Back કથા સરિતા

(પ્રકરણ - 41)

મહેસાણાની રાજવીબા સિસોદિયા અંડર-17માં ગુજરાત ગર્લ્સ ટીમનું સુકાનીપદ સંભાળશે

  • પ્રકાશન તારીખ07 Jan 2019
  •  

મહેસાણા: આંધ્રપ્રદેશમાં રમાનાર અંડર 17 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મહેસાણાની રાજવીબા સિસોદિયા ગુજરાત ટીમનું સુકાનીપદ સંભાળશે. આ ટૂર્નામેન્ટ આગામી 12થી 16 જાન્યુઆરી દરમિયાન રમાશે. રાજવીબા છેલ્લા 3 વર્ષમાં જિલ્લા કક્ષાએ 80થી વધુ મેચો છોકરાઓ સાથે રમી છે. રાજવીબાના પિતા હરદેવ સિંહ પોત પણ ક્રિકેટના શોખિન છે. તેણે જાતે પોતાની દીકરીને કોચ બની તાલીમ આપી છે.


મહેસાણાના નાગલપુર વિસ્તારની સત્યમપાર્ક સોસાયટીમાં રહેતા હરદેવસિંહ સિસોદિયા 5 વર્ષ પહેલાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિજેતાની ટ્રોફી લઈ ઘરે આવ્યા, ત્યારે તેમની 9 વર્ષની દીકરી રાજવીબાએ કહ્યું હતું કે- પપ્પા મારે પણ ક્રિકેટ રમી આવી ટ્રોફી જીતવી છે, મને ક્રિકેટ શીખવાડો. હરદેવસિંહ પોતે ક્રિકેટ રમવાની સાથે તેના કોચ પણ છે. શરૂઆતના તબક્કે બે વર્ષ સુધી ક્રિકેટની બેઝિક પ્રેક્ટિસ કરાવી. રાજવીબાનો ક્રિકેટ પ્રત્યે પ્રેમ જોઈ તેને ક્રિકેટમાં ઓલરાઉન્ડર બનાવવા પિતાએ તેને છોકરીઓની જેમ તાલીમ આપવાને બદલે છોકરાઓ સાથે ક્રિકેટ રમાડવાનું શરૂ કર્યું. છેલ્લા 3 વર્ષમાં રાજવીબાએ સ્થાનિકથી લઈ અન્ય જિલ્લાઓમાં 80થી વધુ મેચો છોકરાઓ સાથે રમી.


ક્રિકેટની દુનિયામાં માત્ર 14 વર્ષની ઉંમરે તે ફાસ્ટ બોલર અને સારી બેસ્ટમેન તરીકે ઝડપથી ઉભરી આવી. બીજી બાજુ રાજવીબાને ક્રિકેટ રમતાં જોઈ અંડર-17માં ગર્લ્સની નેશનલ ટીમમાં પ્રવેશ મળ્યો. જેમાં વર્ષ 2015-16 અને 2016-17માં જમ્મુ કાશ્મીરમાં બે નેશનલ કક્ષાની મેચ રમી. 2017-18માં મધ્યપ્રદેશમાં પણ સારો દેખાવ કર્યો.

તેની રમત જોઈ પંજાબના ચંદીગઢ ખાતે સિનિયર વુમન્સની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં તે સૌથી નાની વયની ખેલાડી તરીકે જોડાઈ. જેમાં જ્યાં અન્ય ખેલાડી 22થી 25 વર્ષની વયની હતી ત્યાં 14 વર્ષની રાજવીબા તેમાં સામેલ હતી. છેલ્લા ત્રણ વર્ષના દેખાવને જોઈ તાજેતરમાં એસજી એફઆઈની અંડર-17ની ટીમમાં રાજવીબાને ગુજરાતની ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સોંપાઈ છે. જે હાલમાં પોરબંદર ખાતે પ્રેક્ટિસ કરી રહી છે. રાજવીબાની કેપ્ટનશીપ હેઠળ ગુજરાતની ટીમ તા.12થી 16 જાન્યુઆરી સુધી આંધ્રપ્રદેશ ખાતે ટૂર્નામેન્ટમાં રમશે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP