ક્રાઇમ સિક્રેટ / એક બોરીમાં ધડ અને બીજી બોરીમાં માથું લઈને બંને જણ રાત્રે નીકળી પડ્યા

article by raj bhaskar

રાજ ભાસ્કર

Mar 05, 2019, 03:10 PM IST

વર્ષ 1996ની એક મધરાત. રાતનો એક વાગ્યો હતો. ઉત્તર પ્રદેશના કબીરનગર જિલ્લાના શિવશંકરપુરમાં આવેલા એક કાચા મકાનના આંગણામાં બે પુરુષો લપાતા છુપાતા નીકળ્યા. એક પુરુષના હાથમાં બે બોરીઓ હતી. એક બોરીમાં ધડ અને બીજી બોરીમાં માથું હતું. બોરીમાંથી પડતું લોહી જમીન પર ન ઢોળાય એટલે બોરીને મોટી પ્લાસ્ટિક બેગમાં મૂકી હતી. બીજો પુરુષ ખખડધજ મોટરસાઇકલ દોરીને મહોલ્લાની બહાર લઈ ગયો. શિવશંકરપુરથી પચાસ કિલોમીટર દૂર રવિનગર કસ્બાના એક અંતરિયાળ વિસ્તારમાં પુરુષે એ મોટી બોરી ફેંકી અને ત્યાંથી ઘણે દૂર એક અવાવરુ નાળામાં નાની બોરી પણ ફેંકી દીધી. કામ પતાવીને બંને ભાગતી બાઇકે ઘરે આવીને ઊંઘી ગયા.

  • રવિનગર વિસ્તારમાંથી વહેલી સવારે પસાર થઈ રહેલા એક માણસે લોહી નીતરતી બોરી જોઈ....

રવિનગર વિસ્તારમાંથી વહેલી સવારે પસાર થઈ રહેલા એક માણસે લોહી નીતરતી બોરી જોઈ અને પોલીસને જાણ કરી. રવિનગર કસ્બા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર યાદવ ટીમ સાથે તપાસે આવ્યા. પોલીસ ટુકડીએ બોરી ઉઘાડીને જોઈ. તેમાં માત્ર ધડ હતું અને માથું નહોતું. લોહિયાળ શર્ટ અને પેન્ટનાં ખિસ્સાં ફંફાસ્યાં પણ કંઈ ન મળ્યું. યાદવે તરત જ અડધી લાશને તાલુકા મથકની સરકારી હોસ્પિટલે મોકલી અને ટીમને સૂચના આપી, ‘સિર કહીં આસપાસ હી હોગા ઢૂંઢ નિકાલો.’
બે દિવસની તપાસ પછીયે માથું મળ્યું નહીં અને ધડની ઓળખ ન મળી. યાદવ નાના કસ્બાના પોલીસ ઇન્સ્પેક્ટર હતા, પણ જમાનાના ખાધેલ. એમનું કામ ડિટેક્ટિવ જેવું. વીસેક કિલોમીટરના એરિયામાં ફેલાયેલાં ગામો અને કસ્બામાં ફરી વળ્યા, પણ કોઈ માહિતી મળી નહીં. છતાં ઇન્સ્પેક્ટર યાદવની મહેનત જોઈ કોન્સ્ટેબલ પાંડેએ કહ્યું, ‘સર, અબ જાને ભી દો. મરને વાલા મર ગયા!’ યાદવ બોલ્યા, ‘પાંડે, મરનેવાલા મર ગયા લેકિન જબ મારનેવાલા ભી મરે તબ હી પુલીસ જિંદા રહ સકતી હૈ. મુઝે લગતા હૈ કી લાશ કે પાસ સે હી કોઈ સુરાગ મિલેગા. ફિર સે શિનાખतત કરતે હૈં!’
એ દિવસે સાંજે જ યાદવ અને પાંડે લાશની તપાસ માટે હોસ્પિટલ પહોંચ્યા. પાંડેને કંટાળો આવતો હતો. એ બોલ્યો, ‘સાહબ, ઇસ શરીર કો આપ દસ બાર દેખ ચૂકે હો. અબ ક્યા મિલેગા?’
યાદવ હસ્યા, ‘મિલેગા નહીં, મિલ ગયા. દેખ પેન્ટ કે પીછે ટેલર ઔર એરિયે કા નામ લિખા હૈ. સહી તરહ સે દેખને કે લિયે પેન્ટ સે લહુ કે દાગ ધુલવાને પડેંગે!’ તાત્કાલિક પેન્ટ ધોવડાવવામાં આવ્યું. પેન્ટની બેક સાઇડ ટેલરનું સ્ટિકર હતું, ‘શર્મા ટેલર, સમદા!’ સમદા એ રવિનગરથી સાઠ કિલોમીટર દૂરનું એક ગામ હતું. ઇન્સ્પેક્ટર યાદવ ટીમ લઈ તરત જ સમદા પોલીસ સ્ટેશને પહોંચ્યા. તપાસ કરતાં ખબર પડી કે ગામમાં રહેતા રામચંદ્રસિંહે અને તેમની પુત્રવધૂએ અઠવાડિયા પહેલાં પુત્ર સંદીપના ગુમ થયાની ફરિયાદ લખાવી છે, પણ સ્થાનિક પોલીસે કોઈ ધ્યાન નહોતું આપ્યું. આથી યાદવે તાત્કાલિક રામચંદ્રસિંહને બોલાવ્યા. પુત્રવધૂ રિન્કુની આંખો રડી રડીને સોજાયેલી હતી અને રામચંદ્રસિંહ ભાંગી પડેલા હતા. રિન્કુએ આવતાંવેંત પૂછપરછ કરી, ‘સાહબ, મેરે પતિ કા કુછ પતા ચલા?’
યાદવે સામે પ્રશ્ન કર્યો, ‘બહનજી, પહલે યે બતાઇયે કી આપકે પતિના નામ કયા હૈ ઔર વો કબ ઔર કહાં સે ગુમ હુએ?’
‘બીસ તારીખ કો રાત કો મેરે પિતાજી કે વહાં સે ગાયબ હુએ હૈ સાહબ!’ વીસ તારીખ સાંભળતાં જ ઇન્સ્પેક્ટર યાદવ પામી ગયા કે એ ધડ સંદીપનું જ હોવું જોઈએ, કારણ કે એ એકવીસ તારીખે મળ્યું હતું. છતાં એમણે વધારે પૂછપરછ કરી, ‘પૂરી જાનકારી દીજિયે. ક્યા હુઆ થા?’
‘સર, બહુત લંબી કહાની હૈ!’
‘લંબી હો તો ભી જાનની જરૂરી હૈ.’
‘સર, ચાર સાલ પહલે મૈં મેરી બડી બહન કે પાસ બખીરા ગાંવ મેં રહકર પઢતી થી. કોલેજ મેં મુઝે સંદીપ સે પ્યાર હો ગયા. લેકિન મેરે પિતાજી ઔર ભાઈ કો પતા ચલતે હી ઉન્હોંને મેરી શાદી રામસિંહ સે કરવા દી. રામસિંહ લખનૌ કા થા ઔર યહાં કે તહસીલ કી સહારા ઇન્ડિયા કી ઓફિસ મેં ડ્રાઈવર કી નૌકરી કરતા થા. મુઝે રામસિંહ સે દો બચ્ચે ભી હુએ. ચાર સાલ બીત ગયે થે લેકિન મૈં સંદીપ કો ભૂલા નહીં પાઈ થી. મુઝે નહીં માલૂમ થા કી કિસ્મત હમેં ફિર સે મિલાયેગી. મેરા પતિ ઔર સંદીપ એક હી ઓફિસ મેં કામ કર રહે થે ઔર અચ્છે દોસ્ત થે. એક દિન સંદીપ ઉસકે સાથ મેરે ઘર આયા. હમ દોનોં એક દૂસરે કો દેખકર ચૌંક ગયે. દૂસરે દિન મેરે પતિ કી ગૈરમૌજૂદગી મેં સંદીપ આયા. ફિર હમારી મુલાકાતે બઢતી ગઈ. મેરા પતિ જબ ભી બહાર હો હમ મિલતે. લેકિન થોડે હી દીન મેં સબકો પતા ચલ ગયા. સંદીપ કી ભી સાદી હો ગઈ થી. વો ભી અપની બીવી સરિતા સે ખુશ નહીં થા. આખિર મૈંને મેરે પતિ કો ઔર સંદીપ ને ઉસકી બીવી કો છોડ દિયા. સરિતા બચ્ચોં કો લેકર માયકે ચલી ગઈ ઔર મૈં સંદીપ કે ઘરમેં રહેને લગી. મેરે પિતાજી ઔર ભાઈ કો યે રિસ્તા મંજૂર નહીં થા. ઉન્હોંને મુઝસે સારે નાતે તોડ દિયે. લેકિન દો મહિને બાદ એક બાર માં કા ફોન આયા કી મેરે પિતા ઔર ભાઈ સબકુછ ભૂલ ગયે હૈં ઔર મુઝે અપનાના ચાહતે હૈં. માં કે કહને પર મૈં સંદીપ કો લેકર પિતાજી કે ઘર ચલી ગઈ. રાત કો મૈં ટેરેસ પર મેરી માં ઔર ભાભી કે સાથ સોઈ થી ઔર મેરે પતિ ઔર ભાઈ નીચે. સુબહ ઉઠી તો મેરે પતિ ગાયબ થે. મુઝે મેરે પિતાજી ઔર ભાઈ પર હી શક થા. મૈં તુરંત મેરે સસુરજી કે પાસ આ ગઈ ઔર યહાં પે શિકાયત કી. લેકિન આજ તક મેરે પતિ કા કુછ પતા નહીં હૈ સર!’ બોલતાં બોલતાં રિન્કુ રડી પડી.
યાદવ બોલ્યા, ‘તુમ્હારે પિતાજી ઔર ભાઈ કા નામ કયા હૈ? કિસ ગાંવ મેં રહતે હૈં?’
‘પિતાજી કા નામ સર્વજિતસિંહ, ભાઈ કા નામ મદનસિંહ ઔર ગાંવ શિવશંકરપુર!’
નામ જાણ્યા પછી ઇન્સ્પેક્ટર યાદવ રિન્કુ અને રામચંદ્રસિંહને હોસ્પિટલે લઈ ગયા અને ધડ બતાવ્યું. એને જોતાં જ બંને ઓળખી ગયા કે એ સંદીપ હતો અને આભ ફાટી જાય એવું આક્રંદ કરી મૂક્યું. યાદવે એમને શાંત પાડી ઘરે મોકલ્યાં અને તાત્કાલિક શિવશંકરપુર જઈ સર્વજિતસિંહની ધરપકડ કરી. સર્વજિતસિંહ ગુસ્સાથી બોલ્યો, ‘ઇન્સ્પેક્ટર ગલતી કર રહે હો. હમ હમારે જમાઈ કો ભલા ક્યૂં મારેંગે? સબૂત કયા હૈ તુમ્હારે પાસ? છોડ દો વરના છોડેંગે નહીં તુમકો!’ ઇન્સ્પેક્ટર તાડૂક્યા,‘એક બાર સસુરાલ મેં દો ડંડે ખા લો ફિર સબૂત તો તુમ ખુદ હી દોગે હમેં’ અને ખરેખર એવું જ થયું. રવિનગર પોલીસ સ્ટેશને લાવી યાદવે કંઈ પણ બોલ્યા વિના બંનેના બરડા તોડી નાખ્યા પછી પૂછ્યું, ‘અબ સચ બતાતે હો કી દૂસરે ડંડે લાઉં?’ સર્વજિતસિંહ અને મદનસિંહ પાસે કોઈ ઉપાય નહોતો. એમણે ગુનો કબૂલી લીધો અને કહ્યું, ‘હા, સાહબ! સંદીપ કો હમને હી મારા હૈ. રિન્કુ ને ઉસસે લવ મેરેજ કી ઉસસે બિરાદરી મેં હમારી નાક કટ ગઈ થી. હમ બદલા લેના ચાહતે થે. ઇસ લિયે ઉન દોનોં કો ઘર પે બુલાયા. રાત કો રિન્કુ છત પે થી ઔર સંદીપ હમારે સાથ કમરે મેં સોયા હુઆ થા તબ ઉસકા ગલા હી કાટ ડાલા ઔર ફિર દો અલગ અલગ બોરી મેં ધડ ઔર માથા લેકર દૂર જાકર ફેંક આયે.’ સર્વજિતસિંહ અને મદનસિંહે જે અવાવરા નાળામાં માથું નાખ્યું હતું એ પણ બતાવી દીધું. આખરે સંદીપનું કોહવાયેલું માથું પણ ત્યાંથી બહાર કાઢવામાં આવ્યું. ઇન્સ્પેક્ટર યાદવની હોશિયારીને કારણે ક્રાઇમનું સિક્રેટ ખૂલ્યું અને ગુનેગારોને સજા થઈ. સમાપ્ત {
[email protected]

X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી