રાહે રોશન- ડો. મહેબૂબ દેસાઇ / હઝરત અલીનાં અમર સૂત્રો

article by mehboob desai

Divyabhaskar.com

Jul 25, 2019, 04:12 PM IST

રાહે રોશન- ડો. મહેબૂબ દેસાઇ
ઇસ્લામના અંતિમ ખલીફા અને હઝરત મહંમદ પયગંબર સાહેબના જમાઈ હઝરત અલી (13 સપ્ટેમ્બર 601-29 જાન્યુઆરી, 661) ઇસ્લામના પ્રથમ દસ મહાનુભાવોમાંના એક છે, જેમણે સૌ પ્રથમ ઇસ્લામ અંગીકાર કર્યો હતો અને મહંમદ સાહેબનો પયગંબર તરીકે જાહેરમાં સ્વીકાર કર્યો હતો. આજે એ મહાન હસ્તીનાં કેટલાંક અમર સૂત્રોનું આચમન કરીએ.
- જ્યારે દોલત તારી પાસે આવે છે ત્યારે ગમે તેટલી સખાવતથી તે ખૂટતી નથી અને જ્યારે દોલત જવા બેસે છે ત્યારે ગમે તેટલી કંજૂસાઈથી તેને જતા રોકી શકાતી નથી. Â માનવીની સંપત્તિની વિપુલતા ત્રણ દોષ ઢાંકી દે છે. તે જુઠ્ઠો હોવા છતાં તે જે કઈ કહે છે તે સૌ સાચું માની લે છે. Â માનવી માટે અલ્લાહ તરફથી અપાયેલ સર્વશ્રેષ્ઠ વસ્તુ તેની અક્કલ (બુદ્ધિ) છે. અક્કલ જ એક એવી વસ્તુ છે જેની સરખામણીમાં દુનિયાની કોઈ પણ વસ્તુ તેની તોલે આવી શકતી નથી. Â સ્વસ્થ અને દુરસ્ત અક્કલ યુવાન માટે આભૂષણ રૂપ છે. Â વસ્ત્રોના શણગારથી તારી સુંદરતા વધવાની નથી, પરંતુ સાચું સૌંદર્ય તો ઇલ્મ(જ્ઞાન) અને અખલાક (કાર્યો) દ્વારા જ દીપે છે. Â જેના પિતા અવસાન પામે તે યતીમ નથી, પણ સાચો યતીમ તો એ છે જે ઇલ્મ અને નેક આમલોથી મહેરુમ (અલિપ્ત) છે. Â ઉચ્ચ કુળ અને જાતિનું અભિમાન કરનાર અય ઇન્સાન, સર્વ લોકો એ જ ખુદાનું સર્જન છે. Â મેં મારી જાતને સારા અખલાક વડે કેળવી ત્યારે મને લાગ્યું કે તકવા (સંયમ) અને ખુદાના ડર સિવાય બીજો કોઈ ઉત્તમ અખલાક નથી. Â તું ચાહે તેનો પુત્ર બન, પણ ઉચ્ચ અખલાક હાંસલ કર, કારણ કે તે એવી વખણાયેલી વસ્તુ છે કે પછી તારે કોઈ સારા ખાનદાનના નામની જરૂર નહીં પડે. Â લોકોની નિંદા ન કરો. ખુદાએ કુરાન અને ઇલાહી કિતાબો (ઈશ્વરીય ગ્રંથો)માં નિંદાને હરામ ઠેરવી છે.
- હે આત્મા! તારી વાતચીત ‘ચાંદી’ જેવી ગણાતી હોય, તો તારી ખામોશી (મૌન) ‘સોના’ જેવી છે. Â હજાર દુશ્મનની હું ખ્વાહિશ કરું તો મળી આવશે, પણ એક સાચા મિત્રની ખ્વાહિશ ઘણી મુશ્કેલીથી પાર પડશે.
- જો તું એમ ચાહતો હોય કે તારો મિત્ર તારાથી કંટાળી જાય તો એને રોજ મળતો રહેજે, પરંતુ દોસ્તી કાયમ રાખવાની તારી ખ્વાહિશ હોય તો, એકાદ દિવસના આંતરે તેને મળવાનું રાખજે. Â જે કોઈ સગાં કે નિકટના સંબંધીના અવસાનને કારણે શોકગ્રસ્ત બની કલ્પાંત અને રડારોળ કરે છે, તેને જોઈ મને આશ્ચર્ય થાય છે.
- અલ્લાહનો ફરિશ્તો રોજ તેને પોકારીને કહે છે ‘મૌત માટે પયદા કરો અને બરબાદી માટે મકાનનું ચણતર કરો. Â લોકો માટે પ્રાયશ્ચિત્ત કરવું ફર્જ છે, પણ તેનાથી પણ ઉત્તમ ફર્જ ગુનાહ ન કરવો છે. Â મોતની બાબતમાં અલ્લાહે સૌને સમાન ગણ્યા છે. એટલે સુધી કે એણે પોતાના નબી(હઝરત મહંમદ પયગમ્બર)ની પણ પરવા નથી કરી. Â મુશ્કેલી કે આફત સમયે સબ્ર અર્થાત્ ધીરજ ધરવી અતિ કઠિન છે, પણ સબ્ર ન કરવાથી જે સવાબ-પુણ્ય હાથમાંથી સરી જાય છે, તે બાબત તેનાથી પણ વધુ કઠિન લાગે છે.
- દરેક માનવી જે કોઈ ઉમ્મીદ (ઈચ્છા) કરે છે, તેના કરતાં પણ મોટી ઉમ્મીદ મોતની છે.
- દોસ્તની વેરાન કબર પાસેથી જ્યારે હું પસાર થાઉં છું ત્યારે હું એવી રીતે પસાર થાઉં છું જાણે મારે તેની સાથે કોઈ સંબંધ જ ન હોય.
- તારી ઇચ્છાઓની લગામ તું એવી રીતે પકડી રાખ અને રીઝક(રોજીરોટી)ની શોધમાં નિરંકુશ ઘોડાની જેમ ન બન, અલ્લાહની કસમ રીઝક ઈચ્છા કરવાથી મળતી નથી.
***
તારા માથામાં ઘડપણ આવ્યું, પરંતુ લોભ લાલચનું માથું હજુ ઘરડું થયું નથી. ખચિત દુનિયાનો લાલચુ માનવી હંમેશાં તકલીફમાં
રહે છે.
***
અય ઊંચી હવેલીઓ બાંધનાર, બસ હવે થોભી જા, કારણ તું વેરાન કબરનો નિવાસી બનવાનો છે.
***
દુનિયાથી વફાની ઉમ્મીદ રાખનાર એવો છે, જે ઝાંઝવાના જળની આશા રાખે છે.
***
તારા મરતબા(મોભા-સત્તા)ની ઝકાત (પ્રજાની સેવા છે) તું અદા કરતો રહે, જેમ અમુક હદ સુધી માલ(સ્થાવર જંગમ મિલકત)ની ઝકાત(દાન) ફરજિયાત છે
***
બીજા શખ્શે તો દુનિયા માત્ર ચાખી હશે, પણ મેં તો દુનિયા ભરપેટ આરોગી છે, એટલે દુનિયામાં મીઠું, સ્વાદિષ્ટ અને કડવું શું છે તેની મને ખબર છે.
***
દુનિયા એક સડી ગયેલા મડદા સિવાય બીજંુ કંઈ નથી, જે મડદા ઉપર કૂતરાં પડાપડી કરી, તેને ઘસડી લઇ જવા માંગે છે.
***
પૃથ્વીની પીઠ ઉપર તું ઘમંડથી અકળાઈને ન ચાલજે, કારણ કે જે પૃથ્વી ઉપર તું ઇતરાતી (ગર્વ) ચાલે ચાલે છે તે જ પૃથ્વીની ખાક ટૂંક સમયમાં તારી પર છવાઈ જશે.
***
દુનિયાની નકામી બાબતોને તું પડતી મૂકજે, કારણ કે પરહેજગાર અને દીનદાર શખ્સ માટે એવી બાબતો ઉપર સવાર થવું, જીવન વ્યતીત કરવું હરામ છે. Á
www.mehboobdesai.blogspot.com

X
article by mehboob desai

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી