લઘુકથા / વંદના

article by hemal vasihnav

હેમલ વૈષ્ણવ

May 22, 2019, 05:15 PM IST

કંપનીના કામે આવેલા સુજિતની હોટલ શહેરની બહાર હતી. રાત્રે ટહેલવા નીકળેલા સુજિતે દૂર એક બસ સ્ટેન્ડની બેન્ચ પર જમાવ્યું. ઠંડી હવા અને પરફ્યૂમની મહેક એની તરફ લઈ આવી અને એને ખ્યાલ આવ્યો કે એ બસસ્ટેન્ડના બીજા છેડે એ બેઠી હતી. ચિંતાતુર વદને એ પર્સને ફંફોસતી હતી. ‘એની પ્રોબ્લેમ?’ સુજિતથી પુછાઈ ગયું. ‘પર્સની અંદર મારો બટવો હોય છે એમાં પૈસા રાખું છું, પણ કદાચ એ જોબના ડેસ્ક પર જ રહી ગયો, મોબાઈલ પણ. આ શહેરમાં મને કોઈ ઓળખતું નથી, તમે જો બસભાડાના બાવીસ રૂપિયા આપી શકો તો...’ એ બહુ જ અચકાતી હતી. વોલેટમાં પાંચસોની નોટો સાથે વીસ રૂપિયાની બે નોટ હતી એ સુજિતે ખેંચી કાઢી.
‘થેન્ક ગોડ, દસ વાગ્યાની છેલ્લી બસ મિસ થઇ ગઈ હોત તો... સર, આપ એડ્રેસ આપો, હું હોસ્ટેલ જઈને પૈસા...’
‘ઇટ્સ ઓકે, તમે કોઈ બીજાને હેલ્પ કરી દેજો, ઈન ફેક્ટ ઇફ યુ ડોન્ટ માઈન્ડ, હું આપને ટેક્સીમાં...’
‘ના સર, આ શહેરના ટેક્સીવાળાનો ભરોસો નહીં.’ એ બોલી અને બસ આવતાં એ ઝડપથી ચડી ગઈ. બસ સાવ ખાલી હતી.
‘જનાબ, રાત્રે બે વાગ્યે અહીંયાં? તબિયત તો ઠીક છે ને?’ જીપમાંથી બેટરીનો પ્રકાશ ફેંકતાં ઈન્સ્પેક્ટરે પૂછ્યું.
‘બે? હમણાં તો દસ વાગ્યાની બસમાં પેલી છોકરી...’ સુજિતે આખી ઘટના સંભળાવી. ‘સરજી, નક્કી તમને વંદના મળી ગઈ હશે.’ હવાલદાર તરફ જોતાં ઇન્સ્પેક્ટર બોલ્યા.
‘ત્રણ વર્ષ પહેલાં એને એક ટેક્સી ડ્રાઇવર અને બીજા ગુંડાઓએ પૈસા અને ઈજ્જત બન્નેથી લૂંટી લીધી અને દોડતી બસ સામે ધક્કો મારીને ફેંકી દીધેલી. હવે એ ક્યારેક રાત્રે એકલદોકલ યુવાનને દેખાઈ જાય, જો પેલો એનો લાભ લેવા ગયો તો એનું ધનોતપનોત નીકળી ગયું જ સમજવું. તમે શરાફતથી પેશ આવ્યા તો કદાચ જેન્ટલમેનની તલાશમાં ભટકતા એના રૂહને શાંતિ મળી ગઈ હશે.’ અચાનક સુજિતે વોલેટ ચેક કર્યું, એમાં વીસની બે નોટ પરફ્યૂમની ખુશબૂ સાથે અકબંધ હતી.
[email protected]

X
article by hemal vasihnav

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી