વાસ્તુિનર્માણ- મયંક રાવલ / અગ્નિમાં બાલ્કની-હીંચકો રખાય?

article by mayank raval

  • અગ્નિની હકારાત્મક ઊર્જા વ્યક્તિને ચુંબકીય વ્યક્તિત્વ આપી શકે છે. પાંચમાં પુછાય તેવા માણસ બનાવે પણ અગ્નિની નકારાત્મકતા ચોરી પણ કરાવી શકે. અગ્નિમાં યોગ્ય જગ્યાએ દ્વાર હોય તો મકાન નારીપ્રધાન બને

Divyabhaskar.com

Dec 13, 2019, 04:39 PM IST
વાસ્તુિનર્માણ- મયંક રાવલ
કંઈ પણ ખોટું થાય તો તેની પ્રતિક્રિયા ખોટી હોઈ શકે, પણ જીવનની સાચી સમજણ સાથે અયોગ્ય વાતને ભૂલી જવાની ઊર્જા કઈ દિશામાંથી મળે તે સમજીએ. દક્ષિણ અને પૂર્વની વચ્ચેની દિશા એટલે અગ્નિ દિશા. આ દિશાની હકારાત્મકતા માણસને ઠાવકાપણું આપે છે. જો અગ્નિમાં યોગ્ય જગ્યાએ દ્વાર હોય તો તે મકાન નારીપ્રધાન બને છે. ઘરના હકારાત્મક નિર્ણયોમાં નારીનું પ્રદાન હોવાના કારણે નારીનો પ્રભાવ વધે છે. અગ્નિની હકારાત્મક ઊર્જા વ્યક્તિને વિચક્ષણ બનાવે છે. તેની કોઠાસૂઝ સારી હોવાના કારણે તેનું માનસન્માન પણ વધે છે, પણ જો પૂર્વ અને દક્ષિણ એ બંને દિશાના રોડ જંકશન પર પ્લોટ હોય તો? આવા પ્લોટ ખાલી હોય તેવું વધારે બને છે. જો પ્લોટ નકારાત્મક હોય તો તેના પર થતું બાંધકામ અટકી જાય તેવું બને. માણસો બદલાયા કરે પણ કામનો પાર ન આવે. ઘરની સ્ત્રીને તાણ રહ્યાં કરે. તેને શારીરિક કે માનસિક તકલીફ પણ રહે. જો અગ્નિનો વેધ હોય તો ગર્ભાશયને લગતી બીમારી આવવાની સંભાવના ઉદ્ભવે, પણ તેનાથી ગભરાવાની જરૂર નથી. ભારતીય વાસ્તુના નિયમો માનવજાતિને મદદ કરવા માટે બનેલા છે. જો અગ્નિ નકારાત્મક હોય અને પુરુષ ત્યાં રહેતો હોય તો તેનો સ્વભાવ પાણીમાંથી પોરા કાઢવાવાળો થઇ જાય. તેને કંકાસ કરવો ગમે. નાની નાની વાતમાં ખોટું બોલી શકે. તેને અન્યને છેતરવામાં રસ ઉદ્ભવે અને કોઈને હેરાન કરવામાં તેને આનંદ મળે. અગ્નિની નકારાત્મકતા નારીના સ્વભાવમાં ગુસ્સો આપે. અગ્નિની નકારાત્મકતા ચામડીના રોગો અને જાતીય રોગ પણ આપી શકે. અગ્નિ દિશાને સમજવા માટે તેનો અભ્યાસ જરૂરી છે. પૂર્વ અગ્નિનું એક દ્વાર બીમારી આપી શકે છે તો દક્ષિણ અગ્નિનું એક દ્વાર સારું ગણાય છે.
વાસ્તુના ગણિતને સમજીને વિચાર કરીએ તો અગ્નિની હકારાત્મક ઊર્જા વ્યક્તિને ચુંબકીય વ્યક્તિત્વ આપી શકે છે. પાંચમાં પુછાય તેવા માણસ બનાવે પણ અગ્નિની નકારાત્મકતા ચોરી પણ કરાવી શકે. જો ઘરમાં વારંવાર ચોરી થતી હોય તો એક વખત જાણકાર પાસે અગ્નિ દિશાનો અભ્યાસ કરાવી લેવો જોઈએ. આ જ રીતે જો વારંવાર મકાનમાં આગ લાગતી હોય તો તે પણ અભ્યાસનો વિષય છે. આ દિશાનો પ્રભાવ મોટો છે. અગ્નિ દિશામાં મકાનના માર્જિન પણ વિચારીને રાખવા પડે. અગ્નિ દિશામાં બાલ્કની રખાય? અગ્નિમાં હીંચકો રખાય? આવા સવાલો વારંવાર સાંભળવા મળે. અને અગ્નિની નકારાત્મકતા હોય ત્યારે આવા સંશય ઉદ્ભવે. નારીની ખોટી જીદના લીધે ઘરમાં તોફાન આવે અને પુરુષના સ્વભાવના લીધે ઘર હલ્યા કરે. અગ્નિની નકારાત્મકતા ભૌતિક્તાવાદી બનાવી શકે. અગ્નિ દ્વિમુખી સ્વભાવ પણ આપી શકે. અગ્નિની હકારાત્મક ઉર્જા સારા એક્ટર બનાવી શકે. વ્યક્તિનો સમગ્ર પ્રભાવ અને મકાનની સંપૂર્ણ ઊર્જાની અસર જાણવા માટે જે તે સ્થળનો સંપૂર્ણ અભ્યાસ જરૂરી છે કારણ કે દરેક દિશાની ઊર્જા એકબીજા સાથે જોડાયેલી છે.
અન્ય એક દિશાની નકારાત્મકતા વ્યક્તિને દ્વિમુખી પ્રતિભા આપી શકે છે.
[email protected]
X
article by mayank raval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી