વાસ્તુિનર્માણ- મયંક રાવલ / આત્મવિશ્વાસ જોડાયેલું બ્રહ્મસ્થાન

article by mayankraval

Divyabhaskar.com

Dec 02, 2019, 02:43 PM IST
વાસ્તુિનર્માણ- મયંક રાવલ
જ્યારે બ્રહ્મની ઊર્જા ઓછી હોય ત્યારે ચિંતા, ડિપ્રેશન, આત્મવિશ્વાસનો અભાવ, અજ્ઞાત ભય વગેરે મનને લગતા ઘણા પ્રશ્નો સર્જાઇ શકે છે. હવે બ્રહ્મ એટલે શું? બ્રહ્મ એક સ્થાન છે અને તેને સમજવું જરૂરી છે. બ્રહ્મ એટલે સમગ્ર જમીન કે મકાનના લંબાઈ અને પહોળાઈના એકસરખા ત્રણ ત્રણ ભાગ કરવામાં આવે ત્યારે જે નવ ભાગ બને તેમાં બરાબર મધ્યનો ભાગ. બ્રહ્મ એ વ્યક્તિના આત્મવિશ્વાસ અને નવી પેઢી સાથે જોડાયેલું સ્થાન છે. બ્રહ્મમાં ખાડો પણ ન હોવો જોઈએ કે ન તો ટેકરો.
મહાભારતમાં હસ્તિનાપુરમાં બનેલો પાંડવોનો મહેલ યાદ છે? દાનવોના સ્થપતિ એવા મય દાનવે આ મહેલની રચના કરી હતી. એ જમાનમાં અજાયબી ગણાય એવા મટિરિયલ સાથે આ મહેલ બનેલો હતો.જેમાં જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ હતી. પારદર્શક દીવાલો અને પરાવર્તિત ભૂમિ. જેના કારણે આભાષી વાતાવરણ ઉદ્ભવે. આવા મટિરિયલ આજે તો આપણે વાપરીએ છીએ. કદાચ એટલે જ વધારે પડતા કાચ અને અરીસાનો ભારતીય વાસ્તુમાં નિષેધ હોઈ શકે. પાંડવો એ અદભુત મહેલમાં કેટલું રહ્યા હતા? એ લોકો ત્યાં સુખી થયા હતા? એ મહેલમાં રહેવા જતાં જ કોઈ એવી ઘટના બની કે જેના કારણે મહાભારતના યુદ્ધ સુધીનો ઘટનાક્રમ સર્જાયો. આ મહેલમાં બ્રહ્મમાં ખાડો હતો. પાંડવોનો આખો જ વંશ યુદ્ધમાં નાશ પામ્યો. આભાસીપણું નકારાત્મકતા જ આપે છે. બ્રહ્મનો દોષ આભાષી વ્યક્તિત્વ આપી શકે છે. વ્યક્તિ પોતાની એક અલગ દુનિયામાં રહેતી હોય. તેના માટે નજર સામેનાં પાત્રો પણ અલગ સ્વરૂપે હોય. ઘણા સંજોગોમાં આવાં કારણોથી વ્યક્તિની અપેક્ષાઓ વધે છે અને જેના કારણે અશક્ય હોય તેવી અપેક્ષાઓથી મન ભરાઈ જાય છે. તેને શ્રેષ્ઠ વ્યક્તિમાં પણ ભૂલો દેખાયા કરે છે. વધુ પડતી અપેક્ષા અંતે તો તે દુ:ખ જ આપે છે.
બ્રહ્મમાં જે કોઈ કાર્ય કરવામાં આવે તેમાં ધારી સફળતા મળતી નથી. હવે સવાલ ઉદ્ભવે કે બ્રહ્મમાં શું કરાય? જે કાર્યમાં પરિણામ ન મળતું હોય તેવું કાર્ય કરવાનું ગમે? પરાણે બનાવેલી રસોઈ કોને ભાવે? લાગણી વિનાના સંબંધો કોને ગમે? વાંચેલું યાદ ન રહે તેવું ભણવાનું કોને ગમે? આત્મવિશ્વાસ ઘટાડે તેવું કામ કરવું કોને ગમે? મનમાં ભય ઉદ્ભવે તેવા વિચારો કોને ગમે? બ્રહ્મની નકારાત્મકતા કાલ્પનિક ભય આપે છે. માણસ સતત ભયમાં રહે તેથી તેની ઊંઘ અને મનોસ્થિતિ પર અસર પડે છે. અંતે તેના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે. હકારાત્મક માનવીય સંબંધો માટે બ્રહ્મની હકારાત્મક ઊર્જા ખૂબ જ જરૂરી છે. બ્રહ્મમાં દાદરો કે ટોઇલેટ ક્યારેય ન રખાય. બ્રહ્મામાં કૂવો કે હોજ પણ ન જ બનાવાય. બ્રહ્મામાં વૃક્ષો પણ ન જ વવાય. એક એવી ખોટી માન્યતા છે કે બ્રહ્મસ્થાન પર આકાશ તત્ત્વનું આધિપત્ય છે. તેથી બ્રહ્મમાંથી આકાશ દેખાવું જોઈએ. હકીકત એ છે કે અહીં આવકાશ એટલે કે ‘સ્પેસ’નું આધિપત્ય છે. તેથી અહીં આસન અને છત્ર જરૂરી છે. મોટાભાગે આઠ જ દિશાઓને મહત્ત્વ આપવામાં આવે છે. તેથી બ્રહ્મની ગણતરી વિસરાઈ જાય છે અથવા તો તેને અલગ રીતે વિચારવામાં આવે છે. જેનાથી મનની સ્થિતિ વિકટ બની શકે છે અથવા તો નવી પેઢીને આવવામાં સમસ્યા આવી શકે છે.
[email protected]
X
article by mayankraval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી