Back કથા સરિતા
ડૉ. પારસ શાહ

ડૉ. પારસ શાહ

સેક્સોલોજી (પ્રકરણ - 57)
લેખક જાણીતા સેક્સોલોજિસ્ટ અને ‘દિવ્ય ભાસ્કર’ના કોલમિસ્ટ છે.

સ્ત્રીની કામેચ્છા ઘટવાનાં કારણો સમજવાં જરૂરી

  • પ્રકાશન તારીખ29 Jul 2019
  •  

કામ સંહિતા- ડૉ. પારસ શાહ
લગ્નનાં પાંચ-સાત વર્ષ અને એમાંય સંતાનપ્રાપ્તિ બાદ કોઇ અગમ્ય કારણસર સ્ત્રીઓની કામોત્તેજનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. સમય-સંજોગ બદલાતા કામવૃત્તિમાં ઘટાડો થવો સહજ છે. આ બાબતે ચિંતિત થવાને બદલે સેક્સલાઇફની ગુણવત્તા સુધારવા તરફ ધ્યાન આપવું જોઈએ. મહિલાઓની કામેચ્છાને પુન: જાગૃત કરવી શક્ય છે. જોકે, આ માટે સૌ પ્રથમ એ બાબત જાણવી જરૂરી છે કે સેક્સમાંથી રસ ઊડવાનાં કારણો કયાં કયાં છે.
સાંસ્કૃતિક અને સામાજિક માળખું : કામેચ્છા ઘટાડવા માટે ઘણી વાર સામાજિક રિવાજો કે માપદંડો જવાબદાર બને છે. ભલે હાલ આપણે સેક્સ અંગે પ્રમાણમાં મુક્ત અભિગમ ધરાવતા સમાજમાં રહીએ છીએ, આમ છતાં મહિલાઓને તે પ્રત્યે ઉદાસીનતા દાખવવાનું સમજાવાય છે. સેક્સ અંગે આવેગપૂર્ણ વલણ દાખવતા પુરુષો પ્રત્યે લોકો અહોભાવની લાગણી ધરાવતા હોય છે, પરંતુ જો મહિલાઓ આમ કરે તો તેમને હીન દૃષ્ટિથી નિહાળાય છે.
સંબંધોમાં આવેલી ખટાશ : મહિલાઓની જાતીય ઇચ્છા સંબંધો સાથે સંકળાયેલી છે. એકબીજા સાથે સંવાદ સાધ્યા વિના કે લાગણીથી જોડાયા વિના મહિલાઓ માટે સેક્સ માણવું શક્ય નથી. પોતાના સાથી સાથે ચર્ચા કરતી વખતે, તેમને સ્પર્શ કરતી વખતે અથવા તો પિકનિક કે આઉટિંગ દરમિયાન તેમની જાતીય ઇચ્છાઓ જાગૃત થાય છે. જો આ સમયગાળા દરમિયાન જાતીય ઇચ્છાઓની અવગણના કરવામાં આવે તો તેની સીધી અસર જાતીય જીવન પર પડે છે.
રજોનિવૃત્તિકાળ : રજોનિવૃત્તિકાળનાં કેટલાંક વર્ષો અગાઉ અનિયમિત માસિક, સ્વભાવમાં બદલાવ અને યોનિમાં સ્નિગ્ધતા ઘટી જવી વગેરે જેવાં (ક્યારેક) થતાં પરિવર્તનો તમારી સેક્સલાઇફને અસર કરે છે, પરંતુ શરીરમાં થઇ રહેલાં પરિવર્તનો છતાં તે સેક્સ માણવા ઉત્તમ જ છે અને તે બાબતને જાણવી મહત્ત્વની છે. આ દરમિયાન સેક્સની અવગણના કરવાથી પરિસ્થિતિ વણસી શકે છે. શુષ્કતા દૂર કરવા લ્યુબ્રિકન્ટ્સનો ઉપયોગ કરવો જોઇએ અને સેક્સ માણવું જોઇએ. જનનાંગોમાં લોહીનો પ્રવાહ જવાથી કોષો તંદુરસ્ત રહે છે અને કુદરતી સ્નિગ્ધતા પૂરી પાડે છે. હોટ ફ્લેશિસ અને થાક પેરીમેનોપોઝ સાથે સંકળાયેલા છે અને તે તમારી શારીરિક ઊર્જા પર માઠી અસર કરે છે. આથી તમારે તેની સારવાર માટે તમારા ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
તબીબી સ્થિતિ અને ઉપચાર : તણાવ તથા તણાવને દૂર કરવા માટે ઉપયોગમાં લેવાતા એન્ટિ ડિપ્રેસન્ટથી પણ કામેચ્છામાં ઘટાડો થાય છે. બ્લડપ્રેશર ઘટાડવા માટે વપરાતી કેટલીક દવાઓથી પણ સેક્સ માણવાની ઇચ્છા ઓછી કરી નાખે છે. એન્ડોમેટ્રીઓસિસ, ફાઇબ્રોઇડ્સ અને થાઇરોડમાં પેદા થયેલા અસંતુલનથી પણ મહિલાઓનો કામાવેગ ઘટી જાય છે.
[email protected]

x
રદ કરો

કલમ

TOP