ચાલો સિનેમા / અલી અબ્બાસ ઝફર : ‘ભારત’ માટે વિશ્વાસ છે

article by bhawna somaaya

Divyabhaskar.com

Jun 07, 2019, 05:54 PM IST

- ભાવના સોમૈયા
તમે
તમારી પોતાની ફિલ્મ ડિરેક્ટ કરતાં પહેલાં બે ડિરેક્ટર્સના સહાયક રહી ચૂક્યા છો. તેમની પાસેથી તમને શું શીખવા મળ્યું?
મેં ન્યૂયોર્ક દરમિયાન કબીર ખાનના સહાયક તરીકે કામ કર્યું હતું. એ અત્યંત ચોક્સાઇ ધરાવતા ડિરેક્ટર છે અને એ ડોક્યુમેન્ટરીઝ વધારે બનાવતા હોવાથી વાસ્તવિકતાનો વધારે આગ્રહ રાખે છે. તેમની ખાસિયત એ છે કે તેઓ કાલ્પનિક ચિત્રણ કરે છે અને આ બાબત તેમની દરેક ફિલ્મમાં જોવા મળે છે. મેં વિક્ટર-વિજય ક્રિષ્ના આચાર્ય સાથે ફિલ્મ ‘ટશન’માં સહાયક તરીકે કામ કર્યું છે અને મેં જોયું છે કે એ ગજબના લેખક છે અને તેઓ તેમના કલાકારોને ચોક્કસ રીધમ સાથે દૃશ્યો અને સંવાદોનું વર્ણન કરે છે. તેમણે માત્ર વિજયને અનુસરવાનું જ હોય છે અને અડધું કામ તો આ રીતે જ પાર પડી જાય છે. મેં તેમની પાસેથી ફિલ્મ બનાવવાની આ પ્રક્રિયાઓ આત્મસાત કરી છે, પણ મને ખ્યાલ આવ્યો કે રચનાત્મકતા તમારા પોતાનામાં રહેલી હોય છે અને તે દરેકની આગવી શૈલીમાં રહેલી હોય છે.
}તમને કેવી રીતે ખ્યાલ આવ્યો કે હવે તમે તમારી પોતાની ફિલ્મ ડિરેક્ટ કરી શકો છો?
મને આ વાતનો ખ્યાલ હતો અને મારી ફિલ્મ બનાવવા માટે સતત સક્રિય રહેતો હતો. જોકે હું કંઇક એવી વ્યક્તિ મળે એની રાહમિાં હતો, જે મને સ્ક્રીનપ્લે લખી આપે કેમ કે મારી પાસે ખોટા વેડફી નાખવા માટે સમય અને પૈસા નથી. મેં મારી જાતે જ તે લખવાનું નક્કી કર્યું. મને વિચાર તો આવ્યો હતો, પણ હું દસ પાનાં પણ લખી શકું તેમ નહોતો પરંતુ મેં જ્યાં સુધી ફિલ્મ પૂરી થઇ ત્યાં સુધી લખવાનું ચાલુ જ રાખ્યું અને જો તમે કંઇ પણ રચનાત્મક ન કરી શકતાં હો તો પછી તમારે ચોક્કસપણે કંઇક રચનાત્મક કરવા માટે તૈયાર રહેવું જોઇએ. જેમ 2011માં ‘મેરે બ્રધર કી દુલ્હનિયાં’માં બન્યું અને તે પછી 2014માં યશ રાજ ફિલ્મ્સ સાથે ‘ગુંડે’માં બન્યું.
}તમે ક્યારેય કલ્પના પણ કરી હતી કે સલમાન ખાન સાથે ત્રણ-ત્રણ ફિલ્મો કરશો?
ના, મને કલ્પના પણ નહોતી કે હું મારી કરિયરમાં આટલી ઝડપથી સુપરસ્ટાર સાથે કામ કરીશ પણ વર્ષ 2016માં ‘સુલતાન’ બનાવી, તે પછી 2017માં ‘ટાઇગર ઝિંદા હૈ’ અને હવે 2019માં ‘ભારત’ બનાવી. હું દહેરાદૂનમાં મોટો થયો છું અને મારી માતા કોલેજમાં પ્રોફેસર હતાં. હું વિજ્ઞાન પ્રવાહમાં ભણ્યો છું, પણ જ્યારે દિલ્હી આવ્યો ત્યારે થિયેટર તરફ આકર્ષાયો. એ વખતે હું ફિલ્મ મેકર બનીશ એવી તો કલ્પના પણ નહોતી, પરંતુ જીવનમાં અનેક અણધારી ઘટનાઓ બનતી હોય છે. આજે હું સિનેમાથી આગળ વિચારી પણ શકતો નથી અને આ વાતાવરણમાં હોવા માટે ઇશ્વરનો આભારી છું.
}સલમાન ખાન સાથેની ત્રણ ફિલ્મોમાં સંબંધોમાં કંઇ પરિવર્તન આવ્યું...?
અમારા સંબંધો વધારે દૃઢ બન્યાં છે કેમ કે ત્રણ ફિલ્મો પછી તુલનાત્મકતા અને વિશ્વાસ ધરાવે છે. અમે એકબીજાની કામ કરવાની રીતને સમજીએ છીએ. મારે એને ટૂંકમાં જ કહેવાનું હોય છે કે આજે આપણે શેનું શૂટિંગ કરવાનું છે. હું સવારે એના ઘરે જઇને એને દરેકેદરેક સીન સમજાવું છું અને એ બ્લેક કોફીના ઘૂંટડા ભરતાં ધ્યાનથી સાંભળે છે. આ જ એનો કાર્યસમય છે. એ પ્રશ્નો પૂછે છે, સૂચનો પણ આપે છે અને પછી અમે સેટ પર મળવાનું નક્કી કરી છૂટા પડીએ છીએ. એક વાર ગેટઅપમાં આવી જઇએ પછી કોઇ પ્રકારની ચર્ચા કરતા નથી અને સલમાન જ્યાં સુધી હું એ દિવસે મને જોઇએ એવું કામ ન મળે ત્યાં સુધી સેટ છોડીને
જતો નથી.
}તમે એક જ કલાકાર સાથે કામ કરતાં હો ત્યારે થોડા પ્રીડિક્ટેબલ થઇ જવાનો ભય નથી રહેતો?
હું મારી જાત પાસેથી ઘણી ઊંચી અપેક્ષાઓ રાખું છું અને તેમાં ક્યાંય ઊણો નહીં ઊતરું. જો મને મારી સ્ક્રિપ્ટ પર પૂરતો વિશ્વાસ નહીં હોય તો હું સલમાન ખાન કે અન્ય કોઇ સુપસ્ટારને ફિલ્મ માટે મળીશ નહીં. મારી પાસે ઓછામાં ઓછા છ દૃશ્યો એવા હોવા જોઇએ જે મારા કલાકારને પડકારરૂપ અથવા આશ્ચર્યજનક લાગે. એને પોતાના રોલ માટે થોડી ચિંતા થવી જોઇએ તો જ એને એ પ્રોજેક્ટમાં લેવાનું યોગ્ય છે. ‘સુલતાન’ ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’ કરતાં અલગ હતી અને ‘ભારત’ એ સલમાને અત્યાર સુધી કરેલી ફિલ્મોથી ઘણી અલગ છે. હું ખૂબ ઉત્તેજિત છું, નર્વસ છું, પણ ‘ભારત’ માટે વિશ્વાસ પણ છે.
}તમે ફિલ્મમાં સલમાનને ઉંમરલાયક અને કેટરિના કૈફને સીધીસાદી બતાવી છે, તે મુશ્કેલ હતું?
ના, તેમના રોલ જ એવા પ્રકારના હતા અને તેઓ પણ એ માટે તૈયાર હતા. કેટરિના અને મેં ન્યૂયોર્કમાં સાથે જોરદાર શરૂઆત કરી હતી, પણ પછી અમે બંને મિત્રો બન્યાં અને જ્યારે પ્રિયંકા ચોપરા ફિલ્મમાંથી નીકળી ગઇ ત્યારે સૌની સમાન પસંદગી કેટરિના જ હતી.
[email protected]

X
article by bhawna somaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી