કહેવી છે અને તે માટે મેં આજે દુર્લભ બનેલું પુસ્તક ‘ક્રિએશન્સ ઓફ ફાયર’નો આધાર લીધો છે. લેખકો છે કેથી કોબ (CATHY COBB) અને હેરોલ્ડ ગોલ્ડવ્હાઇટ. આ પુસ્તકને પ્રગટ થયે પચાસ વર્ષ થવા આવ્યાં છે. પુસ્તક દુર્લભ છે અને મળે તો તે 480 પાનાંનું પુસ્તક આપણને આખી સૃષ્ટિની અજાયબી અને ખાસ કરીને ભારતના ભવ્ય ભૂતકાળને ખુલ્લો કરે છે તે જોવા મળે, પણ તમે ભાગ્યશાળી હો તો જ આ પુસ્તક મળશે.
આપણા બુદ્ધિમંતો કે ઓછું જાણનારા લોકો કહે છે કે ટેક્નોલોજી એ તો પશ્ચિમના શોધકો કે રસાયણશાસ્ત્રી કે ફિઝીસિસ્ટ કે વિજ્ઞાનીઓની દેન છે, પરંતુ આ પુસ્તક તમે વાંચશો તો 47મા પાનાથી ‘ઇન્ડિયન ટેક્નિકલ ટ્રેડિશન’ ઉર્ફે ભારતની શિલ્પવિદ્યા, ઔદ્યોગિક વિજ્ઞાનની પુરાણી જાણકારી વગેરેનું ભાન થશે અને ત્યારે સ્પષ્ટ થશે કે ટેક્નિકલ પ્રોગ્રેસ એ માત્ર પશ્ચિમની દેન નથી. પ્રાચીનકાળથી ભારતના ટેક્નિશિયનો બધા જ રસશાસ્ત્રના પ્રયોગો જાણતા હતા. પથ્થરમાંથી મૂર્તિ તો બનતી હતી, પણ ચાંદીમાંથી સોનું બનાવનારા ‘જાદુગર’ જેવા સોનીકારી, કીમિયાગરો પણ ભારતમાં હતા.
પુરાણાં સ્મશાનો કે કબરોને ઉખેળતાં માલૂમ પડે છે કે જૂના સમયની કબરોમાંથી આપણને અવારનવાર લોહધાતુ મળી આવતી હતી અને તેનાથી પ્રતીત થતું કે પુરાણા સમયે મેટલર્જિકલ ટેક્નોલોજી અસ્તિત્વમાં હતી અને હજી પણ 1500 વર્ષ જૂના કેટલાક દિલ્હીના પોલાદના થાંભલા ચાડી ખાય છે કે જૂના જમાનામાં મેટલર્જિકલી વિજ્ઞાન ભારતમાં હયાત હતું. એટલું જ નહીં, પણ વાગ્ભટ, ચરક, સુશ્રુત અને બીજાના ગ્રંથોમાં જણાય છે કે ભારતમાં વિસ્તૃત પ્રમાણમાં ફાર્માકોપિયા અર્થાત્ ઔષધશાસ્ત્રના ‘ડોક્ટરો’ (વૈદ્યો) ગજબના વનસ્પતિ-ઔષધ અને બીજા ઔષધના જાણકાર હતા. સાદી ભાષામાં ફાર્માકોલોજીને તો આપણા જાણકારો ઘોળીને પી ગયા હતા. અમુક છોડ ખાવાથી નશો આવે છે, અમુક છોડ અને તેનાં પાન ખાવાથી જુલાબ થાય છે કે બંધકોષ (કબજિયાત) થાય છે જાણતા હતા. પેશાબને કેમ અટકાવવો અગર કિડની કામ ન કરે તો કેમ પેશાબ છૂટથી આવે તેનો ઇલાજ કરનારા નઝુમીઓ, વૈદો અને હકીમો પુરાણાકાળમાં હતા. માત્ર ચાંદી અને સોનું જ નહીં, પણ લોખંડ, સીસું, તાંબું, પિત્તળ (બ્રોન્ઝ) અને બીજા રોજિંદા વપરાશમાં આવતાં કેમિકલ્સ જેવાં કે શરાબ (આલ્કોહોલ, કોસ્ટિક સોડા, આલ્કલી, ક્લોરાઇડ્ઝ, લોખંડનું સલ્ફેટ અને તાંબાનાં અનેક વિવિધ સ્વરૂપને જાણતા હતા.
ભારતમાં લોકો શરાબને (આલ્કોહોલ) એક દુ:ખ દબાવનારું ઔષધ ગણતા(!) અને માનતા હતા કે શરાબ એ કષ્ટ ભૂલવા માટે છે. યુદ્ધમાં કે લડાઈમાં કે અકસ્માતમાં યોદ્ધા ઘવાય અને લોહી નીકળે તે લોહીને બંધ કરવાના ‘રાસાયણિક કીમિયા’ પણ ત્યારના હકીમો-વૈદ્યો જાણતા હતા. માનવીની ગુદામાં થતા ઘાવ કે બીજા રોગોને સમારનાર વૈદ્યો મોજૂદ હતા. સ્ત્રીઓના સિઝેરિયનનાં ઓપરેશન એ મોડર્ન અને પશ્ચિમની કળા નથી, પણ ભારતમા સિઝેરિયન એટલે કે પેટ ચીરીને બાળકને ગર્ભાશયમાંથી બહાર કઢાતું હતું. તેના નિષ્ણાતો હતા. (માનશો?) ગડગૂમડને ચપટીમાં (ઘડીકમાં) સારાં કરાતાં અને હાડકામાં ફ્રેક્ચર થાય તેને બહુ અસાધ્ય ગણાતું નહીં, પણ ફ્રેક્ચરને સાંધવાના ઇલાજ તત્કાલ થતા હતા અને તેને હાડકાંના નિષ્ણાત એટલે અસ્થિને સાંધનારા વૈદ્યો-હકીમો હતા. ઘાવ ઉપર ગૂગળનો ધૂપ કે બીજાં દ્રવ્યોના ધૂપનો ધુમાડો દેવાતો! નદીમાં તરતા માનવીનાં મડદાંને ભેગાં કરીને તે મડદાને વીંખી-પીંખીને શરીરશાસ્ત્રનું જ્ઞાન મેળવાતું. મડદાના હાડકાંના બંધારણનો અભ્યાસ થતો. આયુર્વેદમાં સુશ્રુતમાં ઉલ્લેખ છે કે વૈદ્યો ચામડીમાં પડેલા ધારાં (ઊંડા ઘાવને) પણ સારા કરી શકાતા હતા. કોસ્ટિક-આલ્કલીનો ભરપૂર ઉપયોગ થતો અને ઊંડા-ઊંડા ઘાવને રુઝવવામાં આવતા.
ભારતની પુરાણી ફિલોસોફી અર્થાત્ ભારતીય તત્ત્વજ્ઞાન, ભારતીય દર્શનશાસ્ત્ર, તત્ત્વમિમાંસા, સિદ્ધાંત, નીતિશાસ્ત્ર કે જીવનદર્શનનો મેળ ચીની ફિલોસોફરો સાથે ખાતો હતો. પશ્ચિમનું ઘોર ‘અ-જ્ઞાન’ તો ઘણું મોડેથી આવ્યું. બહુ બહુ તો ગ્રીસ અને એલેક્ઝાન્ડ્રિયાના ફિલોસોફરો ભારતના તત્ત્વચિંતકો જેટલા જ વિદ્વાન હતા. ઈસુના જન્મ પહેલાં 1000 વર્ષ પહેલાં ભારતમાં વેદના કર્તાઓએ જગતનાં પાંચ તત્ત્વ- પૃથ્વી, જળ, પવન, ઈશ્વર અને પ્રકાશને વિદ્વાનો ભજતા-માનતા.
અંતે આ લેખમાં કહેવાનો મતલબ એ છે કે પુરાણુ ઔષધશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે શરીરશાસ્ત્ર પશ્ચિમમાં બહુ મોડેથી આવ્યું. ભારતમાં તે બધાં શાસ્ત્રો હજારો વર્ષથી અમલમાં હતાં.
પાંચ તત્ત્વ અને કવિઓ
રાજસ્થાનના કવિ ઉદયશંકર ભટ્ટની કાવ્યપંક્તિઓ વાંચો અને જ્ઞાનથી સમૃદ્ધ બનો:-
આકાશ ધરા સે એક રાત બોલા યહ,
તેરી છાતી પર બહુત બોઝ રહતા હૈ,
ધરતી બોલી: તું રો દેતા હૈ પલભર મેં,
સામર્થ્યવાન હી સબ દુ:ખ-સુખ સહતા હૈ,
આદમી આકાશ મેં ઉડને ગયા,
લાશ લૌટી વહ બિના પહચાન કે,
મૃત્યુ સસ્તી હો ગઈ વિજ્ઞાન મેં,
પ્રાણ ચીંટી હો ગયે ઇન્સાન કે,
શબ્દોં કે અંકોં મેં અર્થો કા સાવન હૈ,
શબ્દોં કે શરીર પર ગીતોં કા દામન હૈ,
ગીતોં કી પ્યાસ મેં ઉમડન હૈ સાગર કી,
શબ્દ ઉસ વિરાટ કા અવતાર વામન હૈ.
- કવિ ઉદયશંકર ભટ્ટ
(મુક્તક ઔર રૂબાઈયાં, પાન નં.46)

x
રદ કરો

કલમ

TOP