ક્રાઇમ સિક્રેટ / જેસિકાલાલ મર્ડર કેસ-2

article by raj bhaskar

રાજ ભાસ્કર

Jan 09, 2019, 01:32 PM IST

મૂળ હરિયાણાના કોંગ્રેસી મંત્રી વિનોદ શર્માનો દીકરો મનુ શર્મા એક વખત એના મિત્રો સાથે મોડી રાત્રે એક બારમાં જાય છે. ત્યાં એક પાર્ટી ચાલી રહી છે. શરાબ ખતમ થઈ ગઈ હોવાથી બાર ગર્લ જેસિકાલાલ એને શરાબ આપવાની ના પાડે છે. મનુ ઉશ્કેરાઈને એને ગોળી મારી દે છે અને એના મિત્રો સાથે ભાગી જાય છે. પણ આખરે પોલીસ મનુ શર્મા અને એના મિત્રોની ધરપકડ કરી લે છે. પોલીસ અધિકારી મનોજ શર્માની પૂછપરછ કરવા બેઠા હતા, ‘અબે બાવરે! ક્યૂં મારા તુને ઉસે?’
મનોજ થથરી રહ્યો હતો, ‘સર, ગલતી સે ગોલી ચલ ગઈ?’, ‘કૈસી ગલતી?’


‘મૈં તો ઉસે સિર્ફ ડરાણા ચાહતા થા સર! ઇસ લિયે મૈંને ઉસકે કાન સે દો ઇંચ દૂર ગોલી ચલાઈ થી.’, ‘ઓહ! ઐસી બાત હૈ. મેરે મુન્ના તૂ તો ગયા કામ સે!’ પોલીસ અધિકારી જોશથી હસ્યા.
***


મિનિસ્ટર વિનોદ શર્માના ઘરમાં હાહાકાર હતો. બહાર મીડિયાની ભીડ હતી અને અંદર સગાંસંબંધીઓની. મંત્રીસાહેબના દીકરા પર જાણે કોઈ આફત તૂટી પડી હોય એમ લોકો એમને આશ્વાસન આપી રહ્યા હતા કે, ‘ભાઈસાહબ, આપ ચિંતા ન કરેં. મુન્ને કો કુછ નહીં હોને દેંગે.’
મનોજની માએ પતિને સાફ સાફ કહી દીધું, ‘અજી, સુણો જી. સાલો સે ઇતને બડે આદમી બનકે ઘૂમ રીયે સો. તો અબ કી બાર અપણી શક્તિ બતા હી દિયો. મેરે મુન્ના કો સહી સલામત વાપિસ લેકે આઓ. વરણા મૈં જિંદગીભર તુમસે બાત કોની કરાં!’

તીનસો લોગોં ને દેખા હૈ કી જેસિકા કો મનુને હી મારા હૈ!

મંત્રી ગુસ્સે થયા, ‘અબે બાવરી! અંદર જા તું. મને કુછ સોચણે દે!’ પત્ની રડતી રડતી અંદર ચાલી ગઈ. મંત્રીસાહેબના કેટલાક ખાસ માણસો અને એમનો પી.એ. બેઠા હતા. સાથે દેશના સૌથી શ્રેષ્ઠ વકીલ રામ ચંદાણી પણ હતા. મંત્રીએ વકીલસાહેબને પૂછ્યું, ‘કૈસા લગતા હૈ મુન્ના છૂટેગા કી નહીં!’


‘ગવાહો કેં ઉપર સબ આધાર હૈ સહાબ!’
‘ફિકર મત કરો. હમને સબ એરેન્જ કર દિયા હૈ. આપ બસ મુન્ના કો છૂડવા લિયો.’ મંત્રીનો પી.એ બોલ્યો. વકીલસાહેબ તાડૂક્યા, ‘મિસ્ટર! મેરે સામને ઐસી બાત મત કીજિયે. મૈં જો સહી હોગા વો હી કરુંગા.’


મંત્રી હસ્યા, ‘ઠીક હૈ વકીલ સહાબ! ગવાહ જો બોલે વૈસે કરના. અબ આપ જાઈએ. ઔર હા, આપ કી એડવાન્સ ફી પચાસ લાખ લેતે જાઇયેગા.’ આ પચાસ લાખે ઘણું કામ કરી નાખ્યું અને બાકી બચ્યું હતું એ મિનિસ્ટરના પાવર અને પૈસાએ કર્યું. કોર્ટમાં કેસ રજૂ થવાને હજુ અઠવાડિયાની વાર હતી. મંત્રીનાં કૂતરાંઓ એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં એક પૈસા ભરેલી બેગ લઈને બધા જ ગવાહો પાસે પહોંચી ગયા,


‘અગલે હપ્તે જેસિકા કેસ કોર્ટ મેં આણે વાલા હૈ. આપ ગવાહ હો. આપકો યે બતાને આયે હૈ કી ગવાહી કે બાદ આપ એક કરોડ ખાના પસંદ કરેંગે યા ગોલી? આમ ધાકધમકીથી વિનોદ શર્માએ મોટાભાગના સાક્ષીઓ ફોડી નાખ્યા. પોલીસની નિષ્પક્ષ તપાસ ચાલુ હતી. એમાંથી પણ મોટાભાગનાને ફોડી નાખ્યા. એક પોલીસ અધિકારીને માત્ર રિમાન્ડ દરમિયાન મનોજ પર હાથ ન ઉઠાવવાના જ સિત્તેર લાખ રૂપિયા મળ્યા હતા.’


આ તરફ જેસિકાના પરિવારની હાલત ખરાબ હતી. જેસિકાનાં માતા-પિતા તો વૃદ્ધ હતા, પણ સબરીના પોતાની બહેનને ન્યાય અપાવવા માટે મક્કમ હતી. જેણે જેણે આ કતલ આંખે જોયું હતું એ બધા જ પાસે એ 22 વર્ષની છોકરી ઘૂમી રહી હતી. આ દેશની અને ખાસ કરીને મધ્યમવર્ગની એ કમનસીબી હતી કે સબરીના જેવી છોકરીએ લોકો પાસે જે સત્ય હતું એ બોલાવવા માટે પણ આજીજી કરવી પડતી હતી. કોર્ટ કાર્યવાહીને હવે એક જ દિવસની વાર હતી. સબરીના પોલીસ સ્ટેશને ગઈ અને પૂછ્યુ, ‘સર, મેરી બહેન કે હત્યારે કો સજા તો હોગી ના?’
‘નહીં હોગી!’ પોલીસ અધિકારી ખિજાયા.


‘સર પ્લીઝ, ડોન્ટ સે ધેટ! તીનસો લોગોં ને દેખા હૈ કી જેસિકા કો મનુને હી મારા હૈ!’


‘તેરી હાઇપ્રોફાઇલ સોસાયટી મેં કોલર ઉઠાકર ઔર મૂંડી ઝુકાકર જીને વાલે નામર્દ, નપુંસક હૈ સબ. તીનસોં મેં સે એક ભી આદમી ગવાહી દેને કે લિયે તૈયાર નહીં હૈ. બસ એક બાત બોલતે હૈં કી હમ તો બારા બજે નીકલ ચૂકે થે. સબ નીકલ ચૂકે થે તો રાત કે એક બજે પાર્ટી મેં કયા ઉનકે બાપ નાચ રહે થે!’ પોલીસ અધિકારીએ નિરાશા વ્યક્ત કરી. સબરીના ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ.
***


આખી કોર્ટ હકડેઠઠ ભરી હતી. મનુ શર્માના મિનિસ્ટર પિતા વિનોદ શર્મા અને એમનો મોટો કાફલો ત્યાં હાજર હતો અને સામે પક્ષે અકાળે મરનારી જેસિકાના પરિવારમાંથી માત્ર ત્રણ જ જણ હતા. ભાંગી પડેલો બાપ, રડી રડીને અધમૂઈ થઈ ગયેલી વૃદ્ધ મા અને બાવીસ વર્ષની કુમળી કળી જેવી બહેન સબરીના.


દેશના પ્રખ્યાત વકીલ રામ ચંદાણીએ કેસની પેરવી હાથમાં લીધી, ‘સર, મેરે અસીલ પર કત્લ કા જો આરોપ લગા હૈ વો બિલકુલ બેબૂનિયાદ હૈ. મેરા અસીલ મનુ વહાં થા યે બાત સચ હૈ. લેકિન ઉસને ગોલી નહીં ચલાઈ. વહાં તીનસો લોગોં કી ભીડ થી, લેકીન ઉસમેં સે નાઇન્ટી નાઇન પર્સન્ટેજ લોગ ઇસ બાત સે સહમત નહીં હૈ કી ગોલી મનુને હી ચલાઈ. પુલીસ ઔર જેસિકા કે પરિવારને સાજીસ કરકે રૂ‚પયે એંઠને કે લિયે મેરે અસીલ કો ફસાયા હૈ.’


જજ સાહેબ બોલ્યા, ‘ગવાહ પેશ કીજિયે!’
રામ ચંદાણીએ પહેલાં જ બાર માલકીન મીરાંને બોલાવી અને એમને પૂછ્યું, ‘કયા આપને દેખા હૈ કી મનુને હી જેસિકા પર ગોલી ચલાઈ થી?’, ‘નહીં, મૈંને તો સિર્ફ એક આદમી કો ભાગતે હુએ દેખા થા! વો મનુ હી થા યે મૈં નહીં કહ શકતી!’


રામ ચંદાણીએ બીજા ગવાહને બોલાવ્યો. એ ગવાહ જે એ વખતે ત્યાં દસ જ ફૂટ દૂર ઊભો હતો. વેઇટર રામજી. એનું નામ પડતાં જ જેસિકાના પરિવારજનોને થયું, હવે તો એ આરોપીને ઓળખી જ બતાવશે. પણ એ પણ ફરી ગયો. એ બોલ્યો, ‘સર, મૈં ઉસ વખ્ત વહાં થા હી નહીં. મૈં તો ગોલી કી આવાજ સુનકર ઉધર આયા થા.’


પછી વકીલે એક બીજા ગવાહને બોલાવ્યો. એ પણ ફરી ગયો, ‘નહીં સહાબ! મૈંને કિસી કો નહીં દેખા!’


નિશા મર્ડર વખતે ત્યાં હાજર જ હતી. આ એકમાત્ર સાક્ષી એવી હતી જેને ગુનેગારો ફોડી નહોતા શક્યા. રામ ચંદાણીએ એને પ્રશ્ન પૂછ્યો, ‘મેડમ, કયા વારદાત કે વખ્ત મનુ શર્મા કો આપને વહાં દેખા થા?’
નિશાએ નિર્ભીક રીતે જવાબ આપ્યો, ‘જી, દેખા થા ઇતના હી નહીં કત્લ કરતે હુએ ભી દેખા થા. મનોજ શર્માને શરાબ માંગી, બાર બંદ હો ગયા થા ઔર શરાબ ખત્મ હો ગઈ થી. જેસિકાને બિનતી કી કી શરાબ નહીં હૈ. ઉસ પર ગુસ્સા હો કર મનુને ગોલી ચલા દી. પહલી ગોલી ઉસને છત પર ચલાઈ ઔર દૂસરી જેસિકા પર!’


‘ઓહ!’ રામ ચંદાણીએ પાસો બદલ્યો, ‘આપ મુઝે યે બતાઈએ કી મનુને ઉસ વક્ત ક્યા પહના થા?’
નિશા તરત જ બોલી, ‘બ્લૂ જિન્સ ઔર મ‚રૂન શર્ટ!’


‘ઔર આપને? વકીલે બીજો સવાલ કર્યો. નિશા વિચારવા માંડી. વકીલ હસ્યા. એમણે નિશાને બરાબરની ભરાવી હતી. એ હસતાં હસતાં અવળું ફરી ગયા. તરત જ એમની પીઠમાં નિશાનો જવાબ અથડાયો, ‘આપ ઐસે મુઝે ફસા નહીં શકતે સર! મુઝે યાદ હૈ કિ મૈંને ક્યા પહના થા. મૈંને રેડ સ્કર્ટ ઓર વાઇટ ટોપ પહના થા. ઔર ટોપ કે અંદર ભી પિન્ક કલર કા કપડાં પહના હુઆ થા. અબ આપના જાનના ચાહતે હૈ કિ સ્કર્ટ કે નીચે કૌન સે કલર કે અન્ડરવેયર પહેને થે?’ નિશાએ આક્રોશથી કહ્યું એના શબ્દો વકીલના મુખ પર પડતાં થૂંક જેવા હતા.


વકીલ થોડીવાર માટે મૂંઝાઈ ગયા. જેસિકાનાં માતા-પિતા અને બહેનના ચહેરા પર નૂર આવ્યું, પણ આ નૂર ઝાઝું ટકવાનું નહોતું. પૈસા અને પોલિટિક્સે ખરીદેલા નપુંસક માણસોએ આ કેસને કેવી રીતે ખોખલો કરી નાખ્યો અને એક અખબારે કેવી રીતે ગુનેગારને સજા કરાવી એ રસપ્રદ ક્રાઇમ સિક્રેટનો અંતિમ ભાગ આવતા બુધવારે.(નોંધ : આ સત્યઘટનાના કેટલાંક પાત્રોનાં નામ બદલ્યાં છે અને સંવાદો કાલ્પનિક છે.)

[email protected]

X
article by raj bhaskar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી