સેક્સમાં આંકડો નહીં, આનંદ મહત્ત્વનો હોય છે

article dr. paras shah

ડૉ. પારસ શાહ

Oct 17, 2018, 07:41 PM IST

સમસ્યા: હું પહેલાં ઘણી સ્ત્રીઓ જોડે સમાગમ કરતો હતો. હવે બે વર્ષથી બિલકુલ સુધરી ગયો છું. બીજી સ્ત્રી ઉપર નજર પણ નાંખતો નથી, પરંતુ મારી પત્ની હજી પણ મારા ઉપર વહેમાય છે. મારે પત્નીને વિશ્વાસમાં લેવી છે. તેના માટે મારે શું કરવું જોઈએ.


ઉકેલ: આપના પત્નીની શંકા અકારણ નથી. સંબંધ ખૂબ જ નાજુક દોરીથી બંધાયેલી લાગણી હોય છે. ખાસ કરીને પતિ-પત્નીના સંબંધો એ સૌથી નજીક અને મિત્ર સમાન હોય છે, છતાં વિશ્વાસભંગ થતા ઘણીવાર લગ્નજીવન ભંગાણને આરે ઊભું રહે છે. આપને ખબર પડે કે આપનાં પત્નીને બીજા પુરુષ જોડે સંબંધ છે તો આપ તે ચલાવી લેશો? ના તે જ રીતે સ્ત્રી પણ દુનિયામાં દરેક વસ્તુ સ્વીકારી શકે છે, પણ પોતાના પતિને બીજાની બાહોમાં જોઇ શકતી નથી. હવે જે ભૂલો થઇ ગયેલ છે તે તો સુધારી શકવાના નથી, પરંતુ પ્રેમથી પત્નીને સમજાવાનો પ્રયત્ન કરવો જોઇએ. એને તમારી ઉપર વિશ્વાસ બેસે તમને નવેસરથી સમજી શકે તે માટે પૂરતો સમય આપો. સ્ત્રીનું મન અને દિલ બન્ને ખૂબ જ કોમળ હોય છે. જે જેટલી જલદી તૂટે છે તેટલી જ જલદી જોડાઇ જાય છે, પણ જરૂર છે સ્નેહ અને વફાદારી સીંચવાની. જો યોગ્ય માવજત કરવામાં આવશે તો આપનું જીવન ફરીથી હરિયાળું અને લહેરાતું થઇ જશે.આ પંક્તિ યાદ રાખવા જેવી છે ‘વાસનાઓને લગામોથી જરા બાંધી દો, આડા વ્યવહારને હમણાં જ તરત ત્યાગી દો, એઇડ્સ અટકાવવા માટે વાત મનમાં સ્થાપી દો, સેક્સને લગ્નજીવન પૂરતો સીમિત રાખી દો.’

સમસ્યા: મારી ઉંમર બાવીસ વર્ષની છે. મારાં લગ્ન થયે છ મહિના થયા છે. મારા પતિની ઇન્દ્રિય સાતથી આઠ ઇંચ લાંબી છે, પણ ઉત્થાન વખતે જોઇએ તેટલું લિંગ કડક થતું નથી. યોનિમાં દાખલ કર્યા પછી હું બે પગની આંટી વાળું છું. તો પણ ઢીલાશ લાગે છે અને ઘર્ષણ થતું નથી. મારા કોલેજના ફ્રેન્ડની ઇન્દ્રિય માત્ર 6 ઇંચની જ છે અને ખૂબ જ કડક થાય છે અને મને પૂરતો આનંદ આપે છે, પણ તે કેટલા દિવસ ચાલે? તો કોઇ દવા અને ઉપાય બતાવશો.


ઉકેલ: આપ આગ સાથે રમી રહ્યા છો. સૌ પ્રથમ તો લગ્નેતર સંબંધ સંદતર બંધ કરી દો. આમાં બે જોખમ રહેલ છે. સામાજિક અને એઇડ્સ. પૂરતી ઉત્તેજના ના આવાનાં ઘણાં કારણો હોય છે. પણ તેના ઉપાયો ચોક્કસ શકય છે. આપ આના માટે પતિ જોડે ખુલ્લા મને ચર્ચા કરો અને તેમને જણાવો કે તમને પૂરતું સુખ મળતું નથી. તેમને યોગ્ય ક્વોલિફાઇડ સેક્સોલોજિસ્ટ પાસે સારવાર માટે તૈયાર કરો, કારણ કે આજના સમયમાં સેક્સની દરેક તકલીફ મોટે ભાગે મહિનામાં જ દૂર થઇ શકે છે.


સમસ્યા: મારી ઉંમર એકવીસ વર્ષની છે. મારે એ જાણવું છે કે દિવસમાં કેટલીવાર સેક્સ કરી શકાય? અને ઓછામાં ઓછું અઠવાડિયામાં કેટલીવાર સેક્સ થઇ શકે? દોડવાની પ્રેક્ટિસમાં હસ્તમૈથુનથી કોઇ આડઅસર થઇ શકે?


ઉકેલ: સેકસ લોકો બે કારણસર કરતા હોય છે. એક સંતાન માટે વંશ આગળ વધારવા માટે અને બીજુ જાતીય સંતોષ-આનંદ મેળવવા માટે. બાળક રાખવા માટે તમારે પત્નીના ફર્ટાઇલ દિવસોમાં સંબંધ રાખવો જોઇએ. કોઇવાર માત્ર એક જ વાર સંબંધ આ દિવસોમાં રાખવાથી બાળક રહી જતું હોય છે તો અમુકવાર મહિનાઓ લાગી જતાં હોય છે. આ તમારા અને તમારા સાથીના રિપોર્ટ ઉપર આધાર રાખે છે અને હા, નસીબ પણ અગત્યનું છે.


જાતીય આનંદ-સંતોષ માટે કેટલીવાર સંબંધ રાખો છો તે અગત્યનું નથી, પરંતુ કેવી રીતે રાખો છો તે મહત્ત્વનું છે. તમે દિવસમાં ચાર વાર સંબંધ રાખો, પરંતુ તમને કે તમારા સાથીને જો સંતોષના મળતો હોય તો આ જાતીય સંબંધ ઉત્તમ ના કહેવાય, પણ જો તમે અઠવાડિયામાં એક જ વાર સંબંધ રાખતા હોવ અને તમને અને તમારા સાથીને પૂરતો સંતોષ મળી જતો હોય, ચરમસીમાનો અનુભવ થતો હોય તે જાતીય સંબંધ ઉત્તમ કહેવાય. કેટલીવાર સેક્સ કરો છો તેનો આંકડો મહત્ત્વનો નથી, પરંતુ કેવી રીતે કરો છો તે અગત્યનું છે.


દિવસમાં કેટલીવાર કે અઠવાડિયામાં ઓછામાં ઓછું કેટલીવાર સેક્સ માણવો જ જોઇએ એવો કોઇ નિયમ નથી. જો બન્ને સાથીઓની ઇચ્છા હોય તો મનમાં આવે તેટલીવાર જાતીય સંબંધ રાખી શકે છે, પરંતુ જો એક સાથીની ઇચ્છા ના હોય કે થાકી ગયેલ હોય તો જબરજસ્તી ના કરવી જોઇએ. હસ્તમૈથુનથી આપના દોડવાની પ્રેક્ટિસ ઉપર કોઇ જ આડઅસર નહીં થાય. હસ્તમૈથુન એક નોર્મલ સાહજિક પ્રકિયા છે. જે મોટાભાગના પુરષો અને ઘણી સ્ત્રીઓ તેમના જીવનમાં કરતાં જ હોય છે.

[email protected]

X
article dr. paras shah

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી