જાણવું જરૂરી છે- ડૉ. પારસ શાહ / છેલ્લાં બે-ત્રણ માસથી વીર્ય નીકળતું નથી

article by dr.paras shah

Divyabhaskar.com

Aug 08, 2019, 05:41 PM IST

જાણવું જરૂરી છે- ડૉ. પારસ શાહ
સમસ્યા: મારી ઉંમર ઓગણીસ વર્ષની છે. મારી તકલીફ વિચિત્ર છે. મારે માત્ર એક જ શુક્રપિંડ છે અને બીજું શુક્રપિંડ ડોક્ટરના કહેવા પ્રમાણે ઉપર પેઢુના ભાગમાં છે. તો શું આવું શક્ય છે? ડોક્ટરની સલાહ ઓપરેશન દ્વારા શુક્રપિંડને નીચે લાવવાની છે. મારે શું કરવું? યોગ્ય માર્ગદર્શન આપશો.
ઉકેલ: આપની તકલીફો ડોક્ટરી ભાષામાં ‘અનડિસેન્ડેડ ટેસ્ટિસ’ કહેવાય છે. સામાન્ય રીતે જન્મ સમયે અંડકોષ યાને શુક્રપિંડ પેટની અંદર કિડનીની નજીક હોય છે. ત્યાર બાદ થોડાક સમયમાં તે વૃષણમાં આવી જતા હોય છે. તમારા કિસ્સામાં માત્ર એક જ અંડકોષ વૃષણમાં આવેલ છે. આ ઓપરેશન દ્વારા નીચે લાવવા પડે, પરંતુ તમારી ઉંમર જોતાં મોટે ભાગે આ વૃષણ નકામું થઇ ગયેલ હશે. આ ઓપરેશન જેટલી નાની ઉંમરે કરાવાય તેટલું સારું. શક્ય હોય તેવા કિસ્સામાં આઠ વર્ષ બાદ રાહ ન જોવી જોઇએ, કારણ કે જો શુક્રપિંડ લાંબો સમય વૃષણની બહાર રહે તો ગરમીને કારણે તે બરાબર કામ નથી કરતા. આ શુક્રપિંડ પુરુષત્વનો હોર્મોન્સ ટેસ્ટોસ્ટિટોન બનાવે છે અને પિતા બનવાના શુક્રાણુ પણ, પરંતુ આપને એક શુક્રપિંડ યોગ્ય જગ્યાએ જ છે. માટે લાંબી ચિંતા કરવા જેવી નથી. ઓપરેશન કરાવવું જરૂરી છે. ઓપરેશન વખતે જો ડોક્ટરને યોગ્ય લાગશે તો આ પેટમાં રહેલા શુક્રપિંડને કદાચ હંમેશ માટે દૂર પણ કરી શકે છે. આમ કરવાથી તમારા જાતીય જીવન કે પિતા બનવામાં કોઇ જ તકલીફ નહીં થાય. (હા, પણ તમારું બીજંુ શુક્રપિંડ બરાબર હોવું જરૂરી છે.)
સમસ્યા: હું અને મારો મિત્ર બંને સાથે હસ્તમૈથુન કરી રહ્યા હતા. મારા મિત્રનું વીર્યસ્ખલન થઇ ગયું અને તે વીર્ય મારી આંગળી પર આવ્યું. પછી તે વીર્ય મારા શિશ્ન પર પણ ગયું. અત્યારે તે વાતને બે મહિના થઇ ગયા છે. મને ચિંતા થાય છે કે શું તે વીર્યથી મને એચ.આઇ.વી. થઇ શકે ખરો?
ઉકેલ: વીર્યની અંદર એચ.આઇ.વી.ના વાઇરસ ચોક્કસ હોય છે, પરંતુ તે માત્ર બાહ્ય સપાટીએ સ્પર્શ થવાથી ફેલાતા નથી. એચ.આઇ.વી. વાઇરસ શરીરમાં રહેલ કોઇપણ પ્રવાહીની એકબીજાના શરીરમાં આપ-લે થવાથી ફેલાય છે. આ સાથે વાઇરસ લોડ પણ અગત્યનો ભાગ ભજવે છે. માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે 100% સેફ છો.
સમસ્યા: મારી ઉંમર 73 વર્ષની છે. મને બે-ત્રણ માસથી વીર્ય નીકળતું નથી. શિશ્નમાં ઉત્થાન થાય છે. હાઇ બ્લડપ્રેશરની ગોળીઓ ઘણા સમયથી લઉં છું. બે વર્ષ પહેલાં માનસિક બીમારી હતી. તેની દવા ત્રણ વર્ષ સુધી લીધી હતી. તો આના માટે યોગ્ય દવા બતાવશો.
ઉકેલ: જો સમાગમ વખતે પૂરતું ઉત્થાન આવતું હોય, ચરમસીમાનો અનુભવ થતો હોય તો સ્ખલન બહાર ન થતું હોય તે ઝાઝી ચિંતાનો વિષય નથી, કારણ કે વીર્યનું કામ માત્ર બાળક ઉત્પન્ન કરવાનું જ છે. ઘણીવાર અમુક બ્લડપ્રેશરની, માનસિક રોગની દવાઓ તેમજ પ્રોસ્ટેટના ઓપરેશન બાદ ચરમસીમાનો અનુભવ થાય, વીર્યસ્ત્રાવ થવાનો અહેસાસ થાય, પરંતુ વીર્ય બહાર દેખાતું નથી હોતું. આને મેડિકલ ભાષામાં રિટ્રોગ્રેડ ઇજેક્યુલેશન કહેવામાં આવે છે. જેમાં સ્ખલન બહાર થવાને બદલે મૂત્રાશયમાં જાય છે અને સમાગમ કે હસ્તમૈથુન બાદના પ્રથમ પેશાબમાં વીર્ય પેશાબની સાથે બહાર આવે છે. આમાં કોઇ ચિંતા કરવા જેવું નથી. આમ પણ ઉંમર વધતાં વીર્યનો જથ્થો ઓછો થવા લાગે છે. આ તકલીફ છેલ્લા બે-ત્રણ મહિનાથી જ છે. માટે આપ સારવારની ઉતાવળ ન કરશો. [email protected]

X
article by dr.paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી