જાણવું જરૂરી છે / ધૂમ્રપાનથી નપુંસકતા આવી શકે છે

article by dr. paras shah

ડૉ. પારસ શાહ

Feb 20, 2019, 01:16 PM IST

સમસ્યા: મેં પુસ્તકોમાં વાંચ્યું છે કે જો વીર્ય વેડફાય નહીં તો તેનાથી બુદ્ધિ ને શક્તિ મળે છે અને તેનાથી ઓજ-તેજ પ્રાપ્ત થાય છે. મને કામુક વિચારો પણ ખૂબ આવે છે. દસ-પંદર દિવસના નિયમિત સમયમાં રાતે ક્યારેક વીર્ય ઊભરાઈ પણ આવે છે. મેં એ પુસ્તકમાં બતાવેલ કેટલાક ઉપાયો કર્યા હતા અને તેનું પરિણામ પણ મને મળ્યંુ હતું, પણ અત્યારે તેમ ફરીથી થવા માંડ્યું છે.
ઉકેલ: બ્રહ્મચર્ય વિશે આપણે ત્યાં ઘણી ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. સંસ્કૃતમાં બ્રહ્મનો મતલબ આત્મા થાય છે અને ર્ચયનો અર્થ શોધ થાય છે. એટલે બ્રહ્મચર્યનો સંસ્કૃત મુજબ ખરો અર્થ આત્માની શોધ છે. આર્યુવેદમાં પણ એમ લખેલ છે કે મહિનાના ખાસ દિવસોમાં સેક્સથી દૂર રહેવું. આ દિવસો એટલે માસિકના સમયમાં સેક્સથી દૂર રહેવું. કોઈપણ સાયન્સમાં એમ નથી કહેલું કે સેક્સથી હંમેશાં દૂર રહેવું. એક ટીપું વીર્ય બરાબર સો ટીપાં લોહીનાં અને એક ટીપંુ લોહી બનાવવા પુષ્કળ ખોરાક ખાવો જોઈએ. આ એક ખોટી માન્યતા છે. વીર્યમાં શક્તિ હોય છે અને તેને વેડફવાથી શરીર નબળું પડી જાય છે, યાદશક્તિ ઓછી થઈ જાય છે, નપુંસકતા આવે છે, ઇન્દ્રિય વાંકી થઈ જાય છે તે બધી વાતો સત્યથી કોસો દૂર છે. વીર્ય નીકળવા માટે બને છે. કોઈ ઇચ્છે તો પણ તેને લાંબો સમય સંગ્રહ કે રોકી શકતું નથી. જો આમ હસ્તમૈથુન નહીં કરો કે જાતીય જીવન નહીં માણતા હોવ તો વીર્ય આપોઆપ અમુક સમય પછી રાતે સ્વપ્નમાં નીકળી જશે. આ સ્વપ્નમૈથુન છે. જો આમ ન થતું હોય તો ચિંતા કરવી જોઈએ. પુરુષના અંડકોષમાં વીર્ય બને છે અને સેમાઇનલ વેસિકલન નામની જગ્યામાં જમા થાય છે. આ સેમાઇનલ વેસિકલ ભરાઈ જશે અને પ્રોડક્શન ચાલુ હશે તો તે આપોઆપ બહાર આવી જશે. કોઈ ઇચ્છે તો પણ તે રોકી નહીં શકે. જો ખરેખર વીર્યથી બુદ્ધિ, બળ મળતું હોય તો ડોક્ટર, સી.એ. વગેરે હોત જ નહીં. અથવા તેઓ હંમેશાં કુંવારા જ હોત માટે આપ વીર્ય ઊભરાવાની ચિંતા છોડી જીવનનો આનંદ માણો.

સમસ્યા: મારી ઉંમર 38 વર્ષની અને પત્નીની 36 વર્ષ છે. અમારે ત્રણ બાળકો છે. પત્નીનું બાળક બંધ કરાવવાનું ઓપરેશન કરાવવાનું છે. તો આ ઓપરેશન પછી ક્યારે ફરી સંબંધ રાખી શકાય?
ઉકેલ: સ્ત્રી નસબંધી કરાવ્યા પછી પુરુષ તરત જ સંબંધ રાખે તો પણ ગર્ભ રહેવાની શક્યતા નહિવત્ છે. પરંતુ સો ટકા સેફ રહેવું હોય તો પ્રથમ માસિક આવે ત્યાં સુધી નિરોધનો પ્રયોગ અવશ્ય કરવો જોઇએ. એક વખત માસિક આવે પછી ફરીથી કોઇપણ ગર્ભનિરોધ વાપરવાની જરૂર રહેતી નથી અહીં એક વાત આપને જણાવું કે સ્ત્રી નસબંધી કરતા પુરુષ નસબંધી સરળ અને સહેલી છે. અને તેનાથી પુરુષને કોઇ જ નબળાઇ આવતી નથી. તે પહેલાની જેમ જ જાતીય જીવન પૂરજોશથી માણી શકે છે.
સમસ્યા: ડોક્ટર સાહેબ મારી ઉંમર 46 વર્ષની છે. મને ડાયાબિટીસ કે બીજી કોઈ જ બીમારી નથી. હા, રોજની સાત-આઠ સિગારેટ જરૂર પીવું છું. છેલ્લા આઠેક મહિનાથી ઇન્દ્રિયમાં પૂરતંુ ઉત્થાન નથી આવતું. સમાગમની શરૂઆતમાં પ્રવેશ પહેલાં ઢીલાશ આવી જાય છે. બજારમાં મળતી દેશી વાયગ્રા લઈ શકાય?
ઉકેલ: ઘણીવાર ઉંમરની સાથે શરીરમાં હોર્મોન્સના ફેરફાર થાય છે. પુરુષત્વના હોર્મોન્સ ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઓછું થાય તો પણ પુરુષને ઉત્તેેજના ઓછી થઈ શકે છે. ઘણીવાર પ્રોલેક્ટિલ નામના બીજા હોર્મોન્સનું પ્રમાણ વધવાથી પણ ઇન્દ્રિયમાં પૂરતું ઉત્થાન આવતું નથી જો લોહીની ચરબી એટલે કે કોલેસ્ટેરોલનું પ્રમાણ વધે તો પણ પુરુષ ઓછું ઉત્થાન અનુભવી શકે છે. સિગારેટ, બીડી, તમાકુ, દારૂના સેવનથી પણ લાંબે ગાળે નપુંસકતા આવે છે. આમ આપને થયેલ તકલીફનાં કારણો ઘણાં હોઈ શકે છે. નપુંસકતાના ઇલાજ માટે ઓરલ મેડિસિન્સ, પેપાવરીન ઇન્જેક્શન, ટેસ્ટોસ્ટેરોનના સ્પ્રે, ગોળી, અલ્પ્રોસ્ટાડિલ સપોઝિટરીઝ વગેરે અનેક વિકલ્પો ખુલ્લા છે, પરંતુ દરેક દવાની અસર હોય તો તેની આડઅસર પણ હોઈ શકે છે. માટે જ તબીબી માર્ગદર્શન હેઠળ જ સારવાર લેશો. આજની તારીખમાં સેક્સની દરેક મુશ્કેલીઓનો ઇલાજ શક્ય છે અને પુરુષ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જાતીય જીવન માણી શકે છે. ઢીલાશની સમસ્યા હોય ત્યારે બળપ્રયોગ કરવો એ ઊલટું સમસ્યામાં વધારો કરશે.
સમસ્યા: મારી ઉંમર 24 વર્ષની છે. મેં એમ.બી.એ. કરેલું છે. મારાં માતા-પિતાની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવાની છું. લગ્ન ટકી રહે માટે શું કરવું જોઈએ?
ઉકેલ: લગ્નજીવન કુંડલીના મેળથી સફળ થતું નથી. સુખી લગ્નની એકમાત્ર ચાવી છે ‘ક્રોમ્પ્રોમાઇઝ’ એટલે એકબીજાને અનુરૂપ થવું. આમાં વ્યક્તિની સહનશીલતા મહત્ત્વનો ભાગ ભજવે છે. સફળ લગ્નજીવન માટે ‘તારો’ અને ‘મારો’ ભાવ ત્યજીને ‘આપણો’ ભાવ લાવવો જોઈએ.

[email protected]

X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી