સ્ટ્રેટેજી & સક્સેસ / દિવ્યાંગ ઉદ્યમી: શ્રીકાન્ત

article by prakash biyani

પ્રકાશ બિયાણી

May 22, 2019, 04:25 PM IST

દિવ્યાંગ શારીરિક રીતે નબળા હોય છે, પણ માનસિક રીતે મજબૂત અને સાહસી હોય છે. તેઓ કોઈ કળા શીખી લે તો સમર્થ લોકો કરતાં પણ વધારે સફળ થઈ શકે છે, કારણ કે તેઓ એકાગ્રચિત્ત અને મહેનતુ હોય છે. પર્યાવરણની જાણવણી કરતા ડિસ્પોઝેબલ અને પેકેજિંગ પ્રોડક્ટ્સ બનાવનારી બોલ્ટન ઈન્ડસ્ટ્રીઝના સંસ્થાપક-સીઈઓ શ્રીકાંત બોલા માસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, યુએસમાંથી બ્રેઈન એન્ડ કોગ્નિટિવ સાયન્સ એન્ડ બિઝનેસની દુનિયાના પહેલાં નેત્રહીન ગ્રેજ્યુએટ છે. તેમણે 3 હજારથી વધારે દિવ્યાંગોને હુન્નર શીખવ્યો છે અને 500થી વધારે દિવ્યાંગોને પ્રત્યક્ષ રોજગાર આપ્યો છે. તેમની ફરિયાદ છે કે દેશની મહેનતુ અને પ્રામાણિક 10 ટકા દિવ્યાંગ આબાદીને અર્થવ્યવસ્થાથી દૂર રાખવામાં આવી છે.
આંધ્રપ્રદેશના સીથારામાપુરમ (મચિલિપટનમ)ના એક ગરીબ ખેડૂત પરિવારમાં શ્રીકાન્ત બોલાનો જન્મ થયો છે. તેઓ જન્માંધ હતા તેથી ગામના લોકોએ તેમનાં માતા-પિતાને કહ્યું કે તેઓ (શ્રીકાન્ત) આખી જિંદગી તેમના પર બોજ બનશે. શ્રીકાન્ત કહે છે કે મારાં માતા પિતા આર્થિક રીતે દરિદ્ર હતાં, પણ માનસિક રીતે કરોડપતિ. તેમણે ક્યારેય મને બોજ નથી માન્યો. પિતા મને ખેતરમાં લઈ જતા હતા, પણ તેમણે જોયું કે ત્યાં હું કશું જ નહોતો કરી શકતો. તેમણે મને ગામથી પાંચ કિલોમીટર દૂર એક સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો. સ્કૂલમાં મને છેલ્લી બેન્ચ પર બેસાડવામાં આવ્યો. મને પીટીના તાસમાં સામેલ ન થવા દીધો. મારું બાળ મન વિચારવા લાગ્યું કે હું ગરીબ છું, નેત્રહીન છું તેથી એકલો છું. તેની સાથે જ મારા મને કહ્યું કે હું પણ એ બધું કરીશ જે બીજા કરે છે. હું મેટ્રિક પરીક્ષામાં પાસ થયો પછી મારે સાયન્સ લેવું હતું, પણ મને ના કહેવામાં આવી. છ મહિના સુધી પત્રાચાર કર્યો તો સરકારે નિર્દેશ જાહેર કર્યો અને મને 11મા ધોરણમાં સાયન્સમાં પ્રવેશ મળ્યો. એક ટીચરે નોટ્સનું ઓડિયો રેકોર્ડિંગ તૈયાર કર્યું. તે ટીચરની મહેનત અને શ્રીકાન્તની એકાગ્રતાથી 98 ટકા ગુણ મળ્યા. આમ, શ્રીકાન્ત સાયન્સ વિષય સાથે 11મું ધોરણ પાસ કરનાર દેશના પહેલા નેત્રહીન વિદ્યાર્થી બન્યા. 12મા ધોરણ પછી આઈઆઈટીની એન્ટ્રન્સ ટેસ્ટ આપતા મને રોકવામાં આવ્યો. શ્રીકાન્તે તેમના જેવા નેત્રહીન વિદ્યાર્થીઓને કોર્સ કરાવનારી ચાર અમેરિકન કોલેજ – માસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ, સ્ટેનફોર્ડ, બેર્કેલે અને કોર્નેગી મેલોનને અરજી મોકલી. મેસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં તેમને એડમિશન મળ્યું. શરૂઆતમાં ત્યાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પણ પછી અભ્યાસમાં તેમનો દેખાવ સારો રહ્યો. સ્નાતકની ડિગ્રી મળ્યા પછી તેમને અમેરિકામાં જોબ મળી રહી હતી, પણ તેઓ એ સંકલ્પ સાથે સ્વદેશ પાછા ફર્યા કે તેઓ શારીરિક રીતે નબળા લોકોને મદદરૂપ થશે. 2011માં સ્વદેશ પાછા ફરીને શ્રીકાન્તે દિવ્યાંગો માટે સમન્વય સેન્ટરની સ્થાપના કરી. અહીં તેમની ટ્રેનિંગની સાથે પુનર્વાસ અભિયાન શરૂ થયું. દિવ્યાંગોને સીધો રોજગાર આપવા માટે 2012માં શ્રીકાન્તે બોલ્ટન ઈન્ડસ્ટ્રીની સ્થાપના કરી, જેને રતન ટાટા તરફથી ફંડિંગ મળ્યું. બોલ્ટનના અન્ય સંસ્થાપક છે- સ્વર્ણલતા ટક્કિલાપતિ, રવિ મન્થા અને એસ.પી. રેડ્ડી. સ્વર્ણલતા કંપનીની ડાયરેક્ટર-સીઓઓ છે, જે કંપનીના ઓપરેશનની સાથે દિવ્યાંગોના ટીચિંગ-ટ્રેનિંગની જવાબદારી સંભાળે છે. રવિ મન્થાએ હૈદરાબાદમાં ટીનની છત નીચે ત્રણ મશીનો પર આઠ દિવ્યાગોને કામ કરતા જોયા હતા. તેઓ શ્રીકાન્તના બિઝનેસ વિઝનથી એટલા પ્રભાવિત થયા કે તેમણે મૂડીરોકાણ કર્યું અને કંપનીના ડાયરેક્ટર-ફાઈનાન્સિયલ એડ્વાઈઝર બની ગયા. એસપી રેડ્ડી કંપનીના ડાયરેક્ટર અને સ્ટ્રેટેજી સલાહકાર છે.
બોલ્ટન ઈન્ડસ્ટ્રીઝના આજે કર્ણાટક, હૈદરાબાદ અને આંધ્રપ્રદેશમાં પાંચ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે. જે ખેતીના વેસ્ટ જેમ કે સોપારીનાં પાન, વેસ્ટ પેપર અને ગ્લૂ એગ્રો પેપરમાંથી ડિસ્પોઝેબલ પ્લેટ્સ, કપ્સ તથા કોરુગેટેડ બોક્સ અને લેમિનેશન ફિલ્મ્સ બનાવે છે. તેમના પ્લાન્ટ્સમાં 450 લોકો પ્રત્યક્ષ કામ કરી રહ્યા છે અને પરોક્ષ રીતે તેમની કંપની સાથે હજારો લોકો જોડાઈને કામ મેળવી રહ્યા છે. છઠ્ઠો પ્લાન્ટ આંધ્રપ્રદેશના નેલ્લોરની પાસે શ્રીસિટીમાં બની રહ્યો છે. કંપનીમાં તેમના જેવા દૃષ્ટિહીન અને અશક્ત લોકોની સંખ્યા 60થી 70 ટકા છે. આ બધાની સાથે શ્રીકાન્ત પોતે પણ રોજ 15થી 18 કલાક કામ કરે છે. તેમની કંપની પર્યાવરણની જાળવણી થાય તેવાં ઉત્પાદનોથી ખેડૂતોની આવક વધારી રહી છે. 80 કરોડની કન્ઝ્યુમર એન્ડ પેકેજિંગ કંપનીના સીઈઓ શ્રીકાન્તને યૂથ સર્વિસ એવોર્ડ, ન્યૂ જર્સીના યૂથ એક્સિલેન્સ એવોર્ડ, બિઝનેસ લાઈન યંગ ચેઇન્જમેકર એવોર્ડ, સીઆઈઆઈના ઈમેર્જિંગ આંત્રપ્રિન્યોર એવોર્ડ, ઈન્ડિયા સાયન્સ કોંગ્રેસ એવોર્ડ તથા બ્રિટનના યૂથ બિઝનેસ ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનના બેસ્ટ સોશિયલ એન્ટરપ્રાઈઝ ઓફ ગ્લોબ એવોર્ડથી નવાજમાં આવ્યા છે. લીડ ઇન્ડિયા પ્રોજેક્ટમાં પૂર્વ રાષ્ટ્રપતિ ને વૈજ્ઞાનિક ડો. એ.પી.જે. અબ્દુલ કલામ સાથે કામ કરવાની તક મળી છે. શ્રીકાન્ત ચેસ અને ક્રિકેટની દૃષ્ટિહીન શ્રેણીના રાષ્ટ્રીય ખેલાડી પણ રહ્યા છે. ⬛ [email protected]

X
article by prakash biyani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી