કામ સંહિતા- ડૉ. પારસ શાહ / તમારી સેક્સલાઇફને વધુ રોમાંચક બનાવો

article by dr. parasshah

Divyabhaskar.com

Aug 05, 2019, 06:34 PM IST

કામ સંહિતા- ડૉ. પારસ શાહ
ઘણા લોકોના જીવનમાં એવું જોવા મળે છે કે તેઓને તેમના જાતીય જીવનમાં પહેલાં જેવી ગરમાહટ કે ઉષ્માનો અનુભવ નથી થતો. જાતીય સંબંધોનો પ્રારંભિક આવેશ સમયની સાથે સાથે ઓસરતો જતો હોય તેવું લાગે છે. કેટલીકવાર બેમાંથી એક કે બંને જણા પોતાની રીતે લગ્નેતર સંબંધોમાં પણ ખેંચાય છે. જોકે, આમ કરી લગ્નજીવનને ભંગાણના આરે લઇ જતાં પહેલાં અહીં સૂચવેલા કેટલાક ઉપાયો તમારી શુષ્ક અને નીરસ જાતીય જિંદગીને વધુ આનંદદાયી બનાવવામાં ચોક્કસ ઉપયોગી નીવડશે. તમે ભલે ન માનો, પણ એવા કેટલાય ઉપાયો છે જે તમારી સેક્સલાઇફને વધુ રોમાંચક બનાવવા સક્ષમ છે, પણ તમને તેનો ખ્યાલ જ નથી. અથવા તો તમે કદી તેને અજમાવ્યા જ નથી. સેક્સ એ એક જાતીય ક્રિયા કરતાં પણ વિશેષ એક અલૌકિક આનંદના અનુભવનો વિષય છે. તેમાં પ્રવૃત્ત થતા પહેલાં અને દરમિયાન તદ્દન હળવાશભરી માનસિકતા રાખો. મનને આનંદમયી વિચારોમાં તલ્લીન રાખો. એકબીજાને ગમ્મત પડે તેવા ટુચકા કહો, એકબીજાને ઉત્તેજિત કરે તેવા રોમેન્ટિક શબ્દો, શાયરીઓની આપ-લે કરો. સહસ્નાન, પિલો ફાઇટિંગ કે અન્ય ધમાલ-મસ્તીથી સમાગમનો આનંદ બેવડાઇ જાય છે.
કેટલાક પુરુષો પોતાના સ્વભાવને કારણે પોતાની પત્નીની લાગણીઓને ઠેસ પહોંચાડતા હોય છે. પોતાનું પ્રભુત્વ દાખવવાના આ પ્રકારનાં પ્રયત્નો સ્ત્રીઓને નીરસ બનાવી દે છે. પત્ની કરતાં પોતે વધારે સશક્ત છે કે વધુ હોશિયાર છે તેવું દાખવવાને બદલે તેને પ્રોત્સાહન મળે તેવું વલણ અપનાવવું જોઇએ. જેમ કે, ‘આજે સવારે તું બેહદ સુંદર લાગતી હતી.’, ‘તારો દેહ કામણગારો છે’ વગેરે. તમે માત્ર તેના શરીરને જ ઇચ્છો છો તેવી લાગણી પત્નીને ક્યારેય ન થવા દો.
જાતીય જીવનને કેવી રીતે વધુ આનંદમય અને રોમાંચક બનાવી શકાય તે અંગે અહીં આપેલી ટિપ્સ ઉપયોગી થઇ પડશે.
કામેચ્છા જગાડવા સ્વાર્થવૃત્તિ અપનાવો : પરિવાર કે બાળકોની વધુ પડતી કાળજી કે સારસંભાળ એ મહિલાઓની કામેચ્છા અવરોધનાર સૌથી મોટું પરિબળ છે. આમ કરવાને કારણે તે વધુ ને વધુ સમય પોતાનાં બાળકો કે પતિ વિશે વિચારવામાં વ્યતીત કરે છે. (સેક્સલાઇફને વધારે રોમાંચક બનાવવાની વધુ ટિપ્સ આવતા અંકમાં)
[email protected]

X
article by dr. parasshah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી