વાસ્તુિનર્માણ- મયંક રાવલ / વાયવ્ય એ અભિવ્યક્તિની દિશા છે

article by mayankrawal

Divyabhaskar.com

Dec 20, 2019, 09:45 AM IST
વાસ્તુિનર્માણ- મયંક રાવલ
‘જો દેવસ્થાનમાં જ ઈશ્વર છે તો બાકીની જગ્યાએ સંચાલન કોણ કરે છે?’
‘માણસ માણસને નહીં સમજે તો કોણ સમજશે?’
‘દરેક ધર્મના મૂળભૂત નિયમો તો એકસમાન છે.’ આવી તત્ત્વજ્ઞાનની વાતો કરતો માણસ અચાનક અપશબ્દો બોલતો દેખાય તો આઘાત લાગે. ચોર ચોરી કરીને જેને ત્યાં ચોરી કરી હોય તેને પગે લાગવા જાય તો હજુ પણ વધારે આઘાત લાગે. માણસોમાં પણ અમુક સ્વભાવ કાયમ હોય છે જે એમની ઓળખાણ બની જાય છે, પણ વિરોધાભાસી વ્યવહાર? જો આવો વ્યવહાર થતો હોય તો તે વ્યક્તિના વાયવ્ય તરફ નજર નાખવી પડે. વાયવ્ય ચંચળતાની દિશા છે. તે ચલિત દિશા છે. તેથી જ અહીંની હકારાત્મકતા માણસને રચનાત્મક વિચારો આપે છે પણ આ દિશાની નકારાત્મકતા વ્યક્તિના વિચારોને બદલતી રહે છે. ક્યારેક એ પોતે જ પોતાની વાતનું ખંડન કરતા જોવા મળે છે. આવા સંજોગોમાં તેમની આસપાસના લોકોને તકલીફ પડે. વાયવ્ય હકારાત્મક હોય તો વ્યક્તિને મુસાફરી કરવી ગમે છે. તેને મુસાફરીથી લાભ પણ થાય તેવું બને. વાયવ્યની હકારાત્મકતા વાક્્ચાતુર્ય પણ આપે. સેલ્સ અને માર્કેટિંગ જેવા વ્યવસાયમાં આવા લોકો સફળ પણ થાય. એમની વાક્્પટુતાના વખાણ પણ થાય. પ્રેમની બાબતમાં પણ આવા લોકો મીઠડા સાબિત થાય. ટૂંકમાં, વાણીની હકારત્મક્તાનો તેમને લાભ મળે. એવું કહે છે કે પડે ચઢે જીભ વડે જ માનવી. આ વાત વાયવ્યની ઊર્જા સાથે પણ જોડાયેલી છે. વાયવ્ય નકારાત્મક બને ત્યારે જીભ બગડે. માણસને કારણ વિનાની ચર્ચાઓ કરવાનું ગમે. એના વિચારો અને વ્યવહાર બદલાતા રહે. એમાં જો પશ્ચિમની નકારાત્મકતા ભળે તો વ્યભિચાર પણ થઇ શકે.
વાયવ્ય ખોટી જીદ આપે. જે પૂરી કરવા માણસ પોતાનીજ વાતને બદલી અને નવી વાત સાબિત કરવા પ્રયત્ન કરે. તેના માટે જીવનની સરળતા ઓછી થવા લાગે અને જીવન હારજીતની બાજી બનીને રહી જાય. વાયવ્યની અમુક નકારાત્મકતા આ બધાની સમજણ હોવા છતાં જીદ પૂરી કરવા કોઈ પણ હદ પર જવા પ્રેરે. વ્યક્તિ વારંવાર બદલાઈ જતી હોય ત્યારે આ દિશા સમજવી જરૂરી છે. વાયવ્ય એ અભિવ્યક્તિની દિશા છે. જો અહીં હકારાત્મકતા હોય તો વ્યક્તિ રોમેન્ટિક બને છે. તેની અભિવ્યક્તિમાં કેન્દ્રમાં સામેની વ્યક્તિ હોય છે. તેની વાચાળતામાં અન્ય માટેની સમજ હોય છે. જો વાયવ્યના બેડરૂમમાં યોગ્ય રીતે યુગલ રહેતું હોય તો લાંબા સમય સુધી તેમની વચ્ચે પ્રેમ જ‌ળવાયેલો રહે છે. વાયવ્યમાં લિવિંગ રૂમ આવતો હોય તો તેમાં રહેનારની અભિવ્યક્તિ ઓછી છે. ઘણી વાર યોગ્ય વાત યોગ્ય સમયે ન થવાના લીધે જે સમસ્યા આવતી હોય તેનો સામનો આવી જગ્યાએ રહેતી વ્યક્તિઓએ કરવો પડે છે અને જ્યારે એ વાતની રજૂઆત થાય ત્યારે વાતનું સ્વરૂપ બદલાઈ જતા ઘરનું વાતાવરણ બદલાય છે.
વાયવ્યના માર્જિન પણ ઘરની ઊર્જામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી જ નવું ઘર બનાવતી વખતે વાસ્તુના ગણિતનો વિચાર કરવો જરૂરી બને છે.
[email protected]
X
article by mayankrawal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી