માનો યા ના માનો- રાજ ભાસ્કર / શું છે એવરેસ્ટ પર પડેલા ગ્રીન બૂટનું રહસ્ય?

article by rajbhaskar

Divyabhaskar.com

Aug 08, 2019, 05:51 PM IST

માનો યા ના માનો- રાજ ભાસ્કર
પાછલાં કેટલાંક વર્ષોમાં એવરેસ્ટ પર ચઢાઈ કરતાં કરતાં 200થી પણ વધુ લોકો માર્યા ગયા છે. એમાંથી મોટા ભાગના લોકોની લાશોને બર્ફીલા પહાડોએ પોતાના આંચળમાં સમાવી લીધી છે, પણ સૌથી વધુ ચર્ચા આ ગ્રીન બૂટવાળી લાશની છે.
ગ્રીન બૂટના નામે ચર્ચિત એ વ્યક્તિનું નામ સેવાંગ પલજોર છે. તેઓ જમ્મુ-કાશ્મીરના લદાખના એક ગામ સકતીના રહેવાસી હતા. સખત મહેનતને કારણે આઈટીબીપી(ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ)માં નોકરી મળી ગઈ. ડેપ્યૂટી ટીમ લીડર હરભજનસિંહના નેતૃત્વમાં સેવાંગ પલજોર તેમના બે સાથીઓ સેવાંગ માનલા અને જોર્જે મારુપ સાથે 1996માં એવરેસ્ટ સર કરવા નીકળ્યા, પણ કદી પાછા જ ન ફર્યા. એમના મોત માટે અનેક કારણો અપાય છે. તેમના લીડર કહે છે કે, ‘તેમની શ‚રૂઆત જ ખૂબ ખરાબ થઈ હતી. તેઓ કેમ્પમાંથી પાંચ કલાક મોડા નીકળ્યા હતા. પહાડ પર હવા તેજ હતી, મેં તેમને પાછા ફરી જવા સૂચના આપી, પણ કદાચ તેમને સંભળાયુ નહીં હોય, પણ તેઓ પાછા ફર્યા નહીં. હું અડધે રસ્તેથી પાછો આવી ગયો અને એ ત્રણેય આગળ વધ્યા. મોડી સાંજે મારા પર મેસેજ આવ્યો કે મોરુપ અને પલજોર એવરેસ્ટ પર વિજય મેળવી ચૂક્યા છે. આ સમાચારથી બધે ખુશી વ્યાપી ગઈ. કેમ્પમાં અને તેમના પરિવારમાં જશ્ન મનાવાયો, પણ મારી ચિંતા હજુ ઓછી નહોતી થઈ. એ પાછા આવે પછી જ મને શાંતિ થાય.
રાત્રે આઠ વાગ્યા સુધી એ પાછા ન આવ્યા. મોસમ ખરાબ હતી, હવા તેજ હતી. મેં ત્યાંથી પસાર થતાં જાપાની પર્વતારોહકોને તેમના સાથીઓની મદદ માટે વિનંતી કરી.’
કહેવાય છે કે જાપાનીઓએ એ ત્રણેયને મુસીબતમાં ફસાયેલા જોયા, પણ મદદ ન કરી. જોકે, જાપાનીઓએ પછી પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરેલું કે, ‘અમે એમને જોયા હતા, પણ તેમણે મદદ માંગી નહીં.’ આ જ રીતે તેમના એવરેસ્ટ સર કરવાની વાત પર લોકો શંકા કરી રહ્યા છે.
જે હોય તે, પણ સત્ય હકીકત એ છે કે ગ્રીન બૂટવાળા પલજોર અને તેમના મિત્રો કદી પાછા નથી આવ્યા. બંને સાથીઓ માનલા અને જોર્જે મારુપની તો લાશનો કોઈ પત્તો નથી, પણ સેવાંગ પલજોરની લાશ 23 વર્ષથી ત્યાં જ પડી છે. એવરેસ્ટ પર પડેલી દુનિયાની આ એકમાત્ર લાશ છે, જે બે દાયકા કરતાં પણ વધારે સમયથી આમ પડી છે અને ગ્રીન બૂટથી ઓળખાય છે.
[email protected]

X
article by rajbhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી