જાણવું જરૂરી છે / સમાગમમાં પત્ની દુખાવાની બૂમો પાડે છે, શું કરું?

In the society, the wife shouted,

ડૉ. પારસ શાહ

May 09, 2019, 03:24 PM IST

સમસ્યા: મારી ઉંમર 57 વર્ષની છે. પત્નીને આ વર્ષે 50 પૂરાં થયેલ છે. મને છેલ્લાં બે વર્ષથી સમાગમની શરૂઆતમાં અંદર પ્રવેશ કરતી વખતે ઇન્દ્રિયમાં ઢીલાશ આવી જાય છે. જો વધુ જોર કરુંં તો દુખાવો થાય છે. પત્નીને પણ પૂરતી ભીનાશ ન થતી હોવાથી દુખાવાની બૂમો પાડે છે. શું કરવું?
ઉકેલ: આપની તકલીફ લાંબા સમયથી છે. તેથી શારીરિક હોવાની શક્યતા વધુ છે. ઉંમરની સાથે પુરુષત્વના હોર્મોન્સનું પ્રમાણ ઓછું થઈ જવાથી પણ ઇન્દ્રિય ઉત્થાનમાં તકલીફ થતી હોય છે. ડાયાબિટીસ, બ્લડપ્રેશરની દવાઓ, તણાવ, દારૂ, તમાકુ, સિગારેટ, માંસાહાર વગેરેને કારણે પણ નપુંસકતા આવી શકે છે. સેક્સોલોજિસ્ટને મળી ઢીલાશનું કારણ જાણી લો. ઢીલાશની સમસ્યા હોય ત્યારે બળપ્રયોગ તો ન કરવો. ઓરલ દવાઓ, ઇન્જેક્શન, વેક્યૂમ પંપ, યુરેથ્રલ સપોઝિટરી વગેરે વિકલ્પો હવે આપણા દેશમાં ઉપલબ્ધ બન્યા છે. પત્નીના સૂકા યોનિમાર્ગનું કારણ મેનોપોઝ હોઈ શકે છે. ફોરપ્લે એટલે કે સમાગમ પૂર્વની રમતોમાં સમય વધારે આપો. જરૂર જણાય તો પ્રવેશ પૂર્વ સ્ટરાઇલ લ્યુબ્રીકન્ટ જેલીનો ઉપયોગ કરો, જેથી ઘર્ષણને કારણે થતો દુખાવો ન થાય.
સમસ્યા: અમારો બાબો 12 વર્ષનો છે. અમને તેની તરફ ખૂબ જ લગાવ છે. જેથી મારા હસબન્ડ તેને અલગ સુવાડતા જ નથી. તેના સૂઈ ગયા પછી અમે અઠવાડિયામાં એક-બે વાર જાતીય જીવન માણીએ છીએ. મારું મન તેની હાજરીમાં જાતીય જીવન માણવા તૈયાર હોતું નથી. કઈ ઉંમરથી બાળકને અલગ રૂમમાં સુવાડવું જોઈએ?
ઉકેલ : બાળક છ-સાત વર્ષનો થાય ત્યારથી અલગ સુવડાવવો જોઈએ. કદાચ વર્ષો સાથે સૂવાની ટેવના કારણે આ ઉંમરે બાળક એકદમ તૈયાર ન થાય માટે એકદમ બાળકને અલગ કરવાને બદલે ધીમે ધીમે ટેવ પાડો. આ ઉંમરના બાળકની હાજરીમાં, ભલે તે સૂતેલું હોય, જાતીય જીવન માણવું ઉચિત નથી. કારણ કે કોઇપણ કારણસર બાળક જાગી જાય તો તે કદાચ હતપ્રભ થઇ શકે છે. ભૂતકાળમાં જોયેલ દૃશ્ય મનમાં કાયમ માટે કંડારાઇ પણ જઇ શકે છે. ઉપરાંત બાળક સૂતેલું હોય તો પણ તમે પૂર્વક્રીડામાં અને સેક્સમાં પૂરતો આનંદ લઇ શકતાં નથી, કારણ કે મનમાં એક છૂપો ભય રહેલ છે કે કદાચ બાળક જાગી જશે તો? આ ડર વધુ સ્ત્રીઓ અનુભવતી હોય છે. જેના કારણે કદાચ તેમની જાતીય ઇચ્છા ઓછી પણ થતી જોવા મળેલ છે.
સમસ્યા: હું જ્યારે મારી ઇન્દ્રિય પરની ચામડી પાછળ ખેંચું છું ત્યારે દુખાવો થાય છે. ચામડી નીચે ઊતરી શકતી નથી. મારી ઉંમર 20 વર્ષની છે. મારે ભવિષ્યમાં લગ્નજીવનમાં કોઇ અડચણ ઊભી નહીં થાય ને?
ઉકેલ: જો ઇન્દ્રિયની અગ્ર ત્વચા ટાઇટ હોય અને ઇન્દ્રિય ઉપર સરળતાથી સરકી શકતી ન હોય એ અવસ્થામાં દુખાવો થઇ શકે છે. આ તકલીફને ફાઇમોસિસ કહેવામાં આવે છે. બીજા કારણમાં અગ્ર ત્વચા ઇન્દ્રિય સાથે જે ચામડીથી જોડાયેલ હોય છેે. જેથી ત્વચા સરળતાથી સરકી શકતી નથી. જેથી ઉત્તેજના વખતે દુખાવો થાય છે અને જાતીય સંબંધ વખતે આ ચામડી ફાટી શકે છે અને લોહી નીકળે છે અને અસહ્ય પીડા થઇ શકે છે. આમાંથી રાહત મેળવવાના માત્ર બે જ રસ્તા છે. એક જ્યારે તમે સમાગમ કરો ત્યારે નિરોધનો પ્રયોગ કરો. અથવા કાયમી રાહત માટે સુન્નત કે ફ્રેન્યુલોપ્લાસ્ટી નામનું નાનું, સરળ ઓપરેશન કરાવી લો. માત્ર દસ મિનિટમાં ઓપરેશન પછી આપને કાયમી રાહત થઇ જશે.
સમસ્યા: મારી ઉંમર 65 વર્ષની છે. મારી પત્નીની ઉંમર 52 વર્ષની હતી. ત્રણ માસ અગાઉ તેનું અવસાન થયું છે. તે હતી ત્યારે અમે અઠવાડિયામાં ત્રણથી ચાર વખત ખૂબ જ આનંદથી સેક્સ માણતાં હતા. તેની ગેરહાજરીમાં દરરોજ સેક્સના વિચારો આવે છે. મને હસ્તમૈથુન કે કોઇ બીજા મૈથુનમાં કોઇ રસ નથી. યોનિમૈથુન સિવાય કોઇમાં રસ નથી. મારે બીજા લગ્ન કરવા નથી. હું ખૂબ જ મુઝંવણમાં છું.
ઉકેલ: આપના માટે સૌથી ઉતમ રસ્તો હસ્તમૈથુન જ છે. હસ્તમૈથુન વખતે આપ આપની પત્નીની કલ્પના પણ કરી શકો છો. હકીકત કરતા હકીકતની કલ્પના વધારે રંગીન હોય છે. આજના એઇડ્સ-એચ.આઇ.વી.ના જમાનામાં લગ્નેત્તર સંબંધોમાં બીમારીઓનું જોખમ રહેલું છે. જો કોઇ પણ સમાગમમાં હસ્તમૈથુન ના જ પસંદ હોય અને તમારે લગ્ન પણ ન જ કરવા હોય તો સ્ત્રીઓ માટેના વાઇબ્રેટરની જેમ કૃત્રિમ યોનિ પણ મળી શકે છે. જે કદ, દેખાવમાં સંપૂર્ણ સ્ત્રીની યોનિ જેવી જ લાગતી હોય છે. જોકે, ભારતમાં આવી વસ્તુ સરળતાથી ઉપલબ્ધ નથી, તેને તમે વિદેશથી મંગાવી શકો છો.

સમસ્યા: મારી ઉંમર 28 વર્ષની છે. નપુંસકતાને કારણે મારાં લગ્ન એકવાર તૂટી ગયેલ છે. મેં સાંભળ્યું છે કે નપુંસકતા દૂર કરવા ઇન્જેક્શન બજારમાં મળે છે. તો માહિતી આપવા વિનંતી.
ઉકેલ: પુરુષની ઇન્દ્રિયમાં કોઇ હાડકું કે સ્નાયુ હોતા નથી. માત્ર લોહીની નળીઓ અને ખાબોચિયાં જ હોય છે. જ્યારે પુરુષ સેક્સનો વિચાર કરે છે ત્યારે લોહીની નળીઓ પહોળી થાય છે અને આ ખાબોચિયાં લોહીથી ભરાય છે અને પુરુષની ઇન્દ્રિયમાં ઉત્તેજના આવે છે અને સમાગમ કરવા કાબેલ બને છે. આવું કરવાવાળા ઇન્જેક્શનને વાઝોડાઇલેટર ઇન્જેક્શન કહેવાય છે. પેપાવટીન, ફેન્ટોલેમાઇન, પ્રોસ્ટાગ્લેન્ડિન-E1 વગેરે દવાઓનાં ઇન્જેક્શન જો સેક્સના દસ મિનિટ પહેલાં ઇન્દ્રિયમાં મૂકવામાં આવે તો ઇન્દ્રિય અડધો કલાક સુધી પૂર્ણ ઉત્થાનમાં રહેતી હોય છે ને પુરુષ સંપૂર્ણ સમાગમ માણી શકતો હોય છે. આ ઇન્જેક્શન ડાયાબિટીસના દર્દીઓ જેમ ઇન્સ્યુલિન લે છે તેમ જાતે જ લેવાનાં હોય છે, પરંતુ આ ઇન્જેક્શન જાતે લેવા માંગતા દર્દીઓ એ પહેલાં નિષ્ણાત ડોક્ટર પાસેથી ઇન્જેક્શન લેવાની ટેક્નિક, ડોઝ વગેરે સમજપૂર્વક શીખવું પડે છે.
[email protected]

X
In the society, the wife shouted,

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી