ચાલો સિનેમા- ભાવના સોમૈયા / અલવિદા શૌકત આપા

article by bhawanasomaaya

Divyabhaskar.com

Dec 02, 2019, 12:53 PM IST
ચાલો સિનેમા- ભાવના સોમૈયા
પ્રખ્યાત અભિનેત્રી શબાના આઝમી અને સિનેમેટોગ્રાફર બાબા આઝમીનાં માતા શૌકત આઝમીનું ગત સપ્તાહે નિધન થયું. તેમની વય 91 વર્ષની હતી. શૌકત કૈફીની કરિયરની શરૂઆત પૃથ્વી થિયેટરથી થઇ અને એ પછી તેઓ લાંબા સમય સુધી ઇપ્ટા સાથે જોડાયેલાં રહ્યાં. એમની ફિલ્મોમાં ‘હકીકત’, ‘ગરમ હવા’, ‘અંજુમન’ અને ‘સલામ બોમ્બે’નો સમાવેશ થાય છે.
શૌકત આઝમી સાથે મારી પહેલી મુલાકાત થઇ ત્યારે એ મિત્રવર્તુળથી ઘેરાયેેલાં હતા અને વાર્તા કહી રહ્યા હતાં, જેનો સૌ સાથે આનંદ માણતાં હતાં. કેટલાક એ સાંભળીને પેટ પકડીને હસતાં હતાં, તો કોઇ વળી હસતાં હસતાં નીચે જમીન પર બેસી ગયાં હતાં. આ દૃશ્ય એ વાતની સાબિતી આપતું હતું કે તેમની આસપાસનાં લોકો માટે એ સ્ટાર હતાં અને લોકો તેમની કંપનીનો આનંદ માણતાં હતાં.
80ના દાયકામાં જ્યારે મારે શબાના આઝમી સાથે મૈત્રી થઇ ત્યારે હું અવારનવાર તેમની જાનકી કુટિરમાં જતી. શૌકત આપા દરેકને નાની નાની વાત પર ગુસ્સે થઇ જતાં, કેમ કે એ ગરમ સ્વભાવના હતા, પતિ કૈફી આઝમીની સ્વભાવથી સાવ જ વિપરીત. કૈફી આઝમી કાયમ શાંત રહેતા, પણ ટૂંક સમયમાં જ સૌને ખ્યાલ આવી ગયો કે આપા આ રીતે જ પોતાની વાત કહે છે - તે એમની કલા હોય, લાગણી, ગુસ્સો અથવા દુ:ખ હોય જેના લીધે જે કોઇ તેમના સંપર્કમાં આવતાં કે કાયમ માટે મૂંઝવણમાં રહેતા.
આજે તેમનાં વિશે લખી રહી છે, ત્યારે એમની અનેક સ્મૃતિઓ મારા મગજમાં ઘુમરાઇ રહી છે, કેટલીક આર્ટિસ્ટિક, તો કેટલીક ભૌતિક. એ વહેલાં ઊઠીને કાયમ સ્નાન કરતાં અને તૈયાર થાય એ પહેલાં તો તેમના ઘરનો ડ્રાઇવર પરજ પર હાજર થઇ ગયો હોય. એ રોજ જૂહુ માર્કેટમાં તાજાં ફ્રૂટ્સ લેવા જતાં જેથી શબાના તે શૂટિંગ પર સાથે લઇ જઇ શકે.
શબાનાના મેકઅપમેનને સૂચના હતી કે એ ગાર્ડનમાં જ શબાનાનો મેકઅપ કરે જ્યાં એ પોતાનાં માતા-પિતા સાથે સવારની ચા પી શકે અને પરિવાર માટે આખા દિવસનો એ શ્રેષ્ઠ સમય હોય. કૈફી આઝમી છાપાં વાંચતા હોય, શૌકત કૈફી દરેક રૂમમાં નજર કરતાં હોય કે સૌને તેમનાં ચા-નાસ્તો મળી ગયાં છે કે નહીં, ફૂલદાનીમાં તાજાં ફૂલો ગોઠવતાં હોય અને બાકીના સ્ટાફને કંઇ કામ બાકી રહ્યું હોય તેની સૂચના આપતાં હોય.
તેમનાં સંતાનો બાબા અને શબાના મજાક કરતાં કે મમ્મી કોટેજના દરવાજેથી જ સ્ટાફને સૂચનાઓ આપવા લાગતાં, ભલે પછી તેઓ સાંભળે કે ન સાંભળે, અને જ્યારે તે ખરેખર સામે આવી મમ્મી સામાન્ય રીતે ભૂલી જતાં કે તેમને શું કહેવાનું હતું. ઘણી વાર તેઓ એવી ફરિયાદ પણ કરતાં કે મમ્મીમાં ધીરજ નથી અને ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, જે થોડાઘણા અંશે સાચું પણ હતું, પરંતુ એક વાર એ મુશ્કેલીમાંથી બહાર આવે પછી એના માટે તમે સર્વસ્વ બની જાવ.
80ના દાયકાની એક વાત યાદ આવે છે, ત્યારે શબના મહેશ ભટ્ટની ફિલ્મ ‘અર્થ’માટે શૂટિંગ કરી રહ્યાં હતાં, ત્યારે એક વાર ખૂબ નર્વસ હતાં, કેમકે પાર્ટી સિકવન્સનું શૂટ હતું, જેમાં શબાના પ્રથમ વાર કુલભૂષણ ખરબંદા અને સ્મિતા પાટિલને જાહેરમાં સાથે જુએ છે. શબાનાને આ દૃશ્ય ભજવતાં થોડી ઉપેક્ષાનો અનુભવ થતો હતો અને કૈફીસાહેબ તો કાયમ પોતાની પુત્રી પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ માતા શૌકતને એવી આદત નહોતી. શૌકત આપાનો મત હતો કે એક પત્ની જે એના પતિને ગુમાવવાની છે, તે પોતાનાં લગ્ન બચાવવા માટે કોઇ પણ હદે જઇ શકે છે અને શબાનાએ તેના પાત્ર પ્રત્યે પ્રામાણિક રહેવું જોઇએ. તેમની સલાહને કારણે જ શબાનાએ પોતાના મનમાં રહેલી તમામ વાતોને દૂર કરી અને એ દૃશ્ય એટલી સારી રીતે ભજવ્યું કે થિયેટરમાં તાળીઓનો ગડગડાટ સાંભળવા મળતો.
શબાના આઝમીએ જ્યારે ઝૂંપડપટ્ટી તોડી નાખવાનો વિરોધ કર્યો ત્યારે તેમની ધરપકડ થઇ અને એ વખતે તેમને જામીન પર શૌકત કૈફીએ જ છોડાવ્યાં. શબાનાને એ જ સાંજે એનસીપીએ ખાતે ‘તુમ્હારી અમ્રિતા’ ભજવવાનું હતું અને શૌકત આપાએ પોલીસ અધિકારીને કહ્યું કે એ તેમને શો પરફોર્મ કરવા દે અને તે પછી પોતે જ આવીને એને પોલીસ સ્ટેશન પર મૂકી જશે. શબાના જ્યારે પોતાનાં આંદોલનકારી સહકર્મીઓને છોડીને જતાં અચકાતાં હતાં, ત્યારે તેમણે સ્પષ્ટ કહી દીધું કે તમારા મૂલ્યોના ભોગે શોને અસર ન થવી જોઇએ.
અલવિદા શૌકત આપા, અમારું વચન છે કે શો ચાલતો રહેશે અને તમારી યાદમાં આંસુ ન સારતાં અમે તમારી હૂંફ યાદ કરીશું. ‘બાઝાર’ અથવા ‘ઉમરાવ જાન’માં અદા કરેલા તમારા પાત્રો, તમારી નમ્રતા, તમારી ઉદારતા અને તમામ સુંદર સાડી યાદ કરીશું.
[email protected]
X
article by bhawanasomaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી