કામ સંહિતા- ડૉ. પારસ શાહ / સુખી સેક્સલાઈફ ઇચ્છો છો? આટલું અજમાવો

article by dr. paras shah

Divyabhaskar.com

Aug 12, 2019, 06:39 PM IST

કામ સંહિતા- ડૉ. પારસ શાહ
તમે કેટલીકવાર સેક્સ માણો છો તે સુખમય સેક્સલાઇફનો માપદંડ નથી. સુખી સેક્સલાઇફ અંગે તમે શું વિચારો છો તે મહત્ત્વનું છે. જો તમે મુક્ત મને સેક્સનો આનંદ લઇ શકતા હોવ તો તે તંદુરસ્ત સેક્સલાઇફની નિશાની છે. જાતીય જીવનને કેવી રીતે વધુ આનંદમય અને રોમાંચક બનાવી શકાય તે અંગે અહીં આપેલી ટિપ્સ ઉપયોગી થઇ પડશે.
નાની-નાની બાબતોનો આનંદ ઉઠાવો: રોજબરોજના જીવનમાં બનતી નાની-નાની ઘટનાઓમાંથી આનંદ માણવા. પતિ સાથે પિક્ચર જોવા જવું, સહસ્નાન કરવું વગેરે ઉપાય અજમાવી શકાય.
એકબીજા સાથે તાદાત્મ્ય કેળવો: ઘણાં યુગલોની સેક્સલાઇફમાં રસ ઊડી જવાની સમસ્યા પાછળ તેમની વચ્ચે લાગણીનો અભાવ હોવાનું જોવા મળ્યું છે. આવાં યુગલોએ જ્યાં સુધી એકદમ હળવાશ અને શાંતિનો અહેસાસ ન થાય ત્યાં સુધી આશરે પાંચ-દસ મિનિટ સુધી એકબીજાને બાહુપાશમાં રહેવું જોઇએ. આમ કરવાથી તમે એકબીજા સાથે શારીરિક ઉપરાંત માનસિક રીતે પણ જોડાણ સાધી શકશો.
આસપાસના પરિદૃશ્યમાં પરિવર્તનથી પણ કામેચ્છા જાગૃત બને છે: કાયમ એકના એક વાતાવરણમાં રહેવાને કારણે સેક્સ પ્રત્યેનો આવેગ ધીમો પડી જાય છે. માત્ર બેડરૂમમાં જ સેક્સ માણી શકાય તેવો કોઇ નિયમ તો છે જ નહીં ને.
તમારી પસંદ વિશે ચર્ચા કરો, કામેચ્છા વધારવા અંગેની ઇચ્છા દર્શાવો: તમારા સેક્સ પાર્ટનર સાથે તમારા ગમા-અણગમા અંગે ચર્ચા કરો. તમારા બંને વચ્ચે વધતું અંતર અટકાવવા એકમેક સાથે જોડાવાની તમારી ઇચ્છા વ્યક્ત કરો. સાથે બેસીને પિક્ચર જુઓ.
લ્યુબ્રિકન્ટનો ઉપયોગ કરો: સેક્સની મજા માણવામાં યોનિની શુષ્કતા અવરોધરૂપ ન બનવી જોઇએ. બજારમાં હાલ સારી ગુણવત્તા ધરાવતા અનેક લ્યુબ્રિકન્ટ્સ ઉપલબ્ધ છે. ડોક્ટરની સલાહ મુજબ ક્રીમનો ઉપયોગ કરવો.
માત્ર ગુપ્તાંગો પર જ નહીં, પરંતુ સમગ્ર શરીર પર ધ્યાન કેન્દ્રિત કરો: મોટાભાગના લોકો સેક્સની શરૂઆત ગુપ્તાંગોથી જ કરતા હોવાનું સર્વેમાં જણાયું છે, પરંતુ ખરેખર તે યોગ્ય નથી. સેક્સની શરૂઆત કરતા પહેલાં તમારા સાથીને તે માટે ઉત્તેજિત કરો. તેનામાં રોમાંચની લાગણી જન્માવો. માત્ર કામ પૂરું કરવાનું ધ્યેય રાખવાના બદલે તેમાંથી મહત્તમ સંતોષ મળે તેવું ધ્યેય રાખો.
વાસ્તવિક અપેક્ષાઓ રાખો: કામેચ્છા ઘટતી અટકાવવા તમારી અપેક્ષાઓ વાસ્તવિક રાખવી જરૂરી છે. સેક્સ એ માત્ર શારીરિક બાબત કરતાં પણ કંઇક વધારે છે. તમારા જીવનસાથીને સેક્સ માણવાના એક સાધન તરીકે જોવાના બદલે એક પ્રેમાળ વ્યક્તિ તરીકે નિહાળશો તો જાતીય જીવનની સાથે દાંપત્યજીવનની મીઠાશ પણ બેવડાઇ જશે.જો તમારામાં સંબંધોની આંતરિક લાગણી કે ખેંચાણ નહીં હોય તો કોઇપણ ઉપાય કે સૂચન તમારા સંબંધોને, ઉષ્માને એક ડિગ્રી જેટલી પણ નહીં વધારી શકે.
[email protected]

X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી