સમલૈંગિકતા એ એકદમ નોર્મલ બાબત છે

article by dr. paras shah

ડૉ. પારસ શાહ

Sep 16, 2018, 12:05 AM IST

દેશભરમાં સમલૈંગિકોના અધિકારો માટે લડતા લોકો માટે ગુરુવારનો દિવસ સૌથી અગત્યનો હતો. સુપ્રીમ કોર્ટે આઇપીસીની 377ની કલમને રદ કરી અને સમલૈંગિક સંબધોને કાયદાકીય માન્યતા આપી.


દેશમાં હવે બે વયસ્ક વ્યક્તિ વચ્ચે સમલૈંગિક સંબંધ અપરાધ નહીં ગણાય. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની વડપણ હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે સમલૈંગિક સંબંધોને ગુનો ગણતી કલમ 377ની જોગવાઈને ખતમ કરી નાખી છે.


સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતા એ પણ સ્પષ્ટ કર્યું હતું કે કલમ 377 પ્રમાણે સહમતી વગર સમલૈંગિક સંબંધ બાંધવા ગુનો ગણાશે પરંતુ સહમતી સાથે બાંધેલા સંબંધ ગુનાની શ્રેણીમાં નહીં આવે. ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, LGBT કોમ્યુનિટીને પણ અન્યોની જેમ સમાન અધિકારો મળેલા છે. આ અંગે જૂનો ચુકાદો યોગ્ય ન હતો. સજાતીયતા એ ગુનો નથી. કોઈ પોતાની ઓળખથી અલગ નથી. કલમ 377નો બચાવ ન કરી શકાય. સજાતીય સંબંધ ધરાવનારને પણ સમાન અધિકાર મળે છે. સમયની સાથે કાયદો પણ બદલાવો જોઈએ. સમલૈગિંક સંબધો, સેક્સ અને તેને લગતા મેડિકલ પ્રશ્નો વિશે જાણીએ

સજાતીય સંબંધ એ કોઈ બીમારી નથી. એ કોઈ વારસાગત નથી. સજાતીય સંબધો એ માત્ર પસંદગીનો સવાલ છે

પ્રશ્ન: સમલૈંગિતા એ શું છે?

જવાબ: સમલૈંગિત સંબંધો વિષે માનવામાં આવે છે કે, તે વેસ્ટર્ન સંસ્કૃતિથી પ્રેરિત છે. પણ હકીકત તો એવી છે કે, સજાતીય સંબધો આપણે ત્યાં પણ અસ્તિત્વમાં છે. દુનિયાને જેણે ‘કામસુત્ર’આપ્યું તેવા વાત્સાયને સમલૈંગિકતા વિશે એક આખું પ્રકરણ લખ્યું છે. બે પુરુષો વચ્ચે સજાતીય સંબધ હોય તેને હોમોસેક્યુઅલ કહેવામાં આવે છે જ્યારે બે મહિલાઓ વચ્ચે સજાતીય સંબધ હોય તેને લેસ્બિયન સંબંધ કહેવાય છે. આપણા સમાજમાં મોટા ભાગના લોકો હેટ્રોસેક્યુઅલ હોય છે. એટલે કે તે લોકો વિજાતીય જાતિ માટે શારીરિક આકર્ષણ ધરાવે છે. પણ, સમાજમાં કેટલાક લોકો એવા પણ હોય છે જે સજાતીય લોકો માટે શારીરિક આકર્ષણ ધરાવે છે. અલબત્ત, અમુક લોકો એવા પણ હોય છે, કે જે લોકો સજાતીય અને વિજાતીય બંને માટે આકર્ષણ ધરાવે છે. જેને બાયસેક્યુઅલ કહેવાય છે.


પ્રશ્ન: સમલૈંગિતા કુદરતી છે અકુદરતી?
જવાબ: સજાતીય સંબંધ એ કોઇ બીમારી નથી. સજાતીય સંબધો એ માત્ર પસંદગીનો સવાલ છે. મોટા ભાગના લોકોને હેટ્રોસેક્યુઅલ સંબંધ હોય છે પણ અમુક લોકોને સજાતીય સંબંધ હોય છે. આ એકદમ નોર્મલ બાબત છે. સમલૈંગિક સબંધો એ કોઇ બીમારી નથી. એ કોઇ વારસાગત નથી.


પ્રશ્ન: શું સજાતીય લોકો વિજાતીય થઈ શકે?
જવાબ: સજાતીય લોકો વિજાતીય પણ થઇ શકે છે. આ શક્ય છે. પણ આ માટે જે-તે વ્યક્તિનું મનોબળ મક્કમ હોવું જોઇએ અને અંદરથી પૂર્ણપણે ઇચ્છા હોવી જરૂરી છે. કારણ કે શારીરિક આકર્ષણ પસંદગીનો સવાલ છે.
[email protected]

X
article by dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી