ચાલો સિનેમા- ભાવના સોમૈયા / એક જ મહિનામાં પાંચ અવસાન

article by bhawana somaaya

Divyabhaskar.com

Dec 06, 2019, 05:24 PM IST
ચાલો સિનેમા- ભાવના સોમૈયા
ગત મહિનામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી પાંચ લોકોએ આ દુનિયામાંથી વિદાય લીધી. શરૂઆત થઇ ગત મહિનાના પ્રારંભથી, જ્યારે થિયેટરના જાણીતા અભિનેતા મનહર ગઢિયાનું અવસાન થયું. મેં કોઇને પૂછ્યું કે એ દિવસે પંચક તો નહોતું અને મને ખાતરી હતી કે નહોતું અને છતાં ત્યારથી લઇને આખા મહિનામાં હું પ્રાર્થના સભાઓમાં હાજરી આપતી રહી છું.
મનહર ગઢિયાને તેમના સ્ટેટસ અને મહત્ત્વને અનુરૂપપ વિદાય આપવામાં આવી અને ગુજરાતી ફિલ્મ અને થિયેટરની દુનિયાનો લગભગ તમામ કલાકાર-કસબીઓએ હાજર રહ્યાં. તેના એક અઠવાડિયા પછી સમાચાર આવ્યા કે જાણીતા ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના પિતાનું અવસાન પામ્યા છે. મનીષના પિતા છેલ્લા વર્ષથી પણ વધારે સમયથી આઇસીયુમાં હતા અને રોજ સાંજે મનીષ તેમના પિતાની ખબર પૂછવા જતા ત્યારે તેમને તેમના વ્હિસ્કીના ગ્લાસ અંગે પૂછતા. મનીષ આ અંગે તેમના મિત્રો સાથે મજાક કરતા, ‘જ્યારે જવાનું લખેલું હશે, ત્યારે જવાનું જ છે, પણ સંતાન તરીકે આપણે એટલું કરી શકીએ કે તેઓ આરામથી વિદાય લઇ શકે.’ જોગાનુજોગ તમામ હિરોઇનો જે મલ્હોત્રાના પિતાની અંતિમ ક્રિયા વખતે હાજર હતી, તે તમામે મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલા ડ્રેસીસ પહેર્યાં હતાં.
લગભગ પંદરેક દિવસથી શબાના આઝમી મુંબઇમાં રાતદિવસ શૂટિંગ કરી રહ્યાં હતાં, જ્યારે તેમનાં માતા શૌકત કૈફી નજીકની હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યાં હતાં. શબાના સવારે અને રાત્રે તેમની માતા પાસે રહેતાં અને જ્યારે એમને ખબર પડી કે શૂટ બે દિવસ માટે કેન્સલ કરવામાં આવ્યું છે, ત્યારે એમણે શૌકત કૈફીને ઘરે લઇ જવાનું નક્કી કર્યંુ.
એ સાંજે શૌકત કૈફી ઊંઘતાં હતાં, ત્યારે શબાનાને અચાનક જ કંઇ વિચાર આવ્યો અને સાચે જ એવું બન્યું. સાંજના પાંચ વાગ્યે મને સમાચાર મળ્યા કે શૌકત હવે આ દુનિયામાં નથી રહ્યાં. બીજા દિવસે તેમની અંતિમ વિધિ હતી અને તેના થોડા દિવસ પછી તેમની શ્રદ્ધાંજલિ પણ છપાઇ. શબાનાએ સફેદ કપડાં ન પહેર્યાં, એ રડ્યાં પણ નહીં, તેઓ તો જે લોકો તેમને આશ્વાસન આપવા આવતાં હતાં, તેમની સામે સ્મિત કરતાં કહેતાં હતાં કે, શૌકત કૈફી જીવનને ભરપૂર રીતે જીવ્યાં અને એ સાંજ તો ઉજવણીની સાંજ છે, એક ભવ્ય મહિલાને ભવ્ય વિદાય આપવાની!
છેલ્લા લગભગ ચાર દાયકાથી હું ફિલ્મ પત્રકાર તરીકે લખું છું અને મેં ટોપના ગ્લેમર ફોટોગ્રાફર્સ સાથે કામ કર્યું છે, તેમની સાથે કલાકારોના ઘરે ફોટોશૂટ માટે ગઇ છું અને ફોટોગ્રાફરના પોતાના સ્ટુડિયોઝ પર પણ ગઇ છું. અમે લોકોએ કેટલા ફોટોશૂટ્સ સાથે કર્યાં છે, તેની ગણતરી પણ કરી શકાતી નથી. એમાંના બે કેમેરામેન છે, જયેશ શેઠ અને ડબ્બુ રત્નાની. જયેશ શેઠ સાથે મારે અવારનવાર વાત થતી રહે છે. માત્ર બે દિવસ પહેલાં અમે ઇન્ડિગોમાં ડિનર લેતાં હતાં, ત્યારે અમારી વચ્ચે માતા-પિતાને વૃદ્ધ થતાં જોવા એ ખરેખર આઘાતજનક હોય છે અને તેના થોડા જ દિવસ પછી સમાચાર મળ્યા કે જયેશનાં માતા રાત્રે ઊંઘમાં જ અવસાન પામ્યાં. ડબ્બુ રત્નાનીએ જ્યારે ફોટોગ્રાફર તરીકે કરિયર શરૂ કરી ત્યારે તેમનાં માતા તેમના પ્રથમ મોડલ હતાં અને હવે એ પ્રથમ મોડલ આ દુનિયામાં નથી!!
શબાનાનાં માતાનાં અંતિમ વિધિ ખાતે અથવા શોકસભા વખતે શબાનાનાં લગભગ તમામ સહકલાકારો હાજર હતાં, ત્યારે ડિમ્પલ કાપડિયાની અનુુપસ્થિતિ જણાતી હતી અને તેનું એક કારણ હતું. ડિમ્પલનાં માતા બેટ્ટી કાપડિયા પણ આઇસીયુમાં મોત સામે ઝઝૂમતાં હતાં. મને આ વિશે જાણ થતાં મેં ડિમ્પલને મેસેજ કર્યો કે એને સાથની જરૂર હોય તો હું આવી જાઉં, પણ કોઇ રિસ્પોન્સ નહીં.
એક અઠવાડિયાં પછી મેં બીજો મેસેજ મોકલ્યો કે તેમની માતાને સારું હશે અને તેઓ ઘરે આવી ગયાં હશે અને ડિમ્પલે નાનો એવો મેસેજ કર્યો, ‘સ્ટિલ ઇન ધ આઇસીયુ.’ મેં નક્કી કર્યું કે આજે હું તેમની ખબર પૂછવા જઇશ પણ સવારમાં જ સમાચાર મળ્યા કે બેટ્ટી કાપડિયા આ ફાની દુનિયાને અલવિદા કહી ગયાં છે! આ કરુણ ઘટનામાંથી બહાર નીકળવાનું ડિમ્પલ માટે સરળ નહોતું. એમણે અનેક મૃત્યુ જોયાં છે, ખૂબ નજીકથી જોયાં છે. માતા-પિતાની મોટી પુત્રી હોવાથી એમણે પોતાનાં ત્રણ નાનાં ભાઇ-બહેનોને આ દુનિયામાંથી વિદાય લેતાં જોયાં છે - રીમ, મુન્ના અને સિમ્પલ કાપડિયા, પિતા ચુનીભાઇ કાપડિયા, એક સમયના પતિ અને સંતાનોના પિતા રાજેશ ખન્ના અને હવે એમની સમગ્ર દુનિયા, માતા બેટ્ટી કાપડિયા. હવે આગામી મહિનામાં કોઇનું મૃત્યુ ન થાય એવી પ્રાર્થના. [email protected]
X
article by bhawana somaaya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી